Subscribe Us

Header Ads

ફક્ત 7 દિવસ કરો આ વસ્તુનું સેવન, અને આ 10 બીમારીઓમાંથી મેળવો છૂટકારો, નહિં લેવી પડે દવાઓ

આપણે સૌ જાણીએ છીએ કે ઘઉં આપના માટે કેટલા ઉપયોગી છે તેને આપણે રોજિંદા ખોરાકમાં વપરાશ કરીએ છીએ. તેના લોટ માથી બનેલો વાનગી જેમાં કે રોટલી, ભાખરી અને પુરીને આપણે રોજે ખોરાકમાં ખાઈએ છીએ. તેમાં ઘણા પોષક તત્વો મળી રહે છે. પરંતુ આપણે જાણતા નથી કે આને ફણગાવીને ખાવાથી આપણને તેનાથી વધારે લાભ મળે છે. તેનાથી આપણે વજન ઘટાડી શકીએ છીએ.

image source

તેની સાથે આનાથી આપણે અનેક બીમારીને પણ દૂર રાખી શકીએ છીએ. આને તમારે ફક્ત ૭ દિવસ માટે સેવન કરવાથી આપની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આનાથી આપના શરીરમાં રહેલ ઘણા બેક્ટેરિયાને અને બીજા નુકશાન કરતાં તત્વોને આપના શરીર માથી બહાર કાઢે છે. તેથી આપણે આનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી છે :

image source

અત્યારના લોકો પાસે તેના શરીર માટે પણ પૂરતો સમય નથી અને તેની ખાવા પીવાની ખોટી આદત્ને કારણે આપના શરીરમાં વધારાની ચરબી જમા થઈ જાય છે. તેનાથી વજન ઘટાડવું ઘણું મુશ્કેલ બને છે તેના માટે તમારે ફણગાવેલા ઘઉં ખાવા જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોયક હે. તેનાથી આપણને સારી ઉર્જા મળે છે અને તેનાથી ખોરાક લેવાની પણ જરૂર રહેતી નથી તેનાથી આપણે વજન ઘટાડી શકીએ છીએ.

ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે :

image source

આનું સેવન કરવાથી આપણને ઘણા લાભ થાય છે. જે લોકોને ડાયાબિટીસ હોય ટે લોકોને આનું સેવન કરવું જોઈએ. આમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલા હોય છે. તેનાથી આપણે જે ખોરાક લીધો હોય તેને ગ્લુકોઝ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલા શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખી શકાય છે. તેથી જે લોકો આની સમસ્યા હોય તેને રોજે આનું સેવન કરવું જોઈએ.

કબજિયાત હોય તેવા લોકો માટે :

image source

અત્યારે બેઠાડું જીવન અને ખોટી ખવાપીવાની ટેવને લીધે આપની પાચન શક્તિ નબડી પડી જાય છે તેનાથી આપણને કબજિયાત જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. આથી આપણને બીજી પણ ઘણી બીમારી થઈ શકે છે. આ આપણને ફાયબરની કમી થવાથી પણ થઈ શકે છે. આમાં વધારે માત્રામાં ફાઈબર રહેલું હોય છે. તેથી આને ખાવાથી આપણને આની સમસ્યા થતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

image source

આનું સેવન કરવાથી આપની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આનું સેવન કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે અને બીજા પણ નુકશાન કારક તત્વ દૂર થાય છે. આને ચાવી ચાવીને ખાવાથી આપના શરીરમાં કોશિકાઑ સાફ થાય છે.

હ્રદય માટે લાભદાયી :

image source

આનુસ ઇવાન કરવાથી હ્રદયને લગતી બીમારી થવાથી આપણને રાહત મળે છે. તેથી જ્યારે આની સમસ્યા હોય ત્યારે ડોક્ટર પણ આનું સેવન કરવાનું કહે છે. આમાં ઘણા ન્યુટ્રિશન રહેલા હોવાથી આપણને હ્રદયને લગતી બીમારી થવાથી દૂર રાખે છે.

ઘઉંને કેવી રીતે અંકુરિત કરવા :

image source

ઘઉં સારી રીતે સાફ કરીને તેને ૧૦ થી ૧૨ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળીને રાખવા. ત્યાર બાદ તેને એક સાફ સુતરાઉ કપડામાં બાંધીને એક ડબ્બામાં મૂકી દેવા તે જ્યારે અંકુરિત થાય ત્યારે તેનુસ સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Let's block ads! (Why?)source https://www.jentilal.com/fangaveladhav/

Post a comment

0 Comments