7 બોલિવુડ કલાકારો જેમના વિરુદ્ધ એમના પડોશી કરી ચુક્યા છે પોલીસ ફરિયાદ, જાણો કેમ થયો હતો પડોશી સાથે કકળાટ.
આજે આપણે વાત કરીશું બોલિવુડના અમુક એવા કલાકારો વિશે જે એમના પડોશી સાથે પંગો લઈ ચુક્યા છે. ક્યારેક એમની લાઇફસ્ટાઇલ, ક્યારેક લેટ નાઈટ પાર્ટી તો ક્યારેક એમના સ્ટારવાળા નખરના કારણે પડોશી ડિસ્ટર્બ થઈ ચૂક્યા ચર અને એમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી ચુક્યા છે
રણબીર કપૂર.

રણબીર કપૂર ભલે આલિયા ભટ્ટ સાથે કમિટેડ રિલેશનશિપમાં હોય પણ આ પહેલા એ ઘણી એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. એ સિવાય એ પોતાના સિંગલહુડને પણ ખૂબ જ એન્જોય કરતા હતા. લેટ નાઈટ પાર્ટી કરતા હતા એમના ફ્લેટમાં ઘણીવાર લેટ નાઈટ સુધી ફ્રેન્ડસની મહેફિલ જામતી હતી, જે ઘણીવાર સવારે 4 વાગ્યા સુધી ચાલતી હતી. પાર્ટીમાં વાગતા લાઉડ મ્યુઝિકના અવાજથી એમના પડોશી ઘણીવાર પરેશાન રહેતા હતા. આખરે પડોશીઓએ એક્ટરણવા પોલીસ ફરિયાદની ધમકી આપી ત્યારે રણબીરે પોતાની લેટ નાઈટ પાર્ટીને કન્ટ્રોલ કરી.
કરીના કપૂર.

કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા છે જે એમના જુના ઘરની એકદમ નજીક છે. એમના પડોશી પણ એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ચુક્યા છે. વર્ષ 2016માં કરીનાએ પોતાના ઘરે જ પોતાની ફિલ્મ કી એન્ડ કાનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખ્યું હતું જેમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. સ્ક્રીનીંગ પછી ક્રીનના ઘરમાં પાર્ટી પણ રાખવામાં આવી હતી, જે મોડી રાત સુધી ચાલી હતી. આ પાર્ટીના શોરબકોરથી એમના પડોશીઓ એટલા હેરાન થઈ ગયા કે પાર્ટીને રોકવા માટે પોલીસ બોલાવી લીધી હતી. પોલીસ આવી એ પછી જ આ આ મામલો શાંત પડ્યો હતો.
શાહિદ કપૂર.

એકટર શાહિદ કપૂરના પડોશી પણ એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ચુક્યા છે. શાહિદ પોતાના જુહુવાળા ફ્લેટનું રીનોવેશન કરાવી રહ્યા હતા. એમના રીનોવેશનનું કામ મહિનાઓ સુધી ચાલ્યું હતું જેનાથી એમના પડોશી પરેશાન થઈ ગયા હતા. એ સિવાય એમના પડોશીનો એ પણ આરોપ હતો કે શાહીદના ઘરે કામ કરી રહેલા મજૂરો એમના ઘરની દીવાલો પર ટોયલેટ કરતા હતા. આ વાતને લઈને પડોશીઓએ એકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઐશ્વર્યા રાય.

સલમાન ખાન સાથે ઐશ્વર્યાનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જેટલો બંને એકબીજાને પ્રેમ કરતા હતા, બંનેનું બ્રેકઅપપણ એટલી જ ખરાબ રીતે થયું. આ વાત ત્યારની છે જ્યારે એમના વચ્ચે ઝગડાની શરૂઆત થઈ હતી. એક રાત્રે સલમાને ઐશ્વર્યાના ફ્લેટ સામે તમાશો કર્યો હતો. એમના આ હાઈ વોલ્ટેજ ડ્રામાથી ઐશ્વર્યાના પડોશી ઘણા ન હેરાન થઈ ગયા હતા અને એમને ઐશ્વર્યા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.
આદિત્ય પંચોલી.

એકટર આદિત્ય પંચોલી એકવાર નહિ ઘણીવાર વિવાદોમાં ઘેરાઈ ચુક્યા છે. પડોશીઓ સાથે પણ એ ઘણીવાર આમને સામને આવી ચુક્યા છે અને એકવાર તો પડોશીઓ સાથે એટલો મોટો વિવાદ થઈ ગયો હતો કે વાત મારામારી અને પોલીસ સુધી પહોંચી ગઈ હતી. એકવાર આદિત્યના ઘરે થોડા ગેસ્ટ આવ્યા હતા અને એમને પોતાની ગાડી બિલ્ડીંગમાં રહેતા અન્ય મેમ્બરના પાર્કિંગ એરિયામાં ઉભી કરી દીધી હતી. જ્યારે એ પડોશીએ આની ફરિયાદ કરી તો એ વિવાદ એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ અને આદિત્યએ પોતાના પડોશીનું નાક તોડી નાખ્યું. આખરે પોલીસના આવ્યા પછી મામલો શાંત થયો.
શક્તિ કપૂર.

બોલિવુડના વિલન શક્તિ કપૂર પર તો એમના પડોશીઓએ ખૂબ જ શરમજનક આરોપ લગાવ્યો હતો. જો કે આ વાત ઘણી જૂની છે. શક્તિ કપૂર પર એમના પડોશીઓએ આરોપ લગાવ્યો હતો કે એ લિફ્ટમાં પેશાબ કરી દે છે. એટલું જ નહીં એમના પર કોરિડોરમાં કપડાં વગર ફરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આખરે પડોશીઓએ પોલીસની મદદ લીધી અને કેસ નોંધાયા બાદ શક્તિ કપૂરે બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી.
પ્રીતિ ઝિન્ટા.

પ્રીતિ ઝિન્ટાના પડોશીઓએ પણ એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ વાત ત્યારની છે જ્યારે પ્રીતિ પોતાના મુંબઈના ફ્લેટમાં રહેતી હતી. એ ઘણીવાર સોસાયટીના ગાર્ડનમાં પોતાના બોડીગાર્ડસ સાથે જતી હતી. એવામાં એમના બોડીગાર્ડ સોસાયટીના બાળકોને કે જે ગાર્ડનમાં રમી રહ્યા હોય એમને ધમકાવીને ભગાડી દેતા હતા. એમની આ હરક્તથી સોસાયટીના મેમ્બર્સ પરેશાન થઈ ગયા હતા. આખરે એમને પ્રીતિ વિરુદ્ધ ઘણી વાર ફરિયાદ નોંધાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
source https://www.jentilal.com/kareenathilainebollywood/
0 Comments