આજના સમયમા ઘણા લોકો મેદસ્વીતાથી પરેશાન હોય છે તેના માટે તે વજન ઘટાડવા માટે ઘા પ્રયત્ન કરે છે પરંતુ તેનાથી કોઈ અસર થતી નથી. તેના માટે ઘણી એવી રીત છે તેનાથી તમે હમેશા માટે વજન ઘટાડી શકો છો. તેવી જ રીતે ૩૦ વર્ષની સહાયક પ્રોફેશરે ઘરે જ તેનો વજન કુદરતી રીતે ઓછો કરેલો છે. આ મહિલાનો વજન ૮૦ કિલોનું હતું તેને ખૂબ મહેનત કરીને તેને ઓછું કર્યું છે.

તે આજે ઘણા લોકોની મદદ પણ કરે છે વજન ઘટાડવામાં. આ મહિલાનું નામ કૃતિકા ખૂંગર છે તે ગુરુગ્રામની છે. તે આજે ફિટનેશ અને યોગ પ્રશિક્ષક છે. આજે આપણે જાણીએ કે આ મહિલાએ કેવી રીતે તેનું વજન ઓછું કર્યું. તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી પ્રેરણાદાયી રહેશે.

તેમનું વજન એક દિવસે ૮૦ કિલોનું હતું. ત્યારે તે ડિમોટિવેટ થઈ હતી. ત્યારે તેનો સંકલ્પ કર્યો કે તે તેનો વજન ઓછો કરીને જ રહેશે. તેના માટે તેને સૌથી પહેલા તેની જીવનશૈલીને બદલી નાખી. તેને એક વર્ષમાં ૨૭ કિલો જેટલું વજન ઓછું કર્યું હતું.

તે કહે છે કે તેનો વજન નાનપણથી જ વધારે હતો. તે સ્કૂલમાં હતી ત્યારે ઘણા બાળકો તેની મજાક ઉઠાવતા હતા. પરંતુ તેને ક્યારેય પણ વજન ઘટાડવાનો પ્રયાસ ન કર્યો. તે વધારે વજન સાથે જ જીવતા શીખી ગઈ હતી. તે મોટી થઈને અને તેને બીજા લોકોને જોયા અત્યારે તેને થયું કે આજના સમયમાં ફિટ રહેવું ખુબ જરૂરી છે.

ત્યારે તેને ગંભીર થઈને તેના શરીર પર કામ કરવાનું વિચાર્યું હતું.ત્યારે તેને ઘરે જ યોગા, આહારમાં બદલાવ અને વર્ક આઉટ્સ કરીને વજન ઓછું કર્યું હતું. તેને જિમમાં જઈને એક રૂપિયો પણ બગળ્યો નથી. તે અઠવાડિયામાં જુદા જુદા પ્રકારનો આહાર લેતી હતી.
સવારના નાસ્તામાં :

વેજીટેબલ પોહા અથવા વેજીટેબલ ઓટમીલ ખિચડી અથવા વેજીટેબલ ઉપમા અથવા વેગી સેન્ડવિચ, પનીર વેગી સલાડ, રાતોરાત ઓટ, મુંગ દાળ ચીલા અને આ ઉપરાંત સવારે એક કપ હુંફાળું આમળા અને જીરાનું પાણી પીતી હતી.
સવાર અને બપોરની વચ્ચે :
ગ્રીન ટી, બદામ, કિસમિસ અને અખરોટનો એક કપ લેતી હતી.
બપોરના ભોજનમાં :
બે મલ્ટિગ્રેન ચપાટી, લીલા શાકભાજીનો એક વાટકો, દહી અને કચુંબર ખાતી હતી.
રાતના ભોજનમાં :

કચુંબર, સૂપ, પોર્રિજ પોલેંટા લેતી હતી. વર્કઆઉટ પહેલા એક કપ બ્લેક કોફી અને પછી સ્કૂપ પ્લાન્ટ મુજબ પ્રોટીન. તે વજન ઓછું કરવા માટે રોજે સવારે ૫ વાગે ઊઠીને નિયમિત યોગા, કાર્ડિયો કરતી હતી. તે પછી તે પૂરતું પાણી પીતી હતી. તેનાથી તે શરીરને હાઈડ્રેટ રાખતી હતી. તે શરીરમાં રહેલ વધારાને ઝેરને દૂર કરે છે અને ઉર્જાને વધારે છે.

તે કહે છે કે, જ્યારે તમને થોડું સારું પરિણામ મળે ત્યારે આપણને તે કામ પ્રત્યે ઉત્કટ થવા લાગે છે. મારુ વજન ધીરે ધીરે ઓછું થતું હતું ત્યારે તેનો દેખાવ પણ પહેલાથી બદલવા લાગો હતો. તેનાથી મને સુસ્તી પણ ઓછી લગતી હતી. તેનાથી મને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. તે કહે છે કે મારા આહાર અને વર્કઆઉટ વિશે તે ખૂબ કડક હતી. આ સિવાય તે ખાંડ, પેકેટ્સ ફૂડ અને રિફાઈન્ડ તેલ પણ બંધ કરી નાખ્યુ હતુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
source https://www.jentilal.com/amlajirawater/
0 Comments