Subscribe Us

Header Ads

મળવા જેવા માણસ: જાણો બબીતા-અનુષ્કા-કરીના સહિતની જાણીતી એક્ટ્રેસની ડિલિવરી કરાવનારા 91 વર્ષીય પારસી ડો. રૂસ્તમ સોનાવાલા કોણ છે

21 ફેબ્રુઆરીએ એટલે કે આજે સવારે કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ આ પહેલા તેના દીકરા તૈમુરને 2016માં 20 ડિસેમ્બરે જન્મ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે કરીનાની ડિલિવરી સીનિયર ડૉક્ટર રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી. આ જ ડોકટરે અનુષ્કા શર્માનો ડિલિવરી પણ કરાવી હતી, અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરીને જન્મ આપ્યો છે.

image source

ડૉક્ટર રૂસ્તમ સોનાવાલાની ઉંમર 91 વર્ષની છે પણ હજી એ અડીખમ છે. તેમણે અત્યાર સુધીના પોતાના કરિયરમાં ઘણા બધા જાણીતા સેલેબ્સની ડિલિવરી કરાવી છે. સોનાવાલા મેડિકલ ફિલ્ડમાં આર પી સોનાવાલા તરીકે લોકપ્રિય છે.

વાત કરીએ ડોકટર રુસ્તમ સોનાવાલાની તો રૂસ્તમ સાવ નાનકડાં હતાં ત્યારે પોતાના ડૉક્ટર પિતા ફિરોઝ સોનાવાલા સાથે દવાખાને જતા હતા. તે સમયે ફી તરીકે દર્દીઓ તેમના પિતાને ચાર આના આપતા હતા.

image soucre

રુસ્તમને બાળપણથી જ મેડિકલ પરિભાષાના શબ્દો કાને પડ્યા છે. ઘરના ડાઇનિંગ ટેબલ પરએનેસ્થેસિયા, સર્જિકલ પ્રોસિજર, એક્સ રે રિપોર્ટ્સ વગેરે શબ્દો સાંભળી-સાંભળીને રૂસ્તમ મોટા થયા છે.

વર્ષ 1926માં ડૉ. ફિરોઝ સોનાવાલાએ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. તેઓ નાયર હોસ્પિટલમાં હેડ પણ હતાં. તે ગરીબ લોકોને મફતમાં દવા આપતા હતા. ડૉ. ફિરોઝને ચાર સંતાનો હતા- જમશેદ, ફરદૂન, રૂસ્તમ તથા સોલી.

ડૉ ફિરોજમાં આ ચારેય સંતાનો પિતાની જેમ જ ડૉક્ટર છે. ડૉ. ફરદૂને ભારતમાં પહેલી વાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું હતું. ડૉ. ફિરોઝના ફક્ત પુત્રો જ નહીં તેમના પૌત્ર-પુત્રીઓ પણ એમની જેમ ડૉક્ટર જ બન્યા છે.

image source

મળેલી માહિતી અનુસાર, સોનાવાલા પરિવારમાં કુલ 15 ડૉક્ટર્સ હતા, જે ફિઝિશિયન, કાર્ડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક, સર્જન, યુરોલોજીસ્ટ, ENT સ્પેશિયાલિસ્ટ, ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે.

ડૉ.રૂસ્તમના બે દીકરાઓ ફિરોઝ તથા બેહરામ તેમજ જમાઈ બુર્જોર બનાજી પણ ડૉક્ટર જ છે. આખો સોનાવાલા પરિવાર વર્ષમાં ચારથી પાંચવાર ભેગો થાય છે. સોનાવાલા પરિવારનું બાપદાદાનું ઘર મુંબઈના દાદરમાં પારસી કોલોનીમાં છે.

ડૉ રુસ્તમને પોતાની જુવાનીના દિવસોમાં અભ્યાસ કરતા ટેનિસમાં વધારે રસ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ડૉ. રૂસ્તમ સોનાવાલા ના ગોલ્ડમેડાલિસ્ટ છે કે ના પછી કોલેજમાં ટોપર. એટલું જ નહીં તેઓ એમના કોલેજ કાળ દરમિયાન એકવાર ફેલ પણ થયા હતા. પણ ફેલ થયા પછી એ હિંમત નહોતા હાર્યા પણ એમને અભ્યાસમાં વધુ મહેનત કરવાની શરૂઆત કઈ હતી. ડૉ રુસ્તમનું માનવું છે કે પરીક્ષા પાસ કરવી એ માત્ર એક કળા છે. અને એકવાર ફેલ થયા પછી તેમને આ કળા આવડી ગઈ હતી.

image soucre

ડૉ. રૂસ્તમે સોનાવાલાએ એમબીબીએસ કર્યા બાદ એમડીનો અભ્યાસ કર્યો હતો. એ પછી એમને ઇનલેન્ડની રોયલ કોલેજ ઓફ સર્જનમાંથી એફઆરસીએસ કર્યું હતું.એ પછી ઇંગ્લેન્ડમાંથી જ રોયલ કોલેજ ઓફ ઓબસ્ટટ્રીશીન એન્ડ ગાઇનોકોલોજીસ્ટમાં એફઆરસીઓજી થયા હતા.

ડો. રુસ્તમેં પીલું સાથે લગ્ન કર્યા છે અને જુવાનીના દિવસોમાં પણ એ પીલુંને જ ડેટ કરતા હતા. તેમના જીવનમાં ત્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે ભારતમાં મેડિકલી ટર્મિનેટ ગર્ભપાત ગેરકાયદેસર ગણાતા હતા. આ સમયે તેમણે ભયાનક ગર્ભપાત થતાં જોયા હતા. આનાથી વ્યથિત થઈ તેમણે નક્કી કર્યું કે મહિલા જાતે જ નક્કી કરે કે તે ક્યારે પ્રેગ્નન્ટ થવા ઈચ્છે છે અને આ માટે તેમણે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું. આ ડિવાઈસ માટે તેમને વર્ષ 1984માં કીલ યુનિવર્સિટીમાં વોન ગ્રાફનબર્ગ મેડલથી સત્કારવામાં આવ્યા હતા. તેમના આ ઈનોવેશનને કારણે વર્ષ 1991માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

image source

ડૉક્ટર રૂસ્તમ સોનાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પુંરદરે તથા ડૉક્ટર શિરોડકરની ઉંમર વધવાને કારણે તેમણે પ્રેક્ટિસ ધીમે ધીમે ઓછી કરી નાખી હતી. તેમના દર્દીઓ તેમને મળવા લાગ્યા હતા. આ જ રીતે તેમને રાજમાતા ગાયત્રી દેવી તથા અન્ય જાણીતા પેશન્ટ્સ મળ્યાં હતાં. જ્યારે તેમની પાસે રાજમાતા ગાયત્રી દેવી આવ્યા ત્યારે શરૂઆતમાં તે ખૂબ જ નર્વસ થઈ ગયા હતા.

રાજમાતા ગાયત્રી દેવી દુનિયાના કોઈ પણ ડૉક્ટર પાસે ડિલિવરી કરાવી શકે તેમ હતાં. પણ રાજમતા તેમની પાસે આવ્યા હતા. જ્યારે તેમણે રાજમાતાને ઓપરેશનથી ડિલિવરી કરાવવાની વાત કરી હતી અને રાજમાતાએ આ વાત માની લીધી હતી.

image soucre

જાણીતી અભિનેત્રી અને એકટર ઋષિ કપૂરની પત્ની નીતુ સિંહે ડૉ. રૂસ્તમ વિશે કહ્યું હતું કે તેમણે તેને જીવનની બે સૌથી મોંઘી ગિફ્ટ લાવીને આપી છે. તે તેમની સાથે એકદમ કમ્ફર્ટેબલ છે અને તે ક્યારેય બીજા ડૉક્ટર પાસે જવાનું પસંદ કરે નહીં.

વર્ષ 1986માં અભિનેત્રી સ્મિતા પાટીલને દીકરા પ્રતીક બબ્બરને જન્મ આપ્યો હતો અને ડિલિવરીના માત્ર 15 દિવસ બાદ જ તેમનું મોત થયું હતું. તેમના આકસ્મિક મોત પાછળ મીડિયાએ ડૉ. રૂસ્તમ સોનાવાલા પર આક્ષેપો મૂક્યા હતા. જોકે, સોનાવાલાએ આ તમામ આક્ષેપોને ગંભીરતાથી લેવાને બદલે પોતાનું કામ લગનથી કરવાનું ચાલુ રાખ્યું હતું.

image soucre

ડૉ. સોનાવાલાએ ટાટા-બિરલા અંબાણી ઉપરાંત બોલિવૂડમાંથી મુમતાઝના સંતાનો નતાશા તથા તાન્યા, શ્વેતા બચ્ચનના બંને સંતાનો, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય, બબિતાને કરિશ્મા અને કરીના, નીતુ સિંહને રિદ્ધિમા અને રણબીર, ફિરોઝ-સંજયની પત્ની, શાહરુખની પત્ની ગૌરીના આર્યનની ડિલિવરી કરાવી છે.

વર્ષ 1974માં ડૉ. રૂસ્તમે ભારતમાં લેપ્રોસ્ક્રોપી તથા માઈક્રોસર્જરીની શરૂઆત કરી હતી. વર્ષ 2001 સુધીમાં 40 હજારથી વધુ બાળકો ડૉ. રૂસ્તમના હાથે આ દુનિયામાં આવ્યા છે.

image soucre

ડૉ. રૂસ્તમ સોનાવાલાનું નર્સિંગ હોમ સામાન્ય દવાખાના જેવું જરાય નથી. તેમણે કહ્યું હતું કે કોઈપણ સ્ત્રીનીમ જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે તે એકદમ ખુશ હોય છે અને તેથી જ તેમણે પોતાના નર્સિંગ હોમનું વાતાવણ એ રીતે રાખ્યું છે કે કોઈપણ ગર્ભવતી સ્ત્રી અહીંયા આવીને ખુશ થઈ જાય.
ડૉ. રૂસ્તમ સોનાવાલા પોતાના સ્વાસ્થ્યની પણ ખૂબ જ કાળજી રાખે છે. પિતાની એક વાતને આજે પણ માની રહ્યાં છે. તેમના પિતાએ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવાની સલાહ આપી હતી. આથી જ ડૉ. રૂસ્તમ કોલેજના સમયમાં બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, રનિંગ કરવાનું પસંદ કરતાં હતાં. તેઓ ઝોરોએસ્ટ્રિઅનમાં માને છે.

image soucre

ફૂડ એન્ડ હેલ્થ રાઈટર રશ્મિ ઉદય સિંહે પાંચ વર્ષ સુધી ડૉ. રૂસ્તમ તથા તેમના પરિવારના ઈન્ટરવ્યૂ લઈને પુસ્તક ‘લાઈફગીવર’ લખ્યું છે. 2010માં ડૉ. સોનાવાલાની મેજર હાર્ટ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. જોકે, થોડાં મહિના બાદ જ તે ફરી પાછા કામે ચઢી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/rushtamsonawaladoctor/

Post a comment

0 Comments