Subscribe Us

Header Ads

કોણ છે ચીકુ……કોણ છે છોટા પેકેટ? જાણી લો ભારતીય ક્રિકેટ ખેલાડીઓના રસપ્રદ નિકનેમ

દુનિયાની નંબર 1 ટેસ્ટ ક્રિકેટ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામ તો તમને ખબર જ હશે પણ ઘરના લોકો કે પછી મિત્રો એમને ક્યાં નામે બોલાવે છે શું તમે એ જાણો છો? ન જાણતા હોય તો આજે અમે તમને જણાવી દઈએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ઇન્ટરેસ્ટિંગ નિકનેમ.

વિરાટ કોહલી.

image source

કેપટન ઓફ ધ શિપ એટલે કે વિરાટ કોહલી ન ફક્ત ધનાધન રન બનાવે છે પણ ટીમના સૌથી હેન્ડસમ અને ડેશીંગ ખેલાડી પણ છે. એવામાં વિરાટનું નિકનેમ સાંભળશો તો તમે ચોંકી જશો. વિરાટ કોહલીને લોકો પ્રેમથી ચીકુ કહીને બોલાવે છે. હવે હેરાન થઈને હસવાની જરૂર નથી. આ એકદમ સાચી વાત છે.

મહેન્દ્ર સિંહ ધોની.

image source

વન ડે ક્રિકેટમાં કેપટન કુલના નામે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીનું નિક નેમ એકદમ શોર્ટ અને અલગ જ છે. લોકો એમને પ્રેમથી માહી કહીને બોલાવે છે.

શીખર ધવન.

image source

ટીમ ઇન્ડિયાના સુપર બેટ્સમેન શિખરનું નામ એકદમ એમના વ્યક્તિત્વ જેવું જ છે. પ્રેમથી લોકો એમને ગબ્બર કહે છે. શોલેના ગબ્બર નહિ પણ એમની મૂછો જોઈને એમના ટીમ મેટ્સ એમને આ જ નામથી બોલાવે છે.

પાર્થિવ પટેલ.

image soucre

પાર્થિવ પટેલ આજ સુધી પોતાના મિત્રો અને ટીમ મેટ્સ માટે બાળક જ છે. આ અમે નથી કહેતા પણ એમના નામ પરથી લાગે છે. પાર્થિવનું નિકનેમ બચ્ચા છે. તો હવે તમે જ કહો કે કેવી રીતે લોકો પાર્થિવને મોટા સમજશે, જ્યારે એમનું નામ જ બાળક છે.

સુરેશ રૈના.

image source

સુરેશ રૈનાને ટીમ મેમ્બર છોટા પેકેટ કહીને બોલાવે છે. આમ તો સુરેશનું અન્ય એક નામ પણ છે. સુરેશ રૈનાને આ નામ એમના પેરેન્ટ્સે નહિ પણ એમના મિત્રોએ આપ્યું છે. બાળપણમાં એક મેચ રમતી વખતે અચાનક એમના મિત્રો એમને સોનુ કહીને બોલાવવા લાગ્યા. ત્યારથી અત્યાર સુધી સુરેશને સોનુ કહીને બોલાવે છે.

રોહિત શર્મા.

image source

યુવરાજ સિંહ ટીમમાં ખૂબ જ મસ્તી કરે છે. મસ્તી મસ્તીમાં જ યુવીએ રોહિત શર્માનું નામકરણ કરી દીધું. રોહિત કહેવાને બદલે હવે લોકો એમને શાણા કહીને બોલાવે છે.

રવિન્દ્ર જાડેજા.

image source

બેટ અને બોલથી કમાલ કરનારા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લોકો પ્રેમથી જદદુ કહે છે. એ પાછળ સ્ટોરી એ છે કે ટીમ મેમ્બર્સને જાડેજાનું નામ થોડું મોટું લાગતું હતું એટલે બધાએ એમને જદદુ કહેવાનું શરૂ કરી દીધું. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે જાડેજાએ આ જ નામથી પોતાનું એક રેસ્ટોરેન્ટ પણ ખોલ્યું છે.

ઇશાંત શર્મા.

image source

વિરોધી ટીમના બેટ્સમેનની લાઇન અને લેંથ બગાડનાર ઇશાંત શર્માની હાઈટ વધુ હોવાથી ટીમ મેમ્બર્સ એમને લંબુ કહીને બોલાવે છે. આમ તો ઇશાંતને એમના ઘરના લોકો ઈશું કહીને પણ બોલાવે છે.

રાહુલ દ્રવિડ.

image source

ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ ખિલાડી મિસ્ટર હેન્ડસમ એન્ડ પરફેક્ટ મેન રાહુલ દ્રવિડને લોકો પ્રેમથી જેમી કહે છે. આમ તો રાહુલને લોકો મિસ્ટર વોલ કહીને પણ બોલાવે છે.

વીરેન્દ્ર સહેવાગ.

image source

ક્રિકેટમાં હતા તો બેટ બોલતું હતું વીરેન્દ્ર સહેવાગનું. હવે કોમેન્ટ્રી કરતા અને ટ્વિટર દ્વારા સહવાગ લોકોનું દિલ જીતી રહ્યા છે. સાહેવાગને પ્રેમથી લોકો વિરુ કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/chikoochotapacked/

Post a comment

0 Comments