Subscribe Us

Header Ads

શિયાળામાં સૌથી વધારે આવે છે અસ્થમા એટેક, જાણો બચવા માટે શું કરશો…

અસ્થમા શ્વાસને સંબંધિત બીમારી છે. અસ્થમા ઘણી મુશ્કેલી આપનાર બીમારી છે. આ બીમારી વ્યક્તિને કોઈપણ ઉમરમાં થઈ શકે છે. અસ્થમાથી પીડિત વ્યક્તિને શ્વસન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. પરંતુ અસ્થમાના દર્દી કેટલીક સાવચેતી રાખે છે તો અસ્થમાને નિયંત્રિત કરી શકે છે. અસ્થમાથી પીડિત વ્યક્તિઓને શિયાળાના દિવસોમાં મુશ્કેલીઓ વધી જાય છે. ગંભીર સ્થિતિમાં અસ્થમાની બીમારી હોવાના લીધે વ્યક્તિને અસ્થમાનો એટેક આવી શકે છે. આમ તો અસ્થમાનો એટેક આવવાના ઘણા કારણો હોઈ શકે છે. અસ્થમાનો એટેક આવવા માટે પ્રદુષણ, સિગરેટનો ધુમાડો અને શરદી થવી વગેરે પણ અસ્થમાના એટેક આવવાના કારણ હોઈ શકે છે. શિયાળાની ઋતુમાં અસ્થમાના દર્દીઓની આ મુશ્કેલી ઘણી વધી જાય છે.

image source

શિયાળાની ઋતુમાં અસ્થમાના દર્દીને અસ્થમાના એટેકથી પોતાને બચાવવા માટે થોડી વધારે સાવધાની રાખવાની જરૂરિયાત પડે છે. શિયાળાની ઋતુમાં અસ્થમાનો એટેક આવવાનું કારણ: ઠંડી, સુકી હવા અને ઋતુમાં આવતા પરિવર્તનના લીધે અસ્થમાના દર્દીને અસ્થમાનો એટેક આવી શકે છે.
હેલ્થલાઈનની એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ થોડી ઘણી સાવચેતીઓ રાખવામાં આવે છે તો અસ્થમાનો દર્દી પોતાને અસ્થમાનો એટેક આવવાથી અટકાવવામાં મદદ કરી શકે છે.

ઘરની બહાર નીકળવાથી બચવું જોઈએ.:

image source

જે વ્યક્તિને અસ્થમાની બીમારી હોય છે તેમણે અસ્થમાના એટેકને અટકાવવા માટે શિયાળાની ઋતુમાં ઘરની બહારનું તાપમાન ઓછું હોવાના લીધે અસ્થમાના દર્દીએ ઘરની બહાર ના જવું પડે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમ છતાં જો આપને બહાર જવું જ પડે તો આપે શ્વાસ લેતા પહેલા પોતાના નાક અને મોઢાને સ્કાર્ફની મદદથી સારી રીતે ઢાંકી લેવા જોઈએ. જેના લીધે આપને ઠંડી હવાનો સીધો સંપર્ક થશે નહી અને આપની મુશ્કેલીઓ વધશે નહી.

ડાયેટમાં બદલાવ કરો:

અસ્થમાના દર્દીએ શિયાળાની ઋતુ આવતાની જ સાથે જ પોતાના ભોજનમાં જરૂરી બદલાવ કરી દેવા જોઈએ. આપે શિયાળાની ઋતુમાં પ્રવાહી પદાર્થોનું સેવન વધારી દેવું જોઈએ. વધારે પ્રવાહી આપના ફેફસામાં લાળને પાતળી રાખી શકે છે જેના લીધે આપને અસ્થમાની બીમારીને નિયંત્રિત કરી શકો છો.
ઇન્ફેકશનથી પોતાને બચાવો:

image source

અસ્થમાના દર્દીએ અન્ય અસ્થમાના દર્દીથી દુર રહેવું જોઈએ તેમજ અન્ય બીમાર વ્યક્તિઓથી પણ દુર રહેવું જોઈએ. આમ કરવાથી આપ પોતાને કોઈપણ પ્રકરના વાયરલ ઇન્ફેકશનથી પોતાને બચાવી શકો છો અને આપ બીમાર પણ થશો નહી. એટલા માટે આપને અસ્થમા છે તો આપની સમસ્યામાં વધારો થશે નહી.

ઘરને સ્વચ્છ રાખો:

image source

જો આપને ઈનડોર એલર્જી છે તો તેને દુર કરવા માટે આપે પોતાના ઘરને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવું જોઈએ. આપે ઘરને વેક્યુમ કરવું અને ધૂળ જામવા દેવી નહી. કેમ કે, ઘરમાં રહેલ ધૂળ- માટીના કણો અસ્થમાના દર્દીની સમસ્યામાં વધારો થવા લાગે છે. આપે ઘર માંથી ધૂળના કણોને દુર કરવા માટે દર અઠવાડિયે ઘરના ધાબળા અને ચાદરને ગરમ પાણીમાં ધોવા જોઈએ.

image source

શિયાળાની ઋતુમાં આપે બહાર જઈને કસરત કરો છો ત્યારે આવતા અસ્થમાના એટેકને અટકાવવા માટે થોડા ઉપાયો અજમાવવા જોઈએ. આપે કસરત કરવાના ૧૫થી ૩૦ મિનીટ પહેલા પોતાના ઇન્હેલરનો ઉપયોગ કરવો. આ આપના વાયુમાર્ગને ખોલે છે જેના લીધે આપ સહેલાઈથી શ્વાસ લઈ શકો છો.
આપ બહાર જાવ ત્યારે પોતાની પાસે એક ઇન્હેલર જરૂરથી રાખવું જોઈએ. જેથી કરીને આકસ્મિક અસ્થમાના એટેકની સ્થિતિ ઉભી થાય છે તો આપ ઇન્હેલરનો ઉપયોગ કરી શકો છો.

image source

આપે કસરત કરતા પહેલા ૧૦ થી ૧૫ મિનીટ સુધી વોર્મઅપ કરવું જોઈએ. આપ જે હવામાં સ્વાસ લઈ રહ્યા છો તે ગરમ રહે તેના માટે આપે પોતાના ચહેરા પર માસ્ક કે પછી સ્કાર્ફને બાંધી રાખવો જોઈએ.

અસ્થમાનો એટેક આવવાના કારણો:

તંબાકુના ધુમાડાને કારણે.

ધૂળની રજકણોના કારણે.

કોઈ પ્રાણી કે વસ્તુની એલર્જી હોવાના કારણે.

તણાવ થવાના કારણે.

બેક્ટેરીયલ ઇન્ફેકશન કે પછી વાયરલ ઇન્ફેકશન થવાના કારણે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Let's block ads! (Why?)source https://www.jentilal.com/winterandashthma/

Post a comment

0 Comments