Subscribe Us

Header Ads

આ મોડલે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર મુક્યા સણસણતા આરોપ, અને કહ્યું…‘રાજ કુંદ્રા અલગ અલગ’, શું હવે થશે ધરપકડ!

ઓનલાઈન પ્લેટફોર્મ પર વેબ સિરીઝનો દબદબો પહેલા પણ હતો પરંતુ કોરોનાના સમયમાં જે લોકડાઉન થયું તેમાં લોકોને વેબ સિરીઝનું ઘેલું વધારે લાગ્યું. જો કે વેબ સિરીઝની લોકપ્રિયતા વધતાં તેના નામે ફ્રોડ કરવાના ગોરખધંધા પણ શરુ કરવામાં આવ્યા હતા. જેનો ઘટસ્ફોટ તાજેતરમાં જ થઈ ચુક્યો છે.

image soucre

વેબ સિરીઝના નામે પોર્ન ફિલ્મો બનાવવાના કૌભાંડના પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારબાદથી રોજ નવા નવા ખુલાસા આ કેસને લઈ થઈ રહ્યા છે. આ કેસમાં અભિનેત્રી ગહેના વસિષ્ઠની સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગહેના એક એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાત સહિત વિવિધ એડ અને ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Advertisement

image soucre

હવે આ કેસમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો થયો છે. મોડેલ સાગરિકા શોના સુમાને એક પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં મોટો ખુલાસો કર્યો છે. આ રેકેટમાં ફસાવાથી બચી ગયેલી સાગરિકાએ આ સમગ્ર કૌભાંડમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે તે પણ આ રેકેટમાં સંડોવાયેલો છે.

image soucre

સાગરિકાએ જણાવ્યું હતું કે આ રેકેટમાં જેની ધરપકડ કરવામાં આવી છે તે ઉમેશ કામત રાજ કુંદ્રાનો સહાયક છે. સાગરિકાએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે લોકડાઉનમાં તેને રાજ કુંદ્રાની કંપની તરફથી વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી. જેના માટે તેણે હા પણ કહી દીધી હતી. પરંતુ હા કહ્યા બાદ તેને ન્યૂડ ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

Advertisement

image source

સાગરિકાએ આ ઘટનાની વિગતો આપતાં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઓગસ્ટમાં તેને એક વેબ સિરીઝની ઓફર કરાઈ હતી. તેને ઉમેશ કામતનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે એક ખૂબ મોટી વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે જે એક લવસ્ટોરી પર આધારિત છે. આ કંપનીનો માલિક રાજ કુંદ્રા છે. જ્યારે તેણે આ ઓફર સ્વીકારી ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેણે ઓડિશન માટે એક વીડિયો કોલ આવશે. આ વીડિયો આવ્યો જેમાં ત્રણ લોકો હતા. ઓડિશન દરમિયાન તેણે સાગરિકાને નગ્ન થઈ જવાનું કહ્યું. આ સાથે જ સાગરિકાએ આમ કરવાની ના કહી દીધી. સાગરિકાએ વધુમાં કહ્યું કે તે વીડિયો કોલમાં ઉમેશ સહિત ત્રણ લોકો હતા. જેમાંથી એકને સ્પષ્ટ રીતે જોઈ શકાતો ન હતો. પરંતુ ઉમેશ વારંવાર રાજ કુંદ્રાનું નામ લેતો હતો. તેથી તેનું અનુમાન છે કે ત્રીજો વ્યક્તિ રાજ કુંદ્રા હતો.

image soucre

મહત્વપૂર્ણ છે કે આ કેસમાં પહેલી એફઆઈઆર ગત સપ્તાહમાં નોંધવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બેંચને એવી માહિતી મળી હતી કે મુંબઈના મડ આઇલેન્ડ નજીક ગ્રીન પાર્ક બંગલામાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ બનવાની ઇચ્છા ધરાવતા કલાકારોને વેબસીરીઝ બનાવવાના નામે છેતરી તેમની સાથે પોર્ન ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આ પછી ટીમે ત્યાં રેડ કરી હતી અને તે સમયે અહીંથી પાંચ લોકોને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી શરુ થયેલી તપાસમાં અભિનેત્રી ગહેના વશિષ્ઠ જેવી પ્રખ્યાત અભિનેત્રીનું નામ આ રેકેટને લઈને ખુલ્યું અને હવે રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

Advertisement

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Advertisement

Advertisement

Let's block ads! (Why?)source https://www.jentilal.com/shilparajkundra/

Post a comment

0 Comments