મિત્રો, ઘણીવાર આપણા શરીરમાં હાઇજિનની કમીના કારણે પેટમા કૃમિ થઇ જતા હોય છે. તેના માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તેને દૂર કરી શકો છો. પેટમાં કૃમિ થવા એક સામાન્ય વાત છે. નાના બાળકો અને યુવાની તરફ જતાં બાળકોને આનાથી સૌથી વધારે નુકશાન થાય છે. પેટમાં કૃમિ થવાથી બાળકનો સારી રીતે વિકાસ થઈ શકતો નથી.

તેનાથી શરીરમાં રહેલા ન્યુટ્રિશન ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આનું સૌથી મોટું કારના હોય શકે છે કે હાઇજિનની કમી હોવી. નાના બાળકો રમતા હોય ત્યારે તે માટીના સંપર્કમાં આવે છે અને તેનાથી તેને આ બીમારી થવાનો ખતરો સૌથી વધારે રહે છે અને આ સમસ્યા સરળતાથી થઈ જાય છે. આ સમસ્યાના લક્ષણ સાવ સામાન્ય હોય છે. તેને ધ્યાનમાં રાખવાથી આપણા બાળકો આ સમસ્યાનો શિકાર થવાથી બચી શકે છે.
આ લક્ષણો છે :

જ્યારે કોઈ બાળક અથવા મોટા વ્યક્તિના પેટમાં કૃમિ હોય ત્યારે તે સુવે ત્યારે તેના મોં માથી લાળ નીકળે છે. જે બાળકોને પેટમાં આ સમસ્યા થાય ત્યારે તેના ચહેરાની રોનક અને ચમક ઘટવા લાગે છે અને તેનાથી તેની ત્વચા પણ મૂરઝાઇ જાય છે. તેનાથી હોઠ અને દાંતની વચ્ચે ઘણી વાર સફેદી જેવુ બની જાય છે. આ સમસ્યા વધે ત્યારે ખંજવાળ જેવી તકલીફ પણ થઈ શકે છે. જ્યારે આવા લક્ષણ દેખાય ત્યારે તમારે આને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરવા જોઈએ તે ઉપાય નીચે પ્રમાણે છે. તેનાથી તમને રાહત મળશે.
આ સમસ્યામાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાય :

તમે જ્યારે પણ તમારા બાકને ભોજન કરાવો અથવા તમે ભોજન કરો ત્યારે જમતા પહેલા અડધી ચમચી જેટલો અજમો પાણી સાથે ગળી જવો આવી રીતે તમારે ૨ થી ૪ દિવસ માટે કરતાં રહેવું આની સાથે તમારે ખાંડ વાળી કે ગોળ વાળી એટલે કે ગળ્યી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આનાથી પણ તમને રાહત ન મળે ત્યારે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

તવી પર જીરાને શેકી લેવું અને અડધી ચમચી લેવું અને ગોળ સાથે ચાવી જવું અથવા જીરાનો પાવડર પણ બનાવીને લઈ શકો છો આને તમારે ૫ થી ૬ દિવસ માટે લેવું જોઈએ. તુલસીના પાનનું સેવન કરવું અથવા તેનો અર્ક લેવાથી પણ રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર ભેળવીને તેને પીવાથી પણ આ સમસ્યા દૂર થઈ શકે છે.

તમારે હમેશા લવિંગ ખાવું જોઈએ તેનુ ઈયુજીનોલ પેટમાં રહેલા કૃમિને અને તેના ઇંડાને મારે છે. નારિયેળ તેલ ખાવાથી પણ આ સમસ્યા દૂર થાય છે. આ તેલને એક કે બે ચમચી જેટલું ભોજનમાં વાપરવાથી પણ રાહત મળે છે. સવારે ભૂખ્યા પેટ ૪ થી ૫ લસણની કળી લેવાથી તેનું એલિસીન અને અજોએન પેટમાં રહેલા કૃમિનો નાશ કરે છે. બાળકોને આવા લક્ષણ દેખાય ત્યારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
source https://www.jentilal.com/krumiandilaj/
0 Comments