Subscribe Us

Header Ads

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી, જુઓ તસવીરો

હાલમાં અમદાવાદમાં નરેદ્ર મોદી સ્ટેડિમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે અને ગુજરાતીઓ પણ આ મેચમાં જોરદાર રસ લઈ રહ્યા છે. બધા ખેલાડીઓ પણ આવ્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યાં છે કે અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી છે.

અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચિઅર અપ કરતી જોવા મળવાની છે. અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી હજુ એક મહિનાની જ થઈ છે. ત્યાં જ તેણે પિતા સાથે ટૂર કરવાની શરૂઆત કરી દીધી છે. વામિકા હાલ અમદાવાદમાં છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી તથા ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી રહ્યાં છે. અનુષ્કા શર્મા આજે 24 ફેબ્રુઆરીએ સવારે જ અમદાવાદ આવી ગઈ હતી એવી પણ એક વાત સામે આવી રહી છે. શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી જોવા મળી રહી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી.

અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

આ પહેલાં દીકરી વામિકા વિશે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું હતું, ‘એક ક્રિકેટર તરીકે મારા માટે નવી પરિસ્થિતિમાં એડજસ્ટ થવું સરળ થઈ ગયું છે. કોચ રવિ શાસ્ત્રી આ વાત બહુ સારી રીતે જાણે છે. મારા માટે ડાયપર કેવી રીતે બદલવા તે શીખવું અઘરું નહોતું કારણ કે હું શીખવા માટે ઉત્સુક હતો. હું એમ નથી કહેતો કે હું ડાયપર બદલવામાં એક્સપર્ટ થઈ ગયો છું પરંતુ હું હવે ચોક્કસપણે બહુ કમ્ફર્ટેબલ થઈ ગયો.

એ જ રીતે અનુષ્કા શર્માએ પણ એક મિરર સેલ્ફી શૅર કરી હતી. તેના ખભા પર બર્પ ક્લોથ પણ જોવા મળી રહ્યું હતું. તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, ‘મારી હાલની ફેવરિટ એક્સેસરી બર્પ ક્લોથ.’ તસવીરમાં અનુષ્કાની બૉડી જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં માતાપિતા બન્યા છે. અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેના પછી તે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની પુત્રીની પહેલી તસવીર ચાહકો સાથે શેર કરી હતી. આ તસવીરમાં અનુષ્કા અને વિરાટ પોતાની પુત્રીને ખોળામાં લઇને જોવા મળી રહ્યાં હતા. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ પુત્રીનું નામ ચાહકોને પણ જણાવ્યું હતું.

અનુષ્કા શર્માની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને ચાહકોની ટિપ્પણીઓ પણ આવી રહી છે. વિરાટ અને અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/viratanushkaahmedabad/

Post a comment

0 Comments