Subscribe Us

Header Ads

લો બોલો, આ દેશોના લોકોને ઇન્કમટેક્સ જ નથી ભરવો પડતો, સાથે જાણો કેવી મળે છે સુવિધાઓ

બજેટ દરમિયાન ભારતમાં મધ્યમ વર્ગની નજર ઇન્કમ ટેક્સ સ્લેબ પર રહે છે. આ ટેક્સ સ્લેબ પરથી જ સામાન્ય માણસને આખા વર્ષના ટેક્સનો આંકડો નીકળે છે અને એ જ આધારે વ્યક્તિ પોતાનું અંગત બજેટ પણ તૈયાર કરે છે. ભારતમાં લોકોને ઇન્કમટેક્સ આપવો પડે છે પણ દુનિયામાં ઘણા એવા પણ દેશ છે જ્યાં લોકોને ઇન્કમટેક્સ નથી આપવો પડતો.

સાઉદી અરબ.

image source

સાઉદી અરબના નાગરિકોને ઇન્કમટેક્સ નથી આપવો પડતો. સાઉદી અરબનો તેલનો વેપાર આખી દુનિયામાં ફેલાયેલો છે. જેનાથી એમની આવક ઘણી વધુ થાય છે. આ જ કારણ છે કે સાઉદી અરબમાં નાગરિકો પાસેથી ટેક્સ નથી લેવામાં આવતો. સાઉદી અરબના નાગરિકો પાસે સોશિયલ સિક્યોરિટી પેમેન્ટ્સ અને કેપિટલ ગેઇન લેવામાં આવે છે.

કતાર.

કતાર સરકાર પોતાના નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટેક્સ નથી લેતી. કતારની ગણતરી દુનિયાના ધનવાન દેશોમાં થાય છે.

ઓમાન.

image source

ઓમાન દુનિયાનો સૌથી ધનવાન દેશોમાંથી એક છે. ઓમાનમાં તેલનો ખૂબ જ મોટો વેપાર છે જેના કારણે એની આવક ઘણી જ વધુ છે. એ જ કારણે ઓમાન સરકાર પોતાના નાગરિકો પાસે ઇન્કમટેક્સ નથી લેતી.

કુવૈત.

કુવૈતના નાગરિકોએ પણ ઇન્કમટેક્સ નથી આપવો પડતો. કુવૈતમાં નાગરિકોને ઇન્કમટેક્સમાંથી રાહત છે પણ દરેક વ્યક્તિએ સોશિયલ ઇન્સ્યોરન્સમાં યોગદાન કરવું પડે છે.

સયુંકત અરબ અમીરાત.

image source

તેલના ભંડાર વાળા આ દેશ દુનિયાના ધનવાન દેશોમાંનો એક છે. અહીંયાની સરકાર લોકો પાસે એમની આવક પર ટેક્સ નથી લેતી.

બહરિન.

બહરિનમાં નાગરિકો પાસે કોઈ ઇન્કમટેક્સ નથી વસુલવામાં આવતો પણ અહીંયા નાગરિકોને પોતાની આવકના 7 ટકા સોશિયલ સિક્યોરિટી માટે આપવા પડે છે. એ સિવાય વિદેશમાં રહેનાર બહરિન નાગરિકોએ એક ટકા ટેક્સ આપવો પડે છે. ભાડે ઘર આપો તો પણ અહીં ટેક્સ લાગે છે.

બરમુડા.

દુનિયાના સૌથી ધનવાન દેશોમાં સામેલ બરમુડા પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે હિયાના નાગરિકો પાસે કોઈ ઇન્કમટેક્સ નથી વસુલવામાં આવતો. જો કે એ રહેવાની રીતે સૌથી મોંઘી જગ્યા છે અને અહીંયા લોકોને પેરોલ ટેક્સ, સોશિયલ સિક્યોરિટી, પ્રોપર્ટી ટેક્સ અને 25 ટકા કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે.

કેમન આઇલેન્ડ.

image source

આ દેશમાં ન તો કોઈ ઇન્કમટેક્સ આપવો પડે છે ન તો કોઈ કેપિટલ ગેઇન આપવો પડે છે. એટલું જ નહીં અહીંયા સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન આપવું પણ જરુરી નથી. જો કે અહીંયા આયાત ડ્યુટી 25 ટકા છે.

બહમાસ.

બહમાસમાં પણ કોઈ ઇન્કમટેક્સ નથી. અહીંયા કેપિટલ ગેઇન, ઉત્તરાધિકારી કે ગિટ ટેક્સ પણ નથી આપવો પડતો. અહીંયા રિયલ એસ્ટેટ એકજીવીશન ટેક્સ એટલે કે સ્ટેમ્પ ડ્યુટી અને હોલ્ડિંગ ટેક્સ લાગુ કરેલ છે.

બ્રુનેઇ.

image source

આ દેશમાં પણ કોઈ પર્સનલ ઇન્કમટેક્સ નથી લાગતો. અહીંયા બસ એમ્પ્લોય ટ્રસ્ટ ફંડ અને સપ્લીમેન્ટલ કોન્ટ્રીબ્યુટરી પેંશન સ્કીમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/noincometax/

Post a comment

0 Comments