Subscribe Us

Header Ads

દીકરી આવ્યા પછી પતિ વિરાટે પત્ની અનુષ્કાને લઇને કહી દીધી આ મોટી વાતો, કહ્યું કે..’અમારી જિંદગીમાં ‘ઉતાર ચડાવ….’

ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્માના વખાણ કરતા કહ્યું કે જ્યારે પણ વાત રમતમાં સારું પ્રદર્શનની આવે છે તો આ બોલીવુડ અભિનેત્રી હંમેશા એમના માટે સ્ટ્રોંગ પિલર સાબિત થઈ છે. હાલમાં જ એક પોડકસ્ટ દરમિયાન માર્ક નિકોલસ સાથે વાત કરતી વખતે વિરાટ કોહલીએ જણાવ્યું કે જ્યારે એ ગ્રાઉન્ડ પર હોય છે તો કઈ રીતે પ્રેશરને હેન્ડલ કરે છે.

image source

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે “અનુષ્કા અને મારી વચ્ચે મનની જટિલતા વિશે વિસ્તૃત વાતચીત થાય છે. એ મારા માટે મજબૂતીનો સ્તંભ છે. કારણ કે એ પોતે પણ આવા એક લેવલ પર છે જ્યાં એને ઘણી બધી નકારાત્મકતા સામે ઝઝૂમવું પડે છે. એટલે એ મારી સ્થિતિને સમજે છે અને હું એની સ્થિતિને સમજુ છું”

image source

વિરાટ કોહલીએ કહ્યું કે “જો મારા જીવનમાં અનુષ્કા ન હોત તો કદાચ મારી પાસે સ્પષ્ટતા ન હોત. એ એકદમ સાચું વિચારી લે છે કે હું શું વિચારું છું. વિરાટ કોહલીએ આગળ કહ્યું કે અનુષ્કાએ સમજાવેલી વાતો અને અમારી વચ્ચે થયેલી ચર્ચા મને દરેક પ્રકારની નકારાત્મકતાથી દૂર રાખે છે. અનુષ્કા પોતે પણ એક એવા લેવલ પર છે જ્યાં એને નકારાત્મકતા વધ7 ઝઝૂમવું પડે છે એટલે એ મારી સ્થિતિ સમજે છે અને હું એની સ્થિતિ સમજુ છું. અનુષ્કા હંમેશા અમારા સંબંધ માટે એક મજબૂત સ્તંભ બની છે. એ હંમેશા મારી હિંમત રહી છે.”

image source

અનુષ્કા વિશે જણાવતા વિરાટ કોહલીએ કહ્યું કે “હું અને અનુષ્કા શર્મા હંમેશા એકબીજાની સાથે રહેવું પસંદ કરીએ છીએ. અમારે સાથે રહેવા માટે કોઈ કરણની જરૂર નથી પડતી. મેં એ અનુભવ્યું છે કે અમારી જિંદગીમાં કેટલા પણ ઉતાર ચડાવ આવી જાય તો પણ અમે હંમેશા એકબીજાની સાથે હોઈએ છીએ.

image source

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અનુષ્કા શર્માએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક દીકરીના માતા પિતા બની ગયા છે અને બંનેએ એનું નામ વમિકા રાખ્યું છે. વામિકા આ નામ પહેલા થી જ સોશિયલ મિડીયામાં ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ.

image source

આ નામ વિરાટ અને અનુષ્કા ના નામને મળાવીને બનાવવામાં આવ્યુ છે. જોકે આ નામનો મતલબ દેવી દુર્ગા થાય છે. જે શબ્દ દેવિ દુર્ગાનો જ એક વિશેષણ છે. બાળકને જો આ નામ આપવામાં આવે તો, માનવામાં આવે છે કે, તેમાં તેવા ગુણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/anuskavirat-2/

Post a comment

0 Comments