Subscribe Us

Header Ads

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પાસેથી શીખો હેપ્પી મેરિડ લાઇફનો આ સિક્રેટ મંત્ર, જે તમારા જીવનમાં ભરી દેશે ખુશી જ ખુશી

બોલિવુડના ક્યૂટ કપલના નામે ઓળખાતા રિતેશ દેશમુખ ને જેનિલિયા ડીસુઝા દેશમુખ ફક્ત બૉલીવુડ પણ બધા કપલ્સ માટે એક આદર્શ ઉદાહરણ છે. લગભગ 10 વર્ષ સુધી એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ રહ્યા પછી વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા હતા. એમના બે દીકરા છે- રિયાન અને રાહીલ, જેમનો બંને મળીને ખૂબ જ સારી રીતે ઉછેર કરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષોમાં એમને ઘણીવાર કપલ્સ ગોલ આપ્યા છે. હેપ્પી મેરિડ લાઈડ માટે શું મંત્ર આપે છે બંને ચાલો આજે જાણી લઈએ.

જ્યારે થાય એકબીજાની ગેરહાજરીનો અહેસાસ.

image source

રીતેશે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પોતાની પહેલી ફિલ્મ તુજે મેરી કસમનું શૂટિંગ ખતમ થયા પછી મને જેનિલિયાની ગેરહાજરી સાલવા લાગી હતી અને એ હાલ એનો પણ હતો. અમને એકબીજાની એટલી આદત પડી ગઈ હતી કે દૂર રહેવું મુશ્કેલ થઈ ગયું હતું.

રીતેશે કહ્યું કે જો તમને આ કમી મહેસુસ થઈ રહી હોય તો સમજી જાઓ કે તમે એ વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરો છો. ઘણીવાર કપલ્સ જ્યારે એકસાથે હોય છે ત્યારે એ કંઈક ને કઈક પ્રોબ્લમ ડિસ્કસ કર્યા કરે છે અને એકબીજા સાથેનો એ અનમોલ સમય ગુમાવી દે છે. આવું ન કરો.

હેપી વાઈફ હેપી લાઈફ

રિતેશ દેશમુખ કહે છે કે લગ્ન જીવનને ખુશહાલ બનાવવાનો એક સિક્રેટ ફોર્મ્યુલા છે. દરેક પતિ ઈચ્છે છે કે એની પત્નીની ખુશીઓ, ઈચ્છા અને સપનાઓને પુરા કરવાની કોશિશ કરે. જરૂરી નથી કે દર વખતે તમે કંઈક મોટું કરો, નાની નાની વસ્તુઓથી ઓન તમે પત્નીને ખુશ રાખી શકો છો. જો એને માથું દુખતું હોય તો તેલ માલિશ કરી દો કે બામ લગાવી આપો. આટલું કરશો તો પણ એ ખુશ થઈ જશે.

એકબીજાનો સાથ એન્જોય કરો.

image soucre

જેનિલિયા કહે છે કે પતિ પત્ની માટે એ ખૂબ જરૂરી છે કે તમે એકબીજાનો સાથ એન્જોય કરો. જો તમે બંને એકબીજાની કંપની એન્જોય કરો છો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારું ઘર જ તમારું હનીમૂન સ્પોટ હશે. ઈચ્છો તો ટ્રાઈ કરીને જુઓ કે તમે બંને 24 કલાક ફક્ત એકબીજા સાથે રહી શકો છો કે નહીં. જો તમે બંને 24 કલાક સાથે રહી શકો છો તો આખી જિંદગી તમે ખુશી ખુશી જીવી શકશો.

કેર કરવી એ છે સૌથી મોટો મંત્ર.

image source

જેનિલિયા કહે છે કે રિતેશ દુનિયાના સૌથી સારા પિતા છે. અમારા બંને દીકરા એમને ખૂબ જ પ્રેમ કરે છે અને ખૂબ જ સમ્માન પણ આપે છે. એમને જોઈને મને લાગે છે કે મારે પણ પેરેન્ટિંગ વિશે એમની પાસે ઘણું શીખવા જેવું છે. એ જે રીતે મારી અને મારા બાળકોની કેર કરે છે, એને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. એક સ્ત્રીને આનાથી વધુ શુ જોઈએ કે એનો પતિ, એનું અને એના બાળકોનું ધ્યાન રાખે છે. દરેક પતિએ રિતેશ પાસે આ શીખવું જોઈએ.

સાસરીપક્ષને દિલથી અપનાવો.

image source

જેનિલિયા કહે છે કે જ્યારે એક પરિવાર તમને પુરા દિલથી અપનાવે છે તો એ તમારું કર્તવ્ય છે કે તમે પણ સાસરીપક્ષને પુરા દિલથી અપનાવો. જેનિલિયા પોતાની સાસુ સાથે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કરે છે. જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે એમની વચ્ચે કેટલું સારું બોન્ડિંગ છે.

એકબીજાને સ્વીકારતા શીખો.

image soucre

નવપરણિત કપલ માટે સ્પેશિયલ ટીપ આપતા રિતેશ કહે છે કે લગ્ન પહેલા આપણે એકલા હોય છે એટલે કેવી રીતે રહીએ એ વધુ મહત્વનું નથી પણ લગ્ન પછી તમારું અડધું કબાટ કોઈને આપી દેવું, એની સાથે બેડ શેર કરવો, ખાવા પીવામાં અને આવવા જવામાં અને સંબંધો નિભાવવા બધું લગ્નજીવનનો ભાગ બની જાય છે એટલે એવામાં તમારે એકબીજાને સ્વીકારવાનું શીખવું પડશે.એકબીજા સફહે તમે એમના પરિવાર અને સંસ્કૃતિને પણ અપનાવો છો, જેમ કે અમે બન્ને રિતરિવાજો પ્રમાણે લગ્ન કર્યા, મહારાષ્ટ્રીયન અને ક્રિશ્ચયન રીતે પણ..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/riteshdeshmukh/

Post a comment

0 Comments