સામાન્ય રૂપે પર્સ કે પછી વોલેટનો ઉપયોગ પૈસા મુકવા માટે કરવામાં આવે છે. પણ આપણે આપણા પર્સમાં પૈસા સિવાય ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી અન્ય ઘણી વસ્તુઓ પણ મૂકીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે આપણા પર્સમાં જાણતા અજાણતા અમુક એવી વસ્તુઓ મૂકી દઈએ છીએ જેના કારણે વાસ્તુ દોષ પેદા થાય છે. અને આવી વસ્તુઓના કારણે ધનની બચત થવાને બદલે ખર્ચ વધી જાય છે. વાસ્તુ અનુસાર પર્સમાં અમુક ખાસ વસ્તુઓ હોવાથી ન ફક્ત ધનની હાનિ થાય છે પણ સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. તો ચાલો જાણી લઈએ આ વિશે વિસ્તારપૂર્વક માહિતી.
બિનજરૂરી કાગળિયા.

વાસ્તુ અનુસાર પર્સમાં જુના પડેલા બિનજરૂરી કાગળિયા રાખવાથી પર્સમાં ધન ટકતું નથી અને માતા લક્ષ્મીને પણ આવું નથી ગમતું. માતા લક્ષ્મીને સાફ સફાઈ ગમે છે એટલે પર્સમાં ક્યારેય બેકારના બિનજરૂરી કાગળિયા ન રાખવા.
ફાટેલી નોટ.

વાસ્તુ અનુસાર પર્સમાં રાખેલી નોટો માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે પોતાના પર્સમાં ક્યારેય ફાટેલી નોટો ન રાખવી જોઈએ. આ નોટો તમારા કોઈ જ કામમાં નહિ આવે. એટલે આવી નોટોને તમારા પર્સથી દૂર રાખો એ જ સારું રહેશે. આ તમારા પર્સમાં નકારાત્મકતા વધારે છે..
દેવી દેવતાઓનો ફોટો.

ઘણીવાર જોવામાં આવે છે કે આપણે આપણા પર્સમાં દેવી દેવતાઓનો ફોટો મૂકીએ છીએ. પણ વાસ્તુના નિયમ અનુસાર પર્સમાં એવા ફોટા ન રાખવા જોઈએ. તમે પર્સમાં ભગવાનનું યંત્ર રાખી શકો છો. એનાથી તમારા પર્સમાં ધન આગમન જળવાઈ રહેશે.
મૃત વ્યક્તિઓના ફોટા.

આપના પર્સમાં માતા લક્ષ્મીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. એમાં મૃત વ્યક્તિઓના ફોટા રાખવા અશુભ હોય છે. જો તમર તમારા પર્સમાં કોઈ મૃત વ્યક્તિનો ફોટો મુક્યો હોય તો એને તરત જ કાઢી નાંખો. પર્સમાં આવી વસ્તુઓ નકરાત્મકતાને નિયંત્રણ આપે છે.
ઉધારીના કાગળ.

પોતાના પર્સમાં આપણે ઘણી બધી ચિઠ્ઠી, રિશીપટ્સ વગેરે મૂકી દઈએ છીએ. પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારેય પણ ઉધારના કાગળિયા કે રિશીપટ ન રાખવી જોઈએ. આવા કાગળિયા ઉધારી વધારે છે.
આ વસ્તુઓને પણ રાખો પર્સથી દૂર.

જુના બીલને પોતાના પર્સમાં ન રાખવા જોઈએ. સાથે સાથે પર્સમાં ભૂલથી પણ બ્લેડ કે ચાકુ ન રાખો.વાસ્તુના નિયમ અનુસાર આવી વસ્તુઓ પર્સમાં હોય તો ધનની સમસ્યા વધે છે અને જીવનમાં આર્થિક તકલીફો આવે છે.
source https://www.jentilal.com/moneyinpurch/
0 Comments