Subscribe Us

Header Ads

એક ગામમા રહેતા અને એક સાથે કામ કરતા ત્રણ મિત્રોના મોત, આત્મહત્યા કે હત્યા રહસ્ય અકબંધ

વેલેન્ટાઈન દિવસે દેશભરામાં જ્યારે યુવાઓ પ્રેમનો સંદેશ આપી રહ્યા હતા ત્યારે ત્રણ પરિવારો એવા હતા જેમના ઘરે માતમ છવાયો હતો. જ્યારે આ ત્રણ બાળપણના મિત્રોના મોતના સમાચાર મળ્યા ત્યારે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પથ્થર દિલ પણ રડી પડે તેવુ વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના સામે આવી છે હરિયાણામાં,

વેલેન્ટાઈન ડેના દિવસે જ ત્રણ યુવકો મોતને ભેટ્યા

image source

હરિયાણાના પાણીપતમાં વેલેન્ટાઈન ડેના દિવસે જ ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. આ ત્રણેય યુવકો બાળપણના મિત્રો હતા અને એક સાથે જ હરતા ફરતા હતા. આ યુવકોની ઉંમર 22થી 23 વર્ષ વચ્ચે હતી. તેમાના બે યુવકો સંબંધમાં ભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના અંગે સામે આવેલી માહિતી અનુસાર રવિવારે સવારે એક પિઝાની દુકાનમાં ત્રણેય મિત્રો બંટી, અક્ષય અને રવિન્દ્રની લાશ પડેલી મળી હતી. ત્રણેયના મૃતદેહ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. જો કે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે આ ત્રણેય મિત્રો મોતને કેવી રીતે ભેટ્યા. તેમના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

આખી રાત તેમની શોધખોળ કરી

image source

તો બીજી તરફ જ્યારે આ ઘટનાની જાણ તેમના પરિજનોને થઈ ત્યારે તેમની પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે યુવકો રાત્રે ઘરે આવ્યા નહીં તો આખી રાત તેમની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો નહોતો. પરિવારજનોએ આખી રાત શોધખળો કરી હતી. આ દરમિયાન તેઓ આ યુવકો જ્યાં કામ કરતા હતા ત્યાં પિઝા શોપ ઉપર જઈને તપાસ કરી હતી. જો કે ત્યાં જાણવા મળ્યું હતું કે ત્રણે યુવકો કામ પતાવીને રાત્રે જ નીકળી ગયા હતા. જો કે આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ત્રણે યુવકોના માથા ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ત્રણેય મિત્રોની લાશ સામે આવ્યા બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની સ્થળ પર પહોંચી હતી અને આ યુવકોની મોતની પહેલી ઉકેલવા કામે લાગી છે.

યુવકને નર્મદા કેનાલમા ફેંકી દીધો

image source

તો બીજી તરફ રાજ્યમાં પણ વેલેન્ટાઈન દિવસે એક ગોજારી ઘટના સામે આવી હતી. જ્યાં ગાંધીનગરના વેહલાલ ગામમાં એક યુવકેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે વહેલાલ ગામમાં રહેતો 21 વર્ષીય જીગ્નેશસિંહ પરમારને તેના જ ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. વેલેન્ટાઈનના દિવસે આ બન્ને પ્રેમી-પંખીડા બાઈક પર ફરવા નીકળ્યા હતા. જો કે મુલાકાત બન્નેની આખરી મુલાકાત સાબિત થઈ હતી, જ્યારે આ બન્ને પ્રેમી પંખીડ જઈ રહ્યા હતા ત્યારે સગીરાનો પરિવાર જોઈ જતા તેમને રસ્તામાં ઉભા રાખ્યા હતા અને યુવકને બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હતા. ત્યાર બાદ આ યુવકને યુવતીના પરિજનોએ જીવતો નર્મદા કેનાલમા ફેંકી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થઈ છે. આ ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/threefriends/

Post a comment

0 Comments