મિત્રો, વાસ્તુશાસ્ત્રને સમજતા પહેલા તેની દિસાઓ અને તેનું મહત્વ સમજવુ અત્યંત આવશ્યક છે. આ દિસાઓ એ વાસ્તુને સમજવા માટે નો પાયો છે. શાસ્ત્રોમા દિસાઓનુ આગવુ મહત્વ છે. મોટાભાગે માણસો વાસ્તુના સિઘ્ધાંતો મુજબ ઘર, ઓફીસ કે કારખાના બનાવતા હોય છે. વાસ્તુ મુજબ દિસાઓ પોઝીટીવ અને નેગેટીવ એનર્જીનુ વહન કરતી હોય છે.
શાસ્ત્રમા આઠ દિસાઓ અત્યંત મહત્વની છે અને આ આઠેય દિસાઓ પોતાનુ એક આગવુ મહત્વ ધરાવે છે અને દરેક દિસા માટે એક વિશેષ નિયમ હોય છે. જો ઘર કે ઓફીસમાં કોઇપણ દિસામા ખોટી વસ્તુઓ મુકવામા આવી હોય તો તેની ખરાબ અસર તુરંત જ ત્યા વસતા લોકો પર પડે છે. તો ચાલો જાણીએ આ શાસ્ત્રમા દિસાઓ અને તેના મહત્વ વિશે.
Advertisement
ઉત્તર-પૂર્વ દિશા :

આ દિશા દૈવી શક્તિ માટે શ્રેષ્ઠ છે. આ દિશાનું પ્રતિનિધિત્વ સ્વયં દેવીય શકિતઓ જ કરે છે. જો મંદિરનુ નિર્માણ આ દિસામા કરવામા આવે તો તે ખુબ જ શુભ માનવામા આવે છે. આ સ્થાન હમેશા સ્વચ્છ અને સુંદર હોવુ જોઇએ. આ દિસામા અવિવાહિત મહિલાઓએ કયારેય ના સુવુ જોઇએ. આ ઉપરાંત આ દિસામા બાથરૂમ કે ટોઇલેટ કયારેય ના બનાવવુ જોઇએ.
Advertisement
દક્ષિણ-પશ્ર્ચિમ દિશા :

આ દિશાનું પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરતું હોવાથી આ સ્થાન પર છોડ ઉગાડવા ખુબ જ શુભ માનવામા આવે છે. આ છોડમા નકારાત્મક ઉર્જા ગ્રહણ કરવાની શકિત હોય છે. આ દિસામા બેડરૂમ બનાવવુ પણ અત્યંત શુભ સાબિત થાય છે. આ સિવાય જો તમે ઈચ્છો તો અહી સ્ટોરરૂમ પણ બનાવી શકો છો.
Advertisement
ઉત્તર-પશ્ર્ચિમ દિશા :

આ સ્થાન પર બારી રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરમા પોઝીટીવ ઉર્જા આવે છે અને પારિવારિક સંબંધોમા મધુરતા આવે છે અને ઘરમા કોઇપણ પ્રકારના વાદ-વિવાદ થતા નથી. આ ઉપરાંત અહી ગેસ્ટરૂમ બનાવવો પણ લાભદાયી સાબિત થાય છે.
Advertisement
પૂર્વ દિશા :

આ દિશા ઘરમાં આનંદની સાથોસાથ પોઝીટીવીટી લાવે છે, તેથી અહીં મુખ્ય પ્રવેશદ્વાર બનાવવો અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય અહી બાળકોનો રૂમ પણ બનાવી શકાય છે. આ સિવાય અહી રસોઈઘર બનાવવુ પણ અત્યંત લાભદાયી સાબિત થઇ શકે છે.
Advertisement
પશ્ર્ચિમ દિશા :

આ સ્થાનના સ્વામી વરૂણ છે માટે જો તમે ઈચ્છો તમારા ઘરની સીડી આ દિસામા બનાવી શકો છો. આ સિવાય આ દિસામા ડ્રેસિંગ ટેબલ રાખવું પણ અત્યંત શુભ સાબિત થાય છે.
Advertisement
ઉત્તર દિશા :

આ સ્થાનનુ પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ કારણે આ સ્થાન પર રોકડ ધન અને કિંમતી વસ્તુઓ મુકવી લાભદાયી સાબિત થાય છે.
Advertisement
દક્ષીણ દિશા :

આ સ્થાનને મૃત્યુસ્થાન માનવામા આવે છે. આ સ્થાન પર તમે કોઈ ભારે વસ્તુ મૂકી શકો છો અથવા તો તમે પાણીની ટાંકી આ સ્થાન પર બનાવી શકો છો.
Advertisement
મધ્ય ભાગ :

કોઈપણ ઘરમા હમેંશા વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, આ સ્થાન પર જો તમે ઈચ્છો તો તુલસીનો છોડ લગાવી શકો.
Advertisement
Advertisement
source https://www.jentilal.com/vastushastraandkon/
0 Comments