Subscribe Us

Header Ads

ચૂંટણી પૂરી થઇ અને હવે તંત્રને યાદ આવ્યા માસ્ક, એક દિવસમાં એટલો દંડ વસુલ્યો કે આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

ગુજરાતમાં તાજેતરમાં જ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણી પૂર્ણ થયાની સાથે કોરોના પણ ફુંફાડો મારી ફરી ફેલાવા લાગ્યો છે. ચૂંટણી પહેલાથી જ આમ તો રાજ્યમાં કોરોનાનાં કેસ વધતા જણાયા હતા. પરંતુ ચૂંટણીમાં નેતાઓએ રેલીઓ અને સભાઓ બેફામ કરી, લોકોને રીઝવવા માટે ઠેરઠેર જમણવાર થયા. આ તકે જાણે તંત્ર માસ્ક અને સામાજિક અંતર જાળવવાના નિયમને ભુલી બેઠું હોય તેમ આંખ આડા કાન કર્યા અને હવે ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ લોકો પર માસ્કને લઈને કડકાઈ દાખવવાનું શરુ કરી દીધું છે.

image source

ચૂંટણીમાં ભાજપની જીત થતાં ઠેર ઠેર જનમેદની એકઠી કરી વિજય સરઘસો કાઢવામાં આવ્યા. આ સરઘસોમાં કાર્યકરો, ઉમેદવારો અને તેનાઓ પણ માસ્ક વિના ફરતા હતા. તે સમયે પોલીસ પણ કંઈક કાર્યવાહી કરતી જોવા મળી નહીં અને ત્યારપછી બીજા જ દિવસથી લોકો પર દંડ ફટકારવાનું શરુ કરી દીધું છે. આ વાત તો એવી લાગે છે કે ચૂંટણી સુધી તંત્ર ઊંઘી ગયું હતું અને હવે પ્રજાને દંડવા જાગી ગયું છે.

image source

માસ્ક અને સમાજિક અંતરના નિયમ પણ સરકારે જાણે સામાન્ય પ્રજા માટે જ બનાવ્યા હોય તેમ જણાય છે. લગ્ન પ્રસંગ હોય કે અન્ય સમારોહ તમામ નિયમોનું પાલન કરવું પ્રજા માટે જરૂરી છે પરંતુ નેતાઓ રેલીમાં બેફામ થઈ જાય તો ચાલે છે. સરકારના આ બેવડી નીતિથી લોકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે.

image soucre

રાજ્યના મેટ્રો સીટી એવા સુરતની વાત કરીએ તો ચૂંટણી પૂર્ણ થઈ અને પરીણામ આવ્યાની સાથે જ લોકોને દંડવાનું પણ શરુ કરી દેવામાં આવ્યું છે. અહીં રેલીઓમાં કાર્યકરો માસ્ક વિના જ જોવા મળતાં પરંતુ ચૂંટણી બાદ લોકો પાસેથી લાખોનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી આંકડાકીય માહિતી અનુસાર સુરતમાં એક જ દિવસમાં સામાન્ય લોકો જે માસ્ક વિના ઝડપાયા તેમની પાસેથી 4 લાખ જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

image source

લોકોમાં એ વાતનો પણ રોષ છે કે તંત્રનો દંડનો કોરડો માત્ર સામાન્ય પ્રજાને જ પડે છે. નેતાઓ અને કાર્યકર્તાઓ તો અવનવા બહાના કાઢી અને છેડચોક માસ્ક વિના ફરતા રહે છે. તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. ચૂંટણી પૂર્ણ થતાં માસ્ક સહિતના દંડ શરુ થવા ઉપરાંત કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. જેનાથી પણ પ્રજા જ જોખમમાં મુકાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/electionkhatam/

Post a comment

0 Comments