Subscribe Us

Header Ads

જો શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો નિયમિત ખાઓ સાકર, જાણી કઇ બીમારીઓ ભગાડવામાં છે બેસ્ટ

મિત્રો, ભોજનનુ સેવન કર્યા બાદ મિશ્રી અને વરિયાળીનુ સેવન કરવુ ભારતીય લોકોને ખુબ જ ગમે છે. આ ઉપરાંત મિશ્રી અને વરિયાળી ઘણી રેસ્ટોરામાં રાત્રિભોજન પછી તાજગી તરીકે પણ પ્રદાન કરવામાં આવે છે. આ સિવાય ભારતીય ઘરોમા પૂજા-અર્ચના કરવામા મિશ્રીની પણ ખુબ જ અગત્યની ભૂમિકા છે.

image source

તમને જણાવી દઈએ કે, મિશ્રી જેટલી તેના સ્વાદ માટે જાણીતી છે, તેના કરતા શરીરની અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે ખુબ જ વધારે લાભદાયી સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી અનેકવિધ બીમારીઓ સરળતાથી દૂર થઈ શકે છે. તે જ સમયે તેના ઔષધીય ગુણધર્મોને કારણે તે અનેકવિધ આયુર્વેદિક ઔષધિઓમા પણ વપરાય છે. તો ચાલો આજે અમે તમને મિશ્રીના અમુક શ્રેષ્ઠ લાભ વિશે જણાવીએ, જે જાણ્યા પછી તમે તેને પણ તમારા આહારમાં શામેલ કરવા ઇચ્છશો.

ઉધરસ અને શરદીની સમસ્યા દૂર થાય :

image source

ઠંડીના વાતાવરણમા શરદી અને ઉધરસની સમસ્યા થવી એ એકદમ સામાન્ય છે. હળવી ઉધરસ અને શરદીની સમસ્યામા રાહત મેળવવા માટે મિશ્રીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે મીશ્રીમા કાળા મરીનો પાઉડર અને ઘી ઉમેરીને તેનુ મિશ્રણ તૈયાર કરો અને તેનુ સેવન કરો તો તમારી આ સમસ્યા તુરંત દૂર થઇ જશે.

નાકમા રક્તસ્ત્રાવની સમસ્યા દૂર થાય :

image source

ઘણા લોકો નાકમા રક્તસ્રાવની સમસ્યાને દૂર કરવા માટે પણ મિશ્રીનો ઉપયોગ કરે છે. એવુ કહેવામાં આવે છે કે, મિશ્રી ઠંડી હોય છે અને તેના સેવનથી શરીરનુ તાપમાન પણ જળવાઈ રહે છે. જો કે, ઉનાળાની ઋતુમા નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પર્યાપ્ત છે પરંતુ, જો તમે પણ બદલાતા હવામાનમા આ સમસ્યાથી પરેશાન છો, તો તમે પાણીમાં મિશ્રી મેળવી શકો છો. તે તમને તાત્કાલિક રાહત આપશે.

પાચન સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય :

image source

જો તમે પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના માટે મિશ્રીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે મિશ્રી અને વરીયાળીને મિક્સ કરી તેને પીસીને તે પાવડરનુ નિયમિત સેવન કરો તો તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે.

મોઢાના છાલાની સમસ્યા દૂર થાય :

image source

જો તમે ઠંડીની ઋતુમા વધારે પડતુ ગરમ ભોજન અથવા ગરમ પાણીનુ સેવન કરો છો તો તમને મોઢામા છાલાની સમસ્યા થઇ શકે છે.આ સ્થિતિમા મીશ્રીનો ઉપયોગ તમારી આ સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે મિશ્રી સાથે ઇલાયચી પાવડરનું મિશ્રણ તૈયાર કરો અને તેને છાલા પડ્યા હોય તે ભાગમા લગાવો. આમ, કરવાથી તમારી છાલાની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Let's block ads! (Why?)source https://www.jentilal.com/healthyhealth/

Post a comment

0 Comments