Subscribe Us

Header Ads

લગ્ન કરવાની ઉતાવળમાં આ અભિનેત્રીઓ ભુલી આ ભાન…

આ 11 ટીવી કલાકારો એવા છે જેમને પોતાનાથી નાની ઉંમરના પુરુષ સાથે કર્યા છે લગ્ન.

1. નેહા કક્કર અને રોહનપ્રીત

image soucre

ઇન્ડિયન આઇડલની જજ અને ફેમસ બૉલીવુડ સિંગર નેહા કક્કર હાલમાં જ પોતાના ડ્રિમબોય પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ છે. નેહા રોહનપ્રીતથી 7 વર્ષ મોટી છે પણ ઉંમરનું આ અંતર એમને એકબીજાની નજીક આવતા રોકી ન શક્યું. એક મ્યુઝિક વિડીયો દરમિયાન બંને મળ્યા, એમને પ્રેમ થયો અને સાત ફેરા લઈને બન્ને એક મજબૂત સંબંધમાં બંધાઈ ગયા.

2. ગૌહર ખાન અને જૈદ દરબાર.

image soucre

ગૌહર ખાન અને જૈદ દરબાર લાંબા સમય સુધી ડેટ કર્યા પછી હાલમાં જ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. ગૌહર જૈદ કરતા 11 વર્ષ મોટી છે પણ ન તો ગૌહરને આ વાતથી કઈ ફરક પડે છે અને ન તો જૈદને. જૈદ તો ઘણીવાર કહી ચુક્યા છે કે ઉંમર એમના માટે ફક્ત નંબર છે.

3. યુવીકા ચૌધરી અને પ્રિન્સ નરૂલા.

image soucre

યુવીકા ચૌધરી અને પ્રિન્સ નરૂલા હેપીલી મેરીડ કપલ છે. બંનેની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. પણ શું તમને ખબર છે કે પ્રિન્સ નરૂલા યુવીકા ચૌધરી કરતા સાત વર્ષ નાના છે. પ્રિન્સ અને યુવીકાની ઉંમર વચ્ચે 7 વર્ષનું અંતર છે. પ્રિન્સ 29 વર્ષના છે તો યુવીકા 36 વર્ષની છે. પણ કહેવાય છે ને કે પ્રેમમાં ઉંમરની સીમા નથી હોતી, તો આ બંને પણ ઉંમરના અંતર છતાં એકબીજા સાથે ખૂબ જ ખુશ છે

4. ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયા.

image soucre

ટીવીના સૌથી જાણીતા કૉમેડિયનમાંથી એક ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે ભારતીએ હર્ષ સાથે 3 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. હર્ષ કોમેડી શોઝના લેખક રહી ચૂક્યા છે અને શોના સેટ પર જ બંને મળ્યા હતા. બંને 2014થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતી સિંહ પણ હર્ષ લીંબાચિયા કરતા 8 વર્ષ મોટી છે

5. કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ.

image source

ટીવીના ફેમસ કપલ કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહની રિલેશનશિપ રોલર કોસ્ટર જેવી રહી. બંને ફિલ્મ ઓર પપ્પુ પાસ હો ગયાની શૂટિંગ દરમિયાન મળ્યા અને બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ જોડીએ વર્ષ 2013માં સિક્રેટ લગ્ન કરી લીધા. કશ્મીરાના આ બીજા લગ્ન છે અને એ કૃષ્ણાથી બે વર્ષ મોટી છે પણ એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું હતું કે એ કશ્મીરાને એટલો પ્રેમ કરે છે કે એમની એજ એમના માટે કઈ મેટર નથી કરતી.

.

6. કરણવીર બોહરા અને ટીજે.

image soucre

કરણવીર બોહરા અને ટીજે હાલ પોતાના હમણાં જ થોડા દિવસ પહેલા જન્મેલા બાળક સાથે પોતાનું પેરેન્ટહુડ માણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરણવીર એમની પત્ની ટીજે કરતા બે વર્ષ નાના છે.

7. અર્ચના પુરન સિંહ અને પરમીત સેઠી.

image soucre

અર્ચના પુરન સિંહ અને પરમીત સેઠી ટીવીના આઇડલ કપલમાંથી એક છે અર્ચના ન ફક્ત પરમીત કરતા ઉંમરમાં સાત વર્ષ મોટી છે પણ એ પરમીત કરતા મોટી સ્ટાર પણ રહી છે. તેમ છતાં આ કપલ વચ્ચે સ્ટ્રોંગ બોન્ડિંગ છે. ચાર વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી વર્ષ 1992માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

8. કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય.

image source

એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ટીવીની જાણીતી જોડીઓમાંથી એક છે. આ કપલે 16 ડિસેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. બંને ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા પછી લગ્ન કર્યા હતા. સુયશ કિશ્વર મર્ચન્ટ કરતા 8 વર્ષ નાના છે. બંને અલગ અલગ ધર્મના છે. સુયશ હિન્દૂ છે તો કિશ્વર મુસ્લિમ ઓન આ કપલે પ્રેમમાં ન ધર્મ અને ના ઉંમરને અસર કરવા દીધી છે.

9. ગૌતમ રોડે અને પંખુડી અવસ્થિ.

image source

ગૌતમ અને પંખુડી ટીવી સીરિયલ સૂર્યપુત્ર કર્ણના સેટ પર મળ્યા હતા અને આ શોના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. બંનેની ઉંમરમાં 14 વર્ષનું અંતર છે પણ બંનેએ પોતાના સંબંધ વચ્ચે ઉંમરને નથી આવવા દીધી. ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ સાત ફેરા લઈ લીધા અને ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે.

10. મોહિત સહગલ અને સનાયા ઈરાની.

image source

ટીવી ઇન્ડસ્ટ્રીના ક્યૂટ કપલ મોહિત સહગલ અને સનાયા ઇરાનીના લગ્ન વર્ષ 2016માં થયા હતા. સનાયા મોહિત કરતા બે વર્ષ મોટી છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ કપલે લગ્ન કરી લીધા હતા.

11. જય ભાનુશાલી અને માહી વીજ.

image source

ટીવીના પોપ્યુલર કપલમાંથી એક જય ભાનુશાલી અને માહી વીજ એક પાર્ટીમાં મળ્યા હતા. બંનેએ નવેમ્બર 2011માં લગ્ન કરી લીધા હતા. માહી ઉંમરમાં જય કરતા બે વર્ષ મોટી છે. પણ બંને હેપીલી મેરિડ કપલ છે. એ ત્રણ બાળકોના માતા પિતા છે અને એમને બે બાળકો એડોપટ કર્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/tvstarheroine/

Post a comment

0 Comments