Subscribe Us

Header Ads

અભિનેતા ઓમ પ્રકાશને લગ્નમાં મળી હતી ફિલ્મની ઓફર, પહેલી સેલેરીનો આંકડો જાણીને તમે પણ ચોંકી ઉઠશો, જાણો અજાણી વાતો તમે પણ

કેટલાક અભિનેતાઓ એવા હોય છે જેઓ પોતાના અભિનયથી દર્શકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લેતા હોય છે. આવા જ એક અભિનેતા છે ઓમ પ્રકાશ (Om Prakash). નામથી ભલેને આપને એમનો ચહેરો યાદ ના આવી રહ્યો હોય. પરંતુ એમની ફોટો જોઈને આપ જરૂરથી સમજી ગયા જ હશો કે, અમે કોની વાત કરી રહ્યા છીએ. અભિનેતા ઓમ પ્રકાશ (Om Prakash) એ ‘ચુપકે ચુપકે’, ‘ચમેલી કી શાદી’, ‘પડોસન’, ‘નમક હલાલ’ જેવી ફિલ્મોમાં ઘણું જ સારું કામ કર્યું છે. ૬૦ અને ૭૦ ના દશકમાં તેઓ ફિલ્મોની જાન હતા.

image source

અભિનેતા ઓમ પ્રકાશ (Om Prakash) એ ૩૦૦ કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા ઓમ પ્રકાશ (Om Prakash) એ અભિનયની સાથે તેમણે ફિલ્મો ડાયરેકટ અને પ્રોડ્યુસ પણ કરી છે. તા. ૧૯ ડિસેમ્બર, ૧૯૧૯ નાદિવસે જન્મેલ અભિનેતા ઓમ પ્રકાશની તા. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૮ રોજ (Death Anniversary Om Prakash) દુનિયાને છોડીને ચાલ્યા ગયા હતા. અભિનેતા ઓમ પ્રકાશએ નાનપણથી જ સંગીત, થિયેટર અને ફિલ્મોનો શોખ હતો.

image source

અભિનેતા ઓમ પ્રકાશે ૧૨ વર્ષની ઉંમરથી જ ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લેવાની શરૂ કરી દીધી હતી. આ સાથે જ અભિનેતા ઓમ પ્રકાશએ કેટલાક નાટકોમાં ભાગ લેતા હતા. દીવાન મંદિર નાટય સમાજ જમ્મુના પ્રસિદ્ધ નાટકમાં તેમણે કમલાનું પાત્ર નિભાવ્યું હતું.

image source

વર્ષ ૧૯૪૪ માં અભિનેતા ઓમ પ્રકાશને પહેલી ફિલ્મ મળી હતી. એક લગ્નમાં ફિલ્મમેકર દલસુખ પંચોલીએ ઓમ પ્રકાશને જોયા. ફિલ્મમેકર દલસુખ પંચોલીએ ઓમ પ્રકાશને ઓફર આપી અને લાહૌરમાં પોતાની ઓફિસમાં બોલાવ્યા. ત્યાં તેમણે ઓમ પ્રકાશને ‘દાસી’ ફિલ્મ ઓફર કરી. આખા લાહૌરમાં અને પંજાબમાં ‘ફતેહદ્દીન’ ના રૂપમાં એમના કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

image source

અભિનેતા ઓમ પ્રકાશે બૉલીવુડમાં પોતાના કોમિક રોલ માટે જાણવામાં આવતા હતા. અભિનેતા ઓમ પ્રકાશે ‘દસ લાખ’, ‘અન્ન દાતા’, ‘ચરણદાસ’, ‘સાધુ અને શૈતાન’, ‘દિલ- દૌલત- દુનિયા’, ‘અપના દેશ’, ‘ચુપકે ચુપકે’, ‘જુલી’, ‘જોરું કા ગુલામ’, ‘આ ગલે લગ જા’, ‘પ્યાર કિયે જા’, ‘પડોસન’, ‘બુઢ્ઢા મિલ ગયા’, ‘શરાબી’, ‘ભરોસા’, ‘તેરે ઘર કે સામને’, ‘મેરે હમ- દમ મેરે દોસ્ત’, ‘લોફર’, ‘દિલ તેરા દિવાના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. એના સિવાય અભિનેતા ઓમ પ્રકાશએ ફિલ્મ ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ (૧૯૫૭), ‘સંજોગ’ (૧૯૬૧) અને ‘જહાન આરા’ (૧૯૬૪) જેવી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે.

image source

અભિનેતા ઓમ પ્રકાશને ભલે ફિલ્મોમાં કામ કરવા માટે ઓફરની કોઈ કમી પડી નહિ હોય પરંતુ એક સમય એવો પણ હતો જયારે ૧૪ વર્ષની ઉમરમાં અભિનેતા ઓમ પ્રકાશ ૩૦ રૂપિયા મહિનાના પગાર સાથે તેઓ કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આ સાથે જ ઓમ પ્રકાશની લવ સ્ટોરી પણ ઘણી મજેદાર હતી. એક કિસ્સો શેર કરતા ઓમ પ્રકાશે કહ્યું કે, મને એક શીખ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ છોકરીના પરિવારના સભ્યો મારી વિરુદ્ધ હતા કેમ કે, હું હિંદુ હતો. મારી માં તેમના ઘરે વાત પણ કરવા ગયા. પરંતુ તેમના પરિવારના સભ્યો માન્યા નહી. ત્યાર બાદ અમે અલગ થઈ જવાનો નિર્ણય કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/omprakash/

Post a comment

0 Comments