Subscribe Us

Header Ads

તુરંત અજમાવો આ ચમત્કારિક ઉપાય અને મેળવો પેટની વધારાની ચરબીની સમસ્યા માંથી મુક્તિ…

મિત્રો ,જો તમે પણ તમારા શરીરમા રહેલી વધારાની ચરબીને ઘટાડવા ઈચ્છતા હોવ એટલે કે, તેને નિયંત્રણમા લાવવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે અમુક પ્રકારના નિયમોનુ પાલન કરવુ અત્યંત આવશ્યક છે. જો તમે આ નિયમોનુ પાલન કરો છો, તો તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે અને લાંબા સમય સુધી તમે સ્વસ્થ અને તંદુરસ્ત પણ રહી શકો છો.

image source

એક તજજ્ઞના મત મુજબ ચરબી ઘટાડવાનુ કે વજન ઘટાડવા માટેનુ કોઈ શોર્ટકટ હોતુ નથી. જો તમે તમારા વજનને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ અને તમારા શરીરમા રહેલી વધારાની ચરબીને દૂર કરીને સુડોળ શરીર મેળવવા ઈચ્છતા હોવ તો તમારે અમુક બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.

Advertisement

image source

આપણા રોજીંદા ભોજનમા પ્રોટીનયુક્ત ભોજનનો અવશ્યપણે સમાવેશ કરવો. જો તમારા શરીરને પૂરતા પ્રમાણમા પ્રોટીન મળી રહે તો તમારુ વજન નિયંત્રણમા રહે. પ્રોટીન એ મનુષ્યના શરીર માટે એક બિલ્ડિંગ બ્લોક્સ છે. ચિકન, ઇંડા, બદામ, કઠોળ, દાળ, સોયા તેમજ દૂધ અને ડેરી ઉત્પાદનો એ પ્રોટીનના બધા જ આરોગ્યપ્રદ સ્ત્રોત છે, આ વસ્તુઓનુ સેવન કરીને તમે આવશ્યક માત્રામા પ્રોટીન મેળવી શકો છો.

image soucre

નિયમિત વ્યાયામ કરવા ઉપરાંત શારીરિક પ્રવૃત્તિ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નિયમિત ફક્ત એક કલાક માટે વ્યાયામ કરો અને બાકીનો આખો દિવસ શારીરિક રીતે નિષ્ક્રિય રહો તો તે આદત તમારુ વજન ઘટાડવામાં મદદ કરશે નહીં. દર ૩૦ મીનીટની બેઠક પછી પાંચ કે દસ મીનીટનો બ્રેક લઈને હલન-ચલન કરો જેથી, તમારા શરીરમા ચરબીના થર જમા ના થાય અને તમને મોટાપાની સમસ્યા સામે રાહત મળે.

Advertisement

image soucre

વજન અને ચરબી ઘટાડવા માટે તમારે નિયમિત વ્યાયામ કરવા કરતા વધુ કેલરી બર્ન કરવાની જરૂર પડે છે. કેલરીનુ પ્રમાણ ઘટાડવા માટે તમારે તમે રોજ જે આહારનુ સેવન કરો છો તે ઘટાડવાની જરૂર નથી પરંતુ, તમારે તમારા આહારમા એવી વસ્તુઓનો સમાવેશ કરવાની આવશ્યકતા છે કે, જે લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે. કટાણે ભોજન ના કરવાથી તમારા શરીરમા કેલરીનુ પ્રમાણ નિયંત્રિત રહે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.

image source

આ ઉપરાંત વજન ઘટાડવા માટે ઊંઘ પણ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જો તમે તમારા વજનને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો આલ્કોહોલનુ સેવન ટાળો કારણકે, તેનુ સેવન તમારી નિંદ્રામા ખલેલ પહોંચાડે છે અને જો તમારી ઊંઘ યોગ્ય રીતે પૂર્ણ ના થાય તો તમારા શરીરમા અસંતુલન સર્જાય છે અને તમારું વજન વધે છે.

Advertisement

image source

આ સિવાય તમારા વજનને નિયંત્રિત રાખવા માટે શરીરને હાઈડ્રેટેડ રાખવુ પણ ખુબ જ અગત્યનુ છે. શરીરની ચરબી ઓછી કરવા માટે પૂરતા પ્રમાણમા પાણી પીવુ આવશ્યક છે. પીવાનુ પાણી તમારા શરીરને હાઇડ્રેટેડ બનાવી શકે છે. માટે જો તમે પણ તમારા વજનને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો આ બાબતો અંગે વિશેષ સાવચેતી અવશ્યપણે રાખો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement

Advertisement

Let's block ads! (Why?)source https://www.jentilal.com/charbimukti/

Post a comment

0 Comments