18 ફેબ્રુઆરીએ થનારા IPL ઓક્શન પહેલા KXIPએ એટલે કે કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમનું નામ બદલી દીધું છે. આઈપીએલના નવા સત્રમાં આ ટીમનું નામ પંજાબ કિંગ્સ હશે.

BCCIના એક સૂત્રના આધારે મળી રહેલી માહિતી અનુસાર ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને સાથે આઈપીએલથી પહેલાં આ કરવાનું યોગ્ય હતું.માટે આ સમયે કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમનું નામ બદલ્યું છે. આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. આ વિચાર ઘણા સમયથી કરાઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજી ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નઇમાં થવા જઈ રહી છે. આ સમયે બીસીસીઆઇ દ્વારા બુધવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કહેવાયું છે કે આઇપીએલની ૧૪મી સિઝન માટે ચેન્નઇમાં એક મિની ઓક્શન યોજવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝી નવા ખેલાડીઓની પસંદગી કરશે. ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ ૧૩૯ ખેલાડીઓને રિટેન રાખ્યા છે, જ્યારે ૫૭ ખેલાડીઓને રીલિઝ કર્યા છે. ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ૨૦ જાન્યુઆરી હતી, જ્યારે ચાર ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો ચાલુ રહેશે.

મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા, કરણ પોલની ટીમ હજુ સુધી એક પણ વખત આઈપીએલ જીતી શકી નથી. ટીમ એક વાર ઉપવિજેતા રહી છે અને એક વાર ત્રીજા સ્થાને રહી છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2021ના ઓક્શનમાં કિંગ્સ ઈલેવન પંજાબે સૌથી વધારે નવા ખેલાડીઓને ખરીદશે.

આ ટીમના પર્સમાં સૌથી વધારે એટલે કે લગભગ 53.20 કરોડ રૂપિયા છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ છે. આ ટીમ પાસે 35.90 કરોડ રૂપિયા છે અને રાજસ્થાન રોયલ્સની પાસે 34.85 કરોડ રૂપિયા છે. કિંગ્સ ઈલેવન પંજાબે ગ્લેન મેક્સવેલ સહિતના કુલ 9 પ્લેયર્સને રીલિઝ કર્યા છે. આઈપીએલ 2021ને જીત માટે હેડ કોચ અનિલ કુંબલે એક મજબૂત ટીમ બનાવવા માટે ઓક્શનમાં સારા ખેલાડીઓને ખરીદવાનો પ્રયાસ કરશે.
રિલિઝ ખેલાડીઓ

ગ્લેન મૈક્સવેલ, શેલ્ડન કૉટરેલ, કરુણ નાયર, હાર્ડસ વિલોઈન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, જીમી નિશામ, કૃષ્ણા ગૌતમ, તજિન્દર સિંહ.
રિટેન ખેલાડી

કેએલ રાહુલ, ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, નિકોલ્સ પૂરન, મનદીપ સિંહ, સરફરાઝ ખાન, દીપર હુડ્ડા, પ્રભસિમરન સિંહ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નલકાંદે, રવિ બિશ્નોઈ, મુરગન અશ્વિન, અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર, ઈશાન પોરેલ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
source https://www.jentilal.com/ipl-kxipname/
0 Comments