ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપટન મહેન્દ્ર સિંહ ધોની લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. પહેલા સાંભળવામાં આવ્યું હતું કે ધોની IPLની 13મી સીઝનમાં પરત ફરવાના છે પણ કોરોના વાયરસના કારણે ટુર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરી દેવામાં આવી છે.એવામાં ધોની રાંચીમાં આવેલા પોતાના ફાર્મહાઉસ કૈલાશપતિમાં આરામ કરી રહ્યા છે. આજે અમે તમને ધોનીના આ ફાર્મહાઉસ વિશે જણાવીશું અને બતાવીશું એની અંદરના ફોટા. તો ચાલો જોઈ લઈએ.

માહીનું ફાર્મહાઉસ રાંચીમાં આવેલું છે. એ નવરાશનો સમય અહીંયા જ વિતાવે છે.

આ ફાર્મહાઉસ એટલું સુંદર છે કે લોકો એનાથી ઈમ્પ્રેસ થયા વગર રહી જ નથી શકતા. ધોનીને પોતાના જુના ઘરેથી અહીં આવતા ફક્ત 20 મિનિટ જ લાગે છે.

એમનું બાળપણ મેકોન કોલોનીમાં એક 2 બીએચકેના ઘરમાં પસાર થયું હતું. એમને વર્ષ 2009માં હરમું રોડ પર ત્રણ માળનું મકાન ખરીદ્યું હતું. એ ત્યાં લગભગ 8 વર્ષ રહ્યા અને પછી પોતાના નવા ફાર્મહાઉસમાં શિફ્ટ થઈ ગયા. ધોનીના આ આલિશાન ફાર્મહાઉસ આગળ કપિલ દેવ, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરના લકઝરી બાંગ્લા પણ ફિકા પડી જાય. કારણ કે ધોનીનું ઘર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું છે.

ધોનીએ બધી જ સગળવને ધ્યાનમાં રાખીને આ ઘરનું નિર્માણ કરાવ્યું હતું. ફાર્મ હાઉસમાં ઇનડોર સ્ટડીયમ છે. ખૂબ જ સુંદર સ્વિમિંગ પુલ પણ છે. માહી અહીંયા ક્રિકેટનો અભ્યાસ કરી શકે એ માટે નેટ પ્રેક્ટિસિંગ મેદાન પણ છે.

ધોનીએ ફિટ રહેવા માટે એમને અહીંયા અલ્ટ્રા મોર્ડન જિમ પણ બનાવડાવ્યું છે

માહી બાઈકના શોખીન છે. એમની પાસે 100થી વધુ બાઈક છે. એમને એકવાર ખરીદ્યા પછી કોઈ જ બાઇક વેચી નથી. એ માટે અલગથી એક ગેરેજ પણ છે જેની ચારે બાજુ કાચ લગાવેલો છે.

ધોનીના ફાર્મહાઉસમાં ચારે બાજુ હરિયાળી છે. એમને જાત જાતના છોડ પણ લગાવ્યા છે. એટલુ જ નહીં એ આ ફાર્મહાઉસમાં ખેતી પણ કરે છે.

થોડા સમય પહેલા જ ધોનીએ સ્વરાજ કંપનીનું નવું ટ્રેકટર પણ ખરીદ્યું છે. ધોની પોતાના ફાર્મહાઉસ પર જૈવિક ખેતી કરવાનું પણ શીખી રહ્યા હતા.
લાકડા અને મારબલનો ઉપયોગ એમને પોતાના ફાર્મ હાઉસમાં ખૂબ જ ઉમદા રીતે કરાવ્યો છે. થોડા થોડા દિવસે મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર ત્યાંના ફોટા શેર કરતી રહે છે. ઘરમાં ફાઈવ સ્ટાર હોટલ જેવું એક રેસ્ટોરેન્ટ પણ છે. જ્યાં ધોની પોતાના મિત્રો સાથે ક્યારેક ક્યારે પાર્ટી પણ કરે છે.

થોડા સમય પહેલા માહી અને સાક્ષીની દીકરી ઝીવાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં એ કચરો ઉઠાવી રહી હતી.
આશ્ચર્યની વાત એ છે કે ક્યારેય એ જાણકારી સામે નથી આવી 3 વર્ષ સુધી કામ ચાલ્યા બાદ બનેલા આ ફાર્મહાઉસમાં મહિના કેટલા રૂપિયા લાગેલા છે.

ધોની અને સાક્ષી ઘણીવાર પોતાના ફાર્મહાઉસના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,
source https://www.jentilal.com/mahendrasingdhini/
0 Comments