Subscribe Us

Header Ads

ઈન્સ્ટાગ્રામ પર 1 વર્ષ પૂરું થતાં કરીનાએ શેર કર્યો ખાસ વીડિયો, જે જોઇને ફેન્સ થઇ ગયા ફિદા, જોઇ લો જલદી તમે પણ

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનએ ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ શરુ કરી લીધાને એક વર્ષ પૂરું થઈ ગયું છે. એટલા માટે કરીના કપૂર ખાનએ એક ખાસ વિડીયો પણ શેર કર્યો છે,

image source

જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

  • -કરીના કપૂર ખાનએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વર્ષ પૂરું કરી લીધું.
  • -કરીના કપૂર ખાનએ એક વર્ષ પૂરું કર્યા પર એક વિડીયો શેર કર્યો છે.
  • -કરીનાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.
image source

અભિનેત્રી કરીના કપૂર ખાનએ એક વર્ષ પહેલા જ પોતાના જોરદાર અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ ખોલીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી લીધી હતી. કરીના કપૂર ખાનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા એક વર્ષ પૂરું થઈ ગયું છે. ત્યારે કરીના કપૂર ખાન ઘણા શાનદાર અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. અભિનેત્રી કરીના કપૂર ખાનએ ઈન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂરું લીધાની ખુશીમાં એક પોસ્ટ શેર કરી છે જેને જોયા પછી ફેંસ તરફથી ઘણા રીએક્શન અને કમેન્ટ્સ કરવા લાગ્યા છે.

કરીના કપૂર ખાનએ માર્ચ, ૨૦૨૦માં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને તેની પર પર્સનલ અને પ્રોફેશનલને સંબંધિત પોસ્ટને લગતા વિડીયો બનાવીને શેર કરતી રહે છે. કરીના કપૂર ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીના કપૂરની એક વર્ષની સફર જોવા મળે છે. તેમ છતાં ફેંસને એવું લાગી રહ્યું છે કે, કરીના કપૂર પોતાના બીજા દીકરાની ફોટોને પણ વિડીયોમાં શેર કરશે પણ આવું કશું જ થયું નહી અને કરીના કપૂરના ફેંસ કરીનાને તેના બીજા દીકરાની એક ઝલક બતાવવાની વિનંતી કરી રહ્યા છે.

image source

કરીના કપૂર ખાનની આ પોસ્ટ પર કરીનાના ઘણા બધા ફેંસ તેમના બીજા દીકરાના ફોટોને લઈને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ગયા મહીને એટલે કે ત્યાં જ ફેબ્રુઆરી મહિનામાં પોતાના બીજા દીકરાનું સ્વાગત કર્યું હતું. તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ કરીના કપૂર ખાનએ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

image source

વર્ષ ૨૦૧૬માં કરીના કપૂર ખાનએ પોતાના પહેલા દીકરા તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. તૈમુર અલી ખાનના જન્મ થઈ ગયા બાદ તૈમુર પાપારાઝીનો ફેવરેટ સ્ટારકીડ બની ગયો હતો. એટલા માટે તૈમુર અલી ખાન જ્યાં પણ જાય છે ત્યાં ફોટોગ્રાફર્સ તૈમુરના ફોટોસ ક્લિક કરવા માટે પડાપડી કરતા જોવા મળે છે. તૈમુર અલી ખાનના ફોટોસ હંમેશાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/kareenainsta/

Post a comment

0 Comments