હાલમાં સચિન વઝે ભારે ચર્ચામાં આવ્યા છે. કારણ કે હાલ એન્ટિલિયાના વિસ્ફોટક જપ્ત કરવાના કેસમાં સચિનનું નામ મોખરે છે અને તેની ઘરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે એવું પણ માનવામાં આવે છે કે તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ફેમસ છે. જો કે હવે તેના ખરાબ દિવસો આવી શકે છે અને ન જાણે કેટ કેટલું સહન કરવું પડશે. પણ જો તેના ઈતિહાસ વિશે વાત કરીએ તો 1990માં મુંબઈ પોલીસમાં એન્ટ્રી લેનાર વઝેએ 63થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં 1980-90ના દાયકામાં જ્યારે અંડરવર્લ્ડનો આંતક વધી રહ્યો હતો, ત્યારે પોલીસે તેના કેટલાક અધિકારીઓને છોટા રાજન, દાઉદ અને અન્ય બદમાશોની ગેંગને ખત્મ કરવાની જવાબદારી સોંપી હતી. ત્યારે આજે તમને મુંબઈ પોલીસના કેટલાક આવા જ એન્કાઉન્ટરો વિશે વાત કરવી છે કે જેમના નામથી અંડરવર્લ્ડના લોકો ડરે છે.

સૌથી પહેલા વાત કરીએ દયા નાયકની તો તેમને મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવતા હતા. તેઓ 1995ની બેચના પોલીસ અધિકારી છે. પ્રદીપ શર્માની જેમ દયા નાયકે પણ મુંબઈમાંથી અંડરવર્લ્ડને ખત્મ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની સંઘર્ષ કથા પણ ગજબની હતી. તેઓ એક સમયે હોટલમાં વાસણ ધોવાનું કામ કરતા હતા. 2012માં તેમને ડિપાર્ટમેન્ટની લોકલ આર્મ્સ વિંગમાં પોસ્ટિંગ મળ્યું. દયા પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. હાલ દયા નાયક ATS ટીમનો ભાગ રહીને ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નામે પણ ઘણા વિવાદ આવી ચૂક્યા છે. ઈન્કમથી વધુ પ્રોપર્ટી મળવાના મામલામાં ACBની તપાસમાં 2006 પછીથી 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2010માં કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા. તેમની પર દાઉદના ડોન છોટા શકીલની સાથે મળીને છોટા રાજનને ખત્મ કરવાનો પણ આરોપ હતો.

એવા જ એક ઓફિસર વિશે વાત કરીએ કે જેનું નામ છે પ્રદીપ શર્મા. તેઓ શિવસેનામાં જોડાયા તે પહેલા ઠાણેમાં ખંડણી વસુલી વિરોધી પ્રકોષ્ઠના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરી હોવાનું કહેવામાં આવે છે. પ્રદીપ શર્માના અંડરવર્લ્ડમાં તેમનુ મજબૂત નેટવર્ક હોવાના રેકોર્ડ છે. શર્માએ 1983માં પોલીસ સેવા શરૂ કરી હતી. 90ના દાયકામાં તે મુંબઈ ક્રાઈમ બ્રાચ ટીમનો ભાગ બન્યા હતા. આ ટીમ એ ટીમ હતી જેને મુંબઈના અંડરવર્લ્ડને ખત્મ કરવા માટે કઈ પણ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી. આ સાથે જ વાત કરીએ તો છોટા રાજનના ગેંગસ્ટર લખન ભૈયાનું નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ પ્રદીપ પર લાગ્યો હતો પરંતુ કોર્ટેમાંથી તેમને ક્લિનચીટ મળી હતી. આ સિવાય મુંબઈના બિલ્ડર જનાર્દન ભાંગે પાસેથી પૈસા લઈને છોટા રાજનને ખત્મ કરવાન આરોપ લાગ્યો હતો. આ મામલામાં પણ તેમને ક્લિન ચીટ મળી ગઈ છે.

વિજય સાલસ્કરનું નામ આવે ત્યારે 26/11નો હુમલો યાદ આવે. કારણ કે 26/11 મુંબઈ હુમલામાં શહીદ થયેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસ્કરે ડોન અરુણ ગવલીની ગેંગનો સફાયો કર્યો હતો. ગેંગસ્ટર અમર નાઈક અને સદા પાવલેની ધરપકડ કરવા બદલ તેઓ સમાચારમાં છવાઈ ગયા હતા. વિજય મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર રાકેશ મારિયાના સૌથી પસંદગીના અધિકારીઓમાંથી એક હતા. તેનું નામ પણ આવા જ એક ઓફિસરમાં લેવામાં આવે છે.

પ્રફુલ ભોંસલે મુંબઈ પોલીસ એન્કાઉન્ટર ટીમના ડેથ સ્કવોડના મેમ્બર માનવામાં આવતા હતા. મુંબઈ હુમલામાં શહીદ થયેલા વિજય સાલસ્કરની સાથે મળીને પ્રફુલે નાયક ગેંગ, અરુણ ગવલી અને છોટા શકીલના ઘણા ગુંડાઓને ખત્મ કરવાનો ફાળો છે અને જેનો લોકો હાલની તકે પણ સલામી કરી રહ્યાં છે.

જો વાત કરીએ અસલમ મોમિનની તો રાજન ગેંગનો મુંબઈમાંથી સફાયો કરવામાં અસલમ મોમિનનો મોટો હાથ હોવાનું કહેવામાં આવે છે. મોમિન માટે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ બાતમીદારોનું સ્ટ્રોગ નેટવર્ક ધરાવતા હતા. તેમના વિવાદમાં અસલમ મોમિન પર દાઉદ પાસેથી પૈસા લઈને રાજન ગેંગને ખત્મ કરવાનો આરોપ લાગ્યો હતો. ઈન્ટરપોલે અસલમ અને દાઉદના ભાઈ ઈબ્રાહિમ કાસકર વચ્ચે થયેલી વાતચીતને ટેપ કરી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.

રવિન્દ્ર આંગ્રે પણ આવા જ એક ઓફિસર છે. મહારાષ્ટ્ર પોલીસના સૌથી મજબૂત નેટવર્ક રાખનાર પોલીસ અધિકારી તરીકે રવિન્દ્રને માનવામાં આવતા હતા. ગેંગસ્ટર સુરેશ માંચેકરની સમગ્ર ગેંગને ઠાર કરવાના કારણે તેઓ તે સમયે સમાચારોમાં છવાઈ ગયા હતા. 6 વર્ષ પહેલા રવિન્દ્ર નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની પાસે ઘણા કરોડની સંપતિ છે. ડોંબિવલીમાં આતંક મચાવનાર સુરેશ મંચેકર અને તેની ગેંગને ખત્મ કરવાનું કામ પણ આંગ્રેએ કર્યું હતું. વર્ષ 2008માં થાણે વિસ્તારના એક બિલ્ડરને ધમકી આપવાના મામલામાં રવિન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેઓ વિવાદમાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,
source https://www.jentilal.com/encounter/
0 Comments