Subscribe Us

Header Ads

વડાપ્રધાન મોદી એક દિવસીય અમદાવાદની મુલાકાતે, 1100થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે, આવો છે આખો કાર્યક્રમ

માદરે વતન ગુજરાત આજે પીએમ મોદી આવી રહ્યા છે અને જેને લઈને આગલા દિવસોમાં તડામાર તૈયારીઓ પણ જોવા મળી હતી. ત્યારે આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે. પીએમ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મોદી આવવાના છે એના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત કથળે નહી તે માટે જડબેસલાક બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે જેના વિશે તમને અમે જણાવવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદની એક દિવસની મુલાકાતને પગલે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના દ્રશ્યો પણ જોવા મળી રહે છે.

image soucre

જો આ સુરક્ષા વિશે વધારે વાત કરીએ તો એરપોર્ટ અને ગાંધીઆશ્રમના રસ્તાઓને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ જ ખામી ન રહે તે માટે પોલીસે આ રૂટ પર રિહર્સલ પણ કર્યું હતું અને તેમાં આવતી ખામીઓ દુર કરી વધારે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન આજે સવારે 10 વાગ્યે એરપોર્ટ પર આવશે એવી વાત જાણવા મળી છે. ત્યારબાદ એરપોર્ટથી રિવરફ્રન્ટના રસ્તા પરથી સાબરમતી ગાંધીઆશ્રમ પહોંચશે અને ત્યારબાદની વાત કરીએ તો ગાંધીઆશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન ભાગ લેશે.

image soucre

ઉલ્લેખનીય છે કે દાંડીયાત્રાના91 વર્ષ પુરા થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર દાંડીયાત્રાનો વડાપ્રધાન ફ્લેગમાર્ચ કરશે એવી પણ માહિતી મળી છે. વડાપ્રધાનના રૂટ પર ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જેના કારણે લોકોને પણ અગાઉથી ચેતવવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમન પહેલા એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કરી લીધું છે. જ્યારે બીજી બાજુ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થનારી ટી-20 મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો પણ આવવાના છે. તો આ રીતે મોદીના આગમનને લઈ ભારે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

image soucre

આ સાથે જ માહિતી મળી રહી છે કે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે. સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે. આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. ગાંધીઆશ્રમની બાજુમાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધી સ્થળ અભય ઘાટ પાસે વિશાળ ડોમ તૈયાર કરાયો છે. જ્યાં પીએમ મોદી સંબોધન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/vadapradhan/

Post a comment

0 Comments