Subscribe Us

Header Ads

કોરોનાનો માર એવો પડ્યો કે 13 હજારમાંથી 5500 બસ વેચવા કાઢી, નુકસાન વિશે જાણીને તમને પેઢીઓનો વિચાર આવશે

કોરોનાની ગતિ વધે અને ઘટે. ફરી ઘટે અને વધે. ત્યારે હવે ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે અને કેસમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં મોટા મોટા શહેરોમાં સરકારે કોરોનાને નાથવા માટે પગલાં પણ લીધા છે. એમાં કંઈ કેટલા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે અને એમાંથી એક ઉદ્યોગ એટલે ટ્રાવેલ ઉદ્યોગ. કોરોનાના કેસ સતત વધતા રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. ટૂર-ટ્રાવેલચાલકોના ફેડરેશનના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો હાલમાં વેચવા કાઢી છે એવી હાલત થઈ ગઈ છે.

image source

30 ટકા બસો તો વેચાઇ પણ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં પડી છે. બસ દોડે કે પાર્કિંગમાં ઊભી રહે પણ એક બસ મહિને 21 હજારથી લઇ 39 હજાર સુધી આરટીઓનો ટેક્સ, 7000 વીમો, 20000 ડ્રાઇવર-ક્લિનર, બેંક હપતો, કર્મચારીના પગાર, જીએસટી, 3500 બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ હોય છે. કોરોનાની પ્રથમ લહેરનો ફટકો સહન થયો નથી, ત્યાં બીજી લહેરમાં ખાનગી બસ-સંચાલકોની કમર તૂટી ગઇ છે.

image soucre

હાલમાં કુલ નુકસાન વિશે વાત કરીએ તો રાજ્યમાં 2300 કરોડનું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ આવે છે. એકલા અમદાવાદના ટૂર-ટ્રાવેલ-સંચાલકોને જ કુલ 1500 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચી દેવાની ફરજ પડી છે જ્યારે વિવિધ ટ્રાવેલ-સંચાલકોએ 1,250 બસો વેચવા કાઢી નાંખી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના લીધે 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂકવાની પરિસ્થિતિ આવી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે પટેલ ટ્રાવેલ્સે પોતાની 50 બસો વેચી દીધી હોવાની જાહેરાત કરતાં જ લોકોમાં ચિંતા વધી ગઈ છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત ટૂરિસ્ટ વેહિકલ ઓપરેટર એસોસિયેશનના પ્રમુખ કિરણ મોદીએ કહ્યું હતું કે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે, જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિને નોકરી ગુમાવવી પડી છે.

image source

આ વાત લોકોમાં સામે આવતાં જ કરુણતા જોવા મળી હતી. કિરણ મોદીએ આગળ પણ વાત કરી કે વાત અહીં જ અટલી નથી જતી. 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિનું ભરપોષણ અટકી ગયું છે, એનો અમને ભારે ખેદ છે. બસ દોડતી નહીં હોવાથી સરકારનો છ મહિનાના ટેક્સ રાહતનો કોઇ ફાયદો થયો નહીં.

image source

ખાનગી બસના બિઝનેસને ઉગારવા સરકારે લોનના હપતા અને ટેક્સમાં હાલ 6 માસની રાહત આપવી જોઇએ એવી પણ માગ કરવામાં આવી રહી છે. એ જ રીતે અખિલ ગુજરાત પ્રવાસી વાહનસંચાલક મહામંડલના ચેરમેન અને પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1988માં પ્રથમ ખાનગી ટ્રાવેલ્સ બસ ખરીદી બિઝનેસ શરૂ કર્યો. બાદમાં 300 બસ વસાવી હતી. મહામારીમાં બેંક લોનનું ભારણ વધતા ડિફોલ્ટરની સ્થિતિ ન સર્જાય એ માટે 50 બસો વેચવી પડી. ભૂખ્યા સૂઇ જવું પોષાય, ડિફોલ્ટર બની પ્રતિષ્ઠા ગુમાવવી ન હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/coronanomaar/

Post a comment

0 Comments