Subscribe Us

Header Ads

સોનું ખરીદતા પહેલા જાણી લેશો આ વાત તો નહીં આવે પસ્તાવવાનો વારો, જાણો 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ફરક

અવાર નવાર ઘરમાં કોઈ પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ કારણ. મહિલાઓ સોનું ખરીદવા માટે હંમેશા તૈયાર રહે છે. મહિલાઓ જ્યારે પણ સોનું ખરીદે છે ત્યારે ક્યારેક પરંપરાને અનુસરે છે તો ક્યારેક પોતાના માટે પણ ખરીદી લે છે.

imag source

હાલમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનામાં ભાવ ઘટાડાના કારણે મોટી રાહત મળી છે. અન્ય તરફ લગ્ન સીઝનની તૈયારી છે ત્યારે પણ જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે જાણી લેવું જરૂરી છે કે 24 કેરેટ સોનું અને 22 કેરેટ સોનું આ બંનેની વચ્ચે શું ફરક છે.

કેરેટનો અર્થ શું છે અને ફાયદામાં કઈ રીતે રહેશો

image source

22 કેરેટ અને 24 કેરેટની વચ્ચેનો ફરક સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે કેરેટ શું છે. આ સોનાની શુદ્ધતાને માપવા માટેનો એક ખાસ શબ્દ છે. કેરેટ મૂલ્ય જેટલું વધારે રહેશે તેટલું સોનું શુદ્ધ રહેશે. તેને 0-24 સુધીના અંકમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેને તમે ખરીદી શકો છે. અન્ય ધાતુ જેમકે તાંબુ, નિકલ, ચાંદી, પેલેડિયમને સોનામાં જોડવામાં આવે છે તેથી તેને મજબૂત કરી શકાય અને તેનાથી જ્વેલરી બનાવી શકાય. આ પ્રકારે એમ કહેવાય કે કેરેટ અન્ય ધાતુ કે મિશ્ર ધાતુના સોનાથી સરખામણીનું માપ છે.

24 કેરેટ સોનાની ખાસિયત

image source

આ સોનું શુદ્ધ હોય છે અને સંકેત આરે છે તે 24 ભાગ શુદ્ધ છે. તેમાં અન્ય કિમતી ધાતુઓ મિક્સ કરાઈ નથી. તેનો રંગ સ્પષ્ટ રીતે ચમકતો પીળો હોય છે અને અન્ય પ્રકારની તુલનામાં તે મોંઘુ હોય છે. ખાસ કરીને આટલા કેરેટના સોનાના સિક્કા કે બારના રૂપમાં લોકો ખરીદવાનું પસંદ કરે છે.

22 કેરેટ સોનાની ખાસિયત

image source

22 કેરેટ સોનાના આભૂષણમાં 22 ભાગ સોનું છે અને 2 ભાગ અન્ય ધાતુ હોય છે. આ પ્રકારને સોનાના આભૂષણો બનાવવામાં વાપરવામાં આવે છે. કેમકે તે 24 કેરેટ સોનાથી વધારે કઠણ હોય છે. નંગની સાથે આભૂષણોને માટે 22 કેરેટ સોનાને પ્રાથમિકતા હીં આપવામાં આવે.

18 કેરેટ સોનું

image source

આ ભાગમાં 75 ટકા સોનું અને 25 ટકા તાંબુ અને ચાંદીનો હોય છે. અન્ય 2 પ્રકારની સરખામણીએ આ સસ્તું હોય છે. તેનો ઉપયોગ સ્ટડ અને હીરાના આભૂષણો બનાવવા માટે કરાય છે. તેનો રંગ સામાન્ય પીળો હોય છે. સોનાનો ભાગ ઓછો હોવાથી 22 અને 24 કેરેટની તુલનામાં તે વધારે મજબૂત હોય છે. ઓછા કેરેટના સોનાના ઉચ્ચ કેરેટ વિકલ્પની તુલનામાં તેનું વજન ઓછું રહે છે. આ સોનાનું મૂલ્ય ઓછું હોય છે કેમકે 18 કેરેટમાં સોનું ઓછું હોય છે. તેના આભૂષણો વજનમાં હલકા, સસ્તા અને ટકાઉ હોય છે.

14 કેરેટ સોનું

આ પ્રકારમાં 58.5 ટકા સોનું અને અન્ય ભાગમાં અન્ય ધાતુઓ હોય છે. ભારતમાં તેનુ ચલણ નહીંવત જોવા મળે છે.

રોકાણ માટે કયું સોનું ખરીદશો -22 કેરેટ કે 24 કેરેટ

image source

જો તમે રોકાણ કે ઈમરજન્સી માટે સોનું ખરીદી રહ્યા છો તો તમારે 24 કેરેટ સોનું ખરીદવું. તેમાં 99.0 ટકા સોનું હોય છે. જ્યારે 22 કેરેટમાં 91.7 ટકા સોનું હોય છે. જો તમે 24 કેરેટ સોનાનો સિક્કો ખરીદો છો તો તેની શુદ્ધતાની ચકાસણી માટે એક હોલમાર્ક પ્રમાણપત્ર લો. બીઆઈએસ હોલમાર્ક વાળા જ્વેલર્સથી સોનું ખરીદવું સારું છે. જેથી તેને વેચતી સમયે સોનાનો યોગ્ય ભાવ મેળવી શકાય.

આભૂષણ માટે કયું કેરેટે સૌથી વધારે સારું રહે છે

image source

આ એ વાત પર આધાર રાખે છે તે તમે આભૂષણને કેટલા પહેરવાના છો અને તમારે તેની મજબૂતી કેટલી જોઈએ છે. 14 કેરેટ કે 18 કેરેટ સોનાના આભૂષણ એ લોકો માટે સારા છે જેમને સોનાના આભૂષણો રોજ પહેરવાના છે. સાથે તેને પહેરીને એવા કામ કરવાના છે જેની અસર જ્વેલરી પર થાય છે. તો તે 22 કેરેટ સોનાની જ્વેલરીમાં શક્ય નથી. કેમકે આ રત્ન ધારણ કરવા માટે ગરમ હોય છે.

image source

તો હવેથી જ્યારે પણ સોનાની ખરીદી કરો ત્યારે તમારો હેતુ શું છે તે નક્કી કરો અને પછી કેરેટના આધારે સોનાની ખરીદી કરો. આમ કરવાથી તમને લાંબા ગાળાનો લાભ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/knowaboutgold/

Post a comment

0 Comments