Subscribe Us

Header Ads

સુરતમાં વેક્સિન લીધાના 24 કલાકમાં વૃદ્ધ મહિલાનું મોત, જાણો શું છે કારણ

દેશ અને રાજ્યમાં કોરોનાની ગતિ જે રીતે વધી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે. સતત કેસ વધવાના કારણે સરકાર પણે ટેન્શનમાં છે. તેઓએ રાજ્યોને ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે. આ સમયે ક્યારેક બેદરકારની ઘટનાઓ બને છે. પરંતુ તેમાં જ્યારે કોઈ વ્યક્તિનો જીવ જાય તો તે વધારે શરમજનક બને છે.

image source

હા આવી જ ઘટના સુરતમાં બની છે. સતત ટેસ્ટિંગ વધારવાને લઈને તંત્ર કામે લાગ્યું છે. ગઈકાલે આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરતના કામરેજના મોરથાણા ગામમાં એક વૃદ્ધ મહિલાને વેક્સીન આપવામાં આવી હતી અને વેક્સીન લીધાના 24 કલાકમાં મહિલાનું મોત થયું હતું. જ્યારે વૃદ્ધાનું મોત થયું ત્યારે તેની તપાસ માટે તંત્ર દોડતું થયું છે. એક દિવસ પહેલાથી તેઓ બીમાર પણ હતા.

માથુ દુઃખવાની સાથે ચક્કર આવવાની હતી ફરિયાદ

image source

વૃદ્ધાના કેસની તપાસમાં તેમના જમાઈએ કહ્યું છે કે વેક્સીન લીધાના પહેલાથી જ રમીલાબેન બીમાર હતા. તેમને તાવ અને શરદીની ફરિયાદ હતી. તેની દવા ચાલી રહી હતી. આ સાથે જ શુગર અને પ્રેશરને તપાસ્યા વિના વેક્સીન અપાઈ કે નહીં તે મોટો પ્રશ્ન છે. જ્યારે રમીલા બેને વેક્સીન લીધી ત્યારથી જ તેમને માથુ દુઃખવાની અને સાથે જ ચક્કર આવવાની ફરિયાદ સતત આવી રહી હતી. આ સમયે પરિવાર તેમને સ્વાસ્થ્ય સેન્ટર પર લઈ ગયો હતો. ઓક્સીજન લેવલ સતત ઘટી જવાના કારણે તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરાયા અને સારવાર શરૂ કરાઈ હતી.

શુગરના દર્દીને તપાસ બાદ જ આપવી વેક્સીન

પ્રાથમિક સારવાર માટે ફરી રહેલા રમીલાબેનનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. સંયુક્ત પરિવારમાં રહેતા રમીલાબેનનો પરિવાર ખેતી કરે છે. જમાઈએ અરજ કરી છે કે આવું કોઈ બીજા સાથે ન થાય. સ્થાનિક ડોક્ટર્સ પોતાની ફરજ સારી રીતે નિભાવે અને પછી વેક્સીન આપી શકાશે કે નહીં તે નક્કી કરે. તો કોઈનો જીવ ન જાય.

પોલીસે શરૂ કરી તપાસ

image soucre

મધ્યમ વર્ગના પરિવારમાં વેક્સીન લીધા બાદ રમીલાબેનનું 24 કલાકમાં મોત થયું છે. આખા સુરતમાં જ વેક્સીનની સાઈડ ઈફેક્ટ થતી હોવાની ફરિયાદ મળી રહી છે પણ તંત્ર તરફથી કોઈ કાન દઈ રહ્યું નથી.

સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે

image soucre

હાલમાં સુરતમાં 113 ગંભીર દર્દીઓ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 69 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર, 19 બાઇપેપ પર રખાયા હોવાનું જાણવા મળ્યું છે. 45 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર રખાયા છે અને સ્મીમેરમાં 44 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે. જેમાંથી 8 વેન્ટિલેટર પર અને 14 દર્દીઓ બાઇપેપ પર રખાયા હોવાની માહિતી મળી રહી છે. આ સિવાય 22 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર નિર્વાહ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/suratavacine/

Post a comment

0 Comments