Subscribe Us

Header Ads

ગુજરાતના 4 મહાનગરમાં આજથી રાત્રી કર્ફ્યૂ, તમે પણ સોસાયટીમાં હરવા-ફરવાનું વિચારતા હોવ તો સાવધાન, વાંચી લો અમદાવાદ પોલીસ કમિશનરનું આ જાહેરનામું

દેશમાં કોરોના સંકટ હજુ છે. એવામાં કેંદ્રીય ગૃહ મંત્રાલયે કોરોના મહામારી રોકવા માટે લાગુ ગાઈડલાઈનની સમયમર્યાદા વધારી છે. દેશભરમાં કોવડ-19 સાથે જોડાયેલા દિશાનિર્દેશ હવે 31 માર્ચ સુધી લાગુ રહેશે. આ સંદર્ભમાં કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં તમામ રાજ્યોને સાવધાની રાખવાની અને કડક પગલા લેવાની સલાહ આપી છે.

image soucre

ગૃહ મંત્રાલયે કહ્યું, કોરોના વાયરસ સાથે જોડાયેલા દિશાનિર્દેશોનું કડક પાલન કરવામાં આવે. પડોશી દેશો સાથે વેપાર માટે આવન-જાવન અને વસ્તુઓની લેવડ-દેવડ પર કોઈ પ્રતિબંધ નથી.મંત્રાલયે કહ્યું દેશમાં એક્ટિવ કેસ અને નવા કેસની સંખ્યામાં છેલ્લા કેટલાક મહિનાઓની તુલનામાં ઘટાડો થયો છે. પરંતુ મહામારીને સંપૂર્ણ દૂર કરવા માટે સાવધાની રાખવી અને કડક પગલા લેવા જરૂરી બને છે.ગુજરાતના 4 મહાનગરમાં આજથી રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર જાહેરનામુ પાડ્યું છે.

image source

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે.

image soucre

પોલીસે જણાવ્યું કે, લોકોએ રાત્રે 10 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવુ. રાત્રે 10 વાગ્યા બાદ માર્ગ, શેરી, ગલીમાં લોકોએ ઉભા ન રહેવુ. અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાયના ધંધાકીય એકમો બંધ રાખવા પડશે.

image soucre

સાથે જ જાહેર રસ્તા, સોસાયટી કે ગલીમાં એકઠા થવા પર અને પગપાળા કે વાહનોમાં હરવા-ફરવા પર મનાઇ ફરમાવી છે. તેમજ અમદાવાદ શહેરના લોકોને રાત્રે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જો કે, એરપોર્ટ કે રેલવે સ્ટેશને જવા માટે મુસાફરો માટેની કેબ સેવા ચાલુ રહેશે. પરંતુ મુસાફરી કરનારે માન્ય ટિકિટ રજૂ કરવાની રહેશે.

image soucre

તો સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં રાતના 10 વાગ્યા બાદ રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે. આ ઉપરાંત અંતિમ સંસ્કારવિધિમાં 20 લોકો એકઠા થઇ શકે તે રીતે પરવાનગી અપાશે.

ગુજરાત કોરોના કેસ(16-3-2021)

image soucre

સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 954 નવા દર્દી જ્યારે 703 દર્દીઓ સાજા થયાં છે. ગઇકાલે અમદાવાદમાં 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તો સુરત શહેરમાં 263 કેસ અને ગ્રામ્યમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 241 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 80 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/mahanagercurfu/

Post a comment

0 Comments