Subscribe Us

Header Ads

ચાલુ વાહનમાં ગૂગલ મેપનો ઉપયોગ કરવાથી 5 હજાર સુધીનો મેમો ફાટશે, નવા નિયમો જાણી લો ફટાફટ

લોકો હવે અધ્યતન સુવિધાનો ભરપુર ઉપયોગ કરતા થયાં છે. આજના સમયમાં જો કોઇને રસ્તો ખબર ન હોય તો અન્ય લોકોને પૂછવાનુ ટાળે છે. લોકો નેવિગેશન દ્વારા રસ્તા વિશે જાણી લેતા હોય છે અને પોતાની મંજીલે પહોંચતા હોય છે. આ જ કારણ છે કે ગુગલ મેપનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહી મહત્વની વાત એ છે કે જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે તમારા હાથમાં મોબાઇલ સાથે ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છો તો તે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.

?

image soucre

ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનો ભારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં એક વ્યક્તિનું ચલણ પોલીસે કાપી નાખ્યું હતું. મેપના ઉપયોગ બાબતે જ તે ચલણ કાપવામાં આવ્યું હતુ. આ રીતે ચલણ અપાતા કાર ચાલકે દલીલ કરતા કહ્યુ હતુ કે તે કોઈની સાથે કોલ પર વાત કરી રહ્યો નથી, તો પછી તેમનું ચલણ કેમ કાપવામાં આવ્યું છે. આ મામલે દિલ્હી પોલીસે કહ્યું હતુ કે ડેશબોર્ડ અથવા હેન્ડહેલ્ડ પકડીને ગૂગલ મેપનો ઉપયોગ કરવો તે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે. આ માટે કારણ જણાવતા પોલીસે કહ્યુ હતુ કે આમ કરવાથી વાહન ચલાવવા દરમિયાન ખલેલ થઈ શકે છે. કાર ચાલકનુ ધ્યાન ભટકી શકે છે.

image source

પોલીસે કહ્યુ હતુ કે આ કેસ નિયમોની વિરુદ્ધ છે. અહી બેદરકાર ડ્રાઇવિંગની શ્રેણીમાં આ કેસ છે. જેથી નિયમો મુજબ ચલણ 5 હજાર સુધી કાપી શકાય છે. આપણે અવારનવાર રસ્તા પર જોતા હોઇએ છીએ કે કઈ રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનું નેવિગેશન મોબાઇલમા ચાલુ રાખે છે અને સાથે એક હાથથી વાહન પણ ચલાવે છે.

image soucre

લોકો પોતાનો સમય બચાવવા પણ ઘણી વખત આ એપનો ઉપયોગ કરે છે. આ એપ દ્વારા તમે રસ્તા વિશે તો જાણી શકો છો પણ આ સાથે તમે જે રસ્તા પર જઈ રહ્યા છો તેમા આગળ પહોચતા કેટલીક ટ્રાફિક છે તેના વિશે પણ માહિતી મેળવી શકો છો. આ માહિતી અગાઉથી મળી જતા એ ફાયદો થાય છે કે સમય રહેતા તમે બીજો રસ્તો પસંદ કરી શકો છો. જેને લોકો ગૂગલ મેપના ફાયદા તરીકે જોઈ રહ્યા છે. હવે પોલીસનુ કહેવુ છે કે આ એપના ફાયદાની સાથે તમને તેના કેટલાક ગેરફાયદ વિશે પણ જાણકારી હોવી જરૂરી છે.

image soucre

આ સાથે આવી એપનો ઉપયોગ કરતા પહેલા તેના ગેરફાયદા વિશે વિચારવુ જોઇએ જેથી અકસ્માતોના વધતા જતા આંકડાને રોકી શકાય છે. જો તમે તમારા વાહનમાં તમે હાથમાં મોબાઇલ પકડીને ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છો તો મોટર વ્હીકલ એક્ટ 2020માં 5 હજાર રૂપિયા સુધીનું ચલણ કાપવાની જોગવાઈ છે. તમારા માટે ફાયદાકારક રહેશે કે તમે વાહનમા મોબાઇલ હોલ્ડર લગાવી લો. તમે મોબાઇલ હોલ્ડરની મદદથી ફોન વાહનમા લગાવીને ગૂગલ મેપનો ઉપયોગ કરી શકો છો. જેથી તમે કાયદાના નિયમનું ઉલ્લંઘન કર્યુ ગણાતું નથી.

image soucre

મોબાઇલ હોલ્ડરને લગાડવા માટે કરાતા ખર્ચા વિશે વાત કરીએ તો બાઇકમાં હોલ્ડર લગાવા માટે 200 રૂપિયા અને કારમાં 1 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. જો તમે સમયસર મોબાઇલ હોલ્ડર ફીટ કરાવી લો તો તમને એ ફાયદો થશે કે 1 હજાર રૂપિયા ખર્ચ કરીને તમે 5 હજાર રૂપિયાના ચલણ કપાતુ ટાળી શકો છો. પોલીસ પણ આ રીતે નિયમોનુ પાલન કરી અને લોકોને પોતાની સુરક્ષા જાળવા અપીલ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/cadandgooglemap/

Post a comment

0 Comments