Subscribe Us

Header Ads

આ 7 પ્રકારના છોકરાઓને છોકરીઓ કરે છે ખૂબ જ પસંદ, જાણો તમારી ગણતરી આમાં થાય કે નહીં..

શુ તમે ખૂબ જ સ્માર્ટ છો? શુ તમારે સિક્સ પેક એબ્સ પણ છે? તો પણ કોઈ છોકરી તમારી તરફ ધ્યાન નથી આપી રહી જ્યારે તમારા ખૂબ જ સાધારણ દેખાવના મિત્રને ખૂબ જ સુંદર અને આકર્ષક ગર્લફ્રેન્ડ છે. આવું કેમ? તો ચાલો જાણી લઈએ પુરુષોની એ સાત ખૂબીઓ જેમને સ્ત્રીઓ પસંદ કરે છે.

બુદ્ધિમાન પુરુષ.

image soucre

આ સમજદારીની વાતો કરે છે. એમનું સેન્સ ઓફ હ્યુમર ગજબનું હોય છે. એમની વાતો, ભલે જોક્સ, પોલિટિક્સ કે દુનિયાના કોઈ પણ વિષય પર હોય, એટલી રસપ્રદ હોય છે કે એને દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે. એમની સાથે કલાકો બેસીને પણ કોઈ બોર નથી થતું.

કેમ કરે છે એ દિલો પર રાજ?

કોઈપણ સંબંધને નિખારવામાટે ઇંટલેક્ચ્યુલ કનેક્શન હોવું ખૂબ જ જરૂરી છે. નહિ તો સંબંધ ખૂબ જ બોરિંગ બની જાય છે.

તો બે બુદ્ધિમાન લોકો વચ્ચે સંબંધ વધુ ટકે છે .

સ્ત્રીઓ હંમેશાથી ન ઇન્ટેલિજન્ટ પુરુષો તરફ આકર્ષિત થઈ જાય છે.

આત્મવિશ્વાસી પુરુષ.

આવા પુરુષના ઈરાદા મજબૂત હોય છે. એમને પોતાની જાત પર વિશ્વાસ હોય છે. એ ક્યારે ઇનસિક્યોર નથી થતા. એમની વાતો તેમજ વ્યવહારમાં જ પાવર અને કંટ્રોલ છલકાય છે. એ બીજા પુરુષોની ઈર્ષ્યા નથી કરતા અરે એમને તો પત્નીના પુરુષ મિત્રો કે કલીગથી પણ કોઈ ઈર્ષ્યા નથી થતી. એમનો આત્મવિશ્વાસુ નેચર સ્ત્રીઓ પસંદ કરે છે.

કેમ કરે છે દિલ પર રાજ?

સ્ત્રીઓ આત્મવિશ્વાસુ પુરુષો તરફ વધુ આકર્ષિત થાય છે

એ એમના પર સરળતાથી ભરોસો કરી લે છે.

આવા પુરુષો કોઈપણ વાતમાં સ્ત્રીઓ પર નિર્ભર નથી રહેતા.

પોતાનો નિર્ણય જાતે જ લે છે.

સ્ત્રીઓ પર પોતાના નિર્ણય નથી લાદતા અને એમને પણ ઘણી આઝાદી આપે છે.

બસ આ જ વાતો સ્ત્રીઓને એમના પ્રત્યે આકર્ષે છે.

આર્ટિસ્ટિક પુરુષ.

આર્ટિસ્ટિક પુરુષ સ્પોન્ટનીયસ હોય છે અને એ એ જ પળમાં જીવવાનું પસંદ કરે છે. આવા પુરુષો પોતાના આર્ટિસ્ટિક અંદાજ અને ક્રિએટીવીટીથી સ્ત્રીઓને પ્રભાવિત કરતા રહે છે. જેમ કે એમની ગર્લફ્રેન્ડ માટે પેઇન્ટિંગ બનાવવી કે એના માટે ગીત લખવું. સ્ત્રીઓને આ બધું ગમે છે.

કેમ કરે છે દિલ પર રાજ.

દરેક સ્ત્રી પોતાને બધાથી અલગ અને ખાસ સમજે છે.

જ્યારે આર્ટિસ્ટિક પુરુષ કહે છે કે તું મારી પ્રેરણા છે તો એ ભાવુક થઈ જાય છે.

પુરુષોના દિલ દિમાગ પર પોતે છવાયેલી છે એ વાતનો અહેસાસ એમને સુખથી ભરી દે છે.

વિદેશી કે બીજી સંસ્કૃતિના પુરુષો.

સ્ત્રીઓને આ પ્રકારના પુરુષો ખૂબ જ ગમે છે. એમના બોલવાની રીત અને દુનિયાને જોવાનો અંદાજો એમને આકર્ષિત કરે છે. સ્ત્રીઓને એમના રીત રિવાજ અને રૂટિન લાઈફ ભલે થોડી અજીબ લાગતી હોય પણ એ એમનો એટલી દિવાની હોય છે કે આ બધી વાતોને અવગણી નાખે છે.

કેમ કરે છે દિલ પર રાજ?

આવા પુરુષો જે જિજ્ઞાશુ પ્રવૃત્તિના હોય છે, અને છોકરીઓને સારા અને આકર્ષિત લાગે છે.

ઘણીવાર એમનું વિદેશી હોવું છોકરીઓને આકર્ષિત કરે છે.

અલગ સંસ્કૃતિમાં ઉછેર થવાથી અને નવા કલચરને જાણવું એમને નજીક લાવે છે.

બિન્દાસ પુરુષ.

image source

ઘણીવાર સ્ત્રીઓ બિન્દાસ ટાઈપના પુરુષો તરફ જલ્દી આકર્ષિત થઈ જાય છે. એમના એડવેન્ચર, પછી એ બાઇક ચલાવવી હોય કે ઓફિસથી ભાગીને મળવા આવવું કે પછી કંઈપણ બિન્દાસ કામ….અમુક સ્ત્રીઓ આ અદાઓ પર લટ્ટુ થઈ જાય છે

કેમ કરે છે એ દિલો પર રાજ?

સ્ત્રીઓ વિચારે છે કે એવા પુરુષો દુનિયામાં બીજી કોઈ વસ્તુની નહિ પણ ફક્ત એમની ચિંતા કરે છે.

અને હંમેશા આ જ વાતથી એ ખુશ થઈ જાય છે..

બિન્દાસ પુરુષોની બોલ્ડ સ્ટાઇલ એમને આકર્ષિત કરે છે.

સેન્સેટિવ પુરુષ.

image soucre

આ પ્રકારના પુરુષો સ્ત્રીઓની લાગણીઓને સમજે છે અને એમને માન સમ્માન આપે છે. આવા પુરુષો તમારા માટે કારનો દરવાજો ખોલે છે., ડિનર માટે ખુરશી ઓફર કરે છે અને ડિનરનું બિલ પણ આપે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તમને કોઈ અસુવિધા ન થાય.

કેમ કરે છે દિલો પર રાજ.

સ્ત્રીઓને એમની રિસ્પેક્ટ આપવાની અને સ્પેસ આપવાની આદત ગમે છે.

એ જાણે છે કે જિંદગીભર સાથ નિભાવવા માટે આ પ્રકારના ગુણવાળો પુરુષ હોવો જોઈએ એટલે એ એમના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે

રોમેંટિક પુરુષ.

image source

આ પ્રકારના પુરુષ રોમાન્સમાં વિશ્વાસ કરે છે અને થોડા ફિલ્મી હોય છે. એ પોતાની ગર્લફ્રેન્ડ માટે હંમેશા ફૂલ, બુકે કે ચોકલેટ લઈને આવે છે. કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જાય છે. વારંવાર ફોન કરે છે અને ઘણીવાર એ એહસાસ કરાવે છે કે તમે હંમેશા એમના ખ્યાલોમાં રહો છો અને એ તમને ભૂલી જ નથી શકતા.

કેમ કરે છે દિલ પર રાજ?

સ્ત્રીઓને પોતાના વખાણ સાંભળવા ગમે છે.–

એ ખુદને ખાસ સમજે છે અને રોમેન્ટિક પુરુષ એમને આ જ વાતનો અહેસાસ કરાવે છે.

સ્ત્રીઓ એમના રોમેન્ટિક અંદાજ પર ફિદા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/seventypeofboy/

Post a comment

0 Comments