Subscribe Us

Header Ads

હોળીની રજામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે ખુલ્લુ, જાણો ક્યાં રહેશો અને કેવી રીતે મેળવશો ટિકિટ, સાથે જાણો બધી જ માહિતી એક ક્લિકે

હોળીની રજાઓમાં આ વખતે શનિવારને પણ તમે ઈચ્છો તો જોડી શકો છો. શનિવારથી સોમવાર સુધીની 3 દિવસની રજાનો તમે જો ફરવા માટે ઉપયોગ કરવા ઈચ્છો છો તો ગુજરાતમાં રહીને જ તમે મજા માણી શકો છો. હા અહીં વાત થઈ રહી છે કોરોનાના નિયમ અનુસાર હોળીના તહેવારમાં પણ ચાલુ રહેનારા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની. આ વિશ્વની સૌથી ઉંચી ગગનચુંબી પ્રતિમા છે. આ મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલની છે. જે હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે અને હવે તે આસમાનની શોભા પણ વધારી રહી છે. આ પ્રતિમા ઉંચાઈમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી પણ બમણી છે.

sardar
image soucre

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દુનિયાના 8 અજૂબામાં સામેલ કરાઈ છે. અહીં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. લોકો માટે જોવાનું અને જવાનું ખૂબ જ સરળ છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં સાધુ આઈલેન્ડમાં સ્થિત છે. તેને પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે.સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની વિશાળ પ્રતિમા 7 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. તેની ખાસિયત જાણ્યા બાદ તમે અહીં ફરવાનો પ્લાન બનાવી જ લેશો.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

statue_of_unity_ticke
image soucre

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી પ્રતિમા છે. તે હવે જમીનની સાથે સાથે આસમાનની શોભા પણ વધારી રહી છે. તેની લંબાઈ 182 મીટર છે અને અને તેને 7 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઉંચાઈમાં અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી બમણી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં 2 લિફ્ટ લગાવાઈ છે જેનાથી સરદારની છાતી સુધી પહોંચી શકાય છે. અહીંથી તમે સરદાર સરોવર બંધ પણ જોઈ શકો છો. સરદારની મૂર્તિ સુધી પહોંચવા પર્યટકો પુલ અને બોટની વ્યવસ્થાનો પણ લાભ લઈ શકે છે. આ સ્ટેચ્યૂની અન્ય ખાસિયત છે કે તે 180 કિમી પ્રતિ કલાકની રફ્તારથી ચાલનારી હવામાં પણ સ્થિર રહી શકે છે અને સાથે જ 6.5 ના ભૂકંપને પણ સહન કરી શકે છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધી કેવી રીતે પહોંચશો

image soucre

સરદાર પટેલની આ પ્રતિમા ગુજરાતમાં વડોદરાથી લગભગ 90 કિમી દૂર છે. પહેલાં અહીં આવવા વડોદરાથી ટ્રેન અને ફ્લાઈટ હતી પણ હવે અલગ અલગ વિસ્તારોથી ગુજરાતના કેવડિયા પહોંચવા માટે 8 ટ્રેન છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા જવા માટે તમે કોઈ મુશ્કેલી અનુભવશો નહીં. ગ્રીન બ્લિડિંગ સર્ટિફિકેશન વાળું કેવડિયા દેશનું પહેલું રેલ્વે સ્ટેશન છે. અહીં 8 ટ્રેન અલગ અલગ શહેરોથી આવે છે.

કેવડિયાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કેવી રીતે પહોંચશો

image soucre

કેવડિયા પહોંચ્યા બાદ તમે સાધુ આઈલેન્ડ સુધી જવાનું બાકી રહેશે. આ રસ્તો 3.5 કિમીનો છે. ત્યારબાદ મેન રોડથી સ્ટેચ્યૂ પહોંચવા માટે 320 મીટર લાંબો બ્રિજ છે.

ક્યાં રહેશો

image soucre

મૂર્તિ માટે 3 કિમીના અંતરે એક ટેન્ટ સીટી બનાવાયું છે. જે 52 રૂમનું શ્રેષ્ઠ ભારત ભવન 3 સ્ટાર હોટલ છે. અહીં તમે રાતે રોકાઈ શકો છો. અહીં એક અન્ય ટેન્ટ સીટી પણ સરકારે બનાવ્યું છે. સ્ટેચ્યૂની નીચે એક મ્યુઝિયમ પણ છે. અહીં સરદારની સ્મૃતિ સાથે જોડાયેલી અનેક ચીજો રાખવામાં આવી છે.

આ રીતે મેળવો ટિકિટ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન માટે ઓનલાઈન ટિકિટ www.soutickets.in પર મળી રહે છે.

આટલી છે ટિકિટની કિંમત

image soucre

પુખ્ત વ્યક્તિ માટે ટિકિટની કિંમત 120 રૂપિયા છે તો 3-15 વર્ષના બાળકો માટે 60 રૂપિયા છે. આ ટિકિટમાં તમે ફૂલોની ઘાટી, સ્મારક, સંગ્રહાલય અને એક ઓડિયો અને વિઝ્યુઅલ ગેલેરી, એસઓયૂ, સરદાર સરોવર બંધની મજા માણી શકો છો. દર્શક પ્રતિમાની આસપાસના દ્રશ્યો માણી શકે છે. ઓબ્ઝર્વેશન ડેક માટે મોટા માટેની ટિકિટ 350 રૂપિયા છે તોબાળકોને માટે પ્રવેશ ફ્રી છે. જો તમે બસ સેવાનો લાભ લેવા ઈચ્છો છો તો વયસ્ક માટે ટિકિટ 30 રૂપિયાની અને બાળકો માટે 1 રૂપિયાની છે. જો તમે 350ની ટિકિટ ખરીદી છે તો તમારે બસની ટિકિટ લેવાની જરૂર રહેતી નથી.

તો આ વખતે હોળીની 3 દિવસની રજાને વેસ્ટ કરવાના બદલે માણી લો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મજા અને તે પણ કોરોનાની ગાઈડલાઈન સાથે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/holiansunitofstu/

Post a comment

0 Comments