Subscribe Us

Header Ads

શું જાણો છો તમે બરસાણાની લઠ્ઠમાર હોળી વિશે, જાણો મહત્વથી લઈને તમામ વાતો

દર વર્ષે હોળીનો તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકમેકને રંગ લગાવે છે, એકમેકના હાથથી પકવાન ખાય છે અને પ્રેમના રંગમાં ડૂબી જાય છે. જ્યારે હોળી આવવામાં થોડા દિવસ બચ્યા છે ત્યારે એવામાં દરેક લોકોઓ તૈયારીઓ શરૂ કરી છે. લોકો આ તહેવારની તૈયારીમાં લાગ્યા છે અને એવી તૈયારી બરસાણાની લઠ્ઠમાર હોળીની પણ કરાઈ રહી છે. અહીંની હોળીને વિશે તમે કેટલું જાણો છો. કદાચ ભાગ્યે જ જાણતા હશો. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ હોળીનું શું મહત્વ છે.

ફક્ત અહીં જ યોજાય છે આ ખાસ હોળી

image soucre

લઠ્ઠમાર હોળી ઉત્તર પ્રદેશના રાજ્ય મથુરાની પાસેના શહેર બરસાણામાં અને નંદગામમાં રમવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ નહીં પણ વિદેશથી પણ લોકો આવે છે. અહીં લોકો ભરપૂર પ્રમાણમાં હોળીનો આનંદ લે છે. ભારતમાં માત્ર આ એવો રિવાજ છે જેમાં હોળીના દિવસે મહિલાઓ પુરુષો પર લાઠી ચલાવે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયાસ કરે છે.

આ છે પૌરાણિક કથા

image soucre

પૌરાણિક કથા અનુસાર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને અન્ય ગોપીની સાથે હોળી રમે છે. શ્રી કૃષ્ણ મથુરાથી 42 કિમી દૂર રાધાના જન્મસ્થળ બરસાણામાં આવે છે અને હોળી રમે છે, ત્યારથી આ પ્રથા ચાલી આવે છે. જો કે તે સમયે રંગોથી હોળી રમાતી હતી અને હવે મહિલાઓ પુરુષો પર લાઠીઓ વરસાવે છે.

આ પુરુષોને લાઠીઓથી મારે છે મહિલાઓ

image soucre

આ દિવસે મહિલાઓ કેટલાક લોકગીત ગાય છે અને સાથે પુરુષોને લાઠીથી પીટે છે. તેમની પર રંગ નાંખે છે. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધાને યાદ કરે છે. જ્યારે પુરુષો ખુશી ખુશી લાઠીનો માર સહન કરે છે. આ ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. અને લોકો જોશની સાથે ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરે છે.

આવું છે મહત્વ

image soucre

માન્યતાઓ અનુસાર દર વર્ષે નંદગામના પુરુષો બરસાણા આવે છે.અહીં આવેલા પુરુષોનું સ્વાગત મહિલાઓ લાઠીના મારથી કરે છે. મહિલાઓ પુરુષો પર લાઠીઓ વરસાવે છે. તો પુરુષો ઢાલની મદદથી તેનાથી બચવાની કોશિશ કરે છે. આ ઉત્સવ બરસાણાના રાધા રાણી મંદિરના વિશાળ પરિસરમાં યોજાય છે. તેને દેશનું એકમાત્ર મંદિર ગણવામાં આવે છે જે રાધાજીને સમર્પિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/lathmaarholi/

Post a comment

0 Comments