Subscribe Us

Header Ads

ચાહકોની આતુરતાનો આવ્યો અંત, કરીનાએ પોતાના બીજા પુત્રની તસવીર આવી સામે

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના બીજા દીકરાની પહેલી તસવીર ચાહકો સાથે શેર કરી છે. મહિલા દિવસ નિમિત્તે બેબોએ ચાહકોને આ બાળકની પ્રથમ ઝલકથી વાકેફ કર્યા છે. આ સાથે આ ખાસ તસવીર પોસ્ટ કરતી વખતે કરીનાએ એક ખાસ કેપ્શન પણ આપ્યું છે. કરીના કપૂર ખાને પોતાના દીકરા સાથે એક ક્યૂટ સેલ્ફી શેર કરતાં લખ્યું કે, “એવું કંઈ નથી જે એક સ્ત્રી ન કરી શકે. મહિલા દિનની શુભેચ્છા મારા પ્રિય મિત્રો.” આ સાથે કરીનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

Kareena kapoor khan saif ali khan second son first photo kareena kapoor shares second baby photo on womens day captioned adorable
image source

લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા કોમેન્ટ

કરીના કપૂરની આ તસવીર શેર થયાની મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ છે. જોકે કરીનાએ દીકરાનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ ચાહકો તેમની આ તસવીર પર ખૂબ પ્રેમ વહાવી રહ્યા છે. સાથે જ કોમેન્ટ બોક્સમાં પણ કરીના અને તેમના બાળકને લોકો ખુબ મેસેજ કરી રહ્યા છે.

image source

આ તસવીર પર બધા સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ સૌથી ખાસ ટિપ્પણી કરીના કપૂર ખાનની નણંદ સબા ખાનની છે. તસવીર પર ટિપ્પણી કરતાં સૈફ અલી ખાનની બહેને લખ્યું, “તમે શાનદાર મહિલા છો … લવ યુ”.

પુત્રના નામને લઈને લોકોમાં ઉત્સુકતા

image source

તમને બધાને જણાવી દઈએ કે કરીનાના બીજા પુત્રના નામને લઈને લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે સૈફ અને કરીના તેમની ઘોષણામાં ઘણો વિલંબ કરી રહ્યા છે, જેનાથી તેમના પ્રશંસકો ઘણા પરેશાન થઈ રહ્યા છે. જો કે સૂત્રોની વાત માનીએ તો, દેશમાં ફેલાતા કોરોના રોગચાળાને કારણે સૈફ-કરીના સુરક્ષાની વિશેષ કાળજી લઈ રહ્યા છે.

image source

અને જલદી પરિસ્થિતિ થોડી સારી થશે ત્યારે, તે ચોક્કસપણે લોકો સમક્ષ તેમના બીજા બાળકને લાવશે. હાલમાં સેફ કરીના અને બાળકની ખુબ કાળજી લઈ રહ્યો છે. નોંધનિય છે કે આ પહેલા જ્યારે કરીના અને સેફને ત્યાં પહેલા બાળકનો જન્મ થયો હતો ત્યારે તેમણે તેમનું નામ તૈમુર રાખ્યુ હતું. જો કે આ નામને લઈને પણ ઘણો વિવાદ થયો હતો.

ટૂંક સમયમાં કરીનાની ફિલ્મ રિલીઝ થશે

image source

તો બીજી તરફ કરીનાના કામ વિશે વાત કરીએ, તો હાલમાં જ કરિના કપૂર ખાન તેમની પહેલી બુક કરની કપુર ખાન પ્રેગ્નન્સી બાઇબલ પર કામ કરી રહી છે. અને આ સાથે આમિર ખાન સાથેની તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ ખૂબ જલ્દી આવનાર છે.

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/jo-have-aavyo/

Post a comment

0 Comments