Subscribe Us

Header Ads

જાણો નાના ભૂલકા ઘૈર્યરાજ માટે કોને કેટલું આપ્યું દાન, અને હવે કેટલાની છે જરૂર

મહારાષ્ટ્રની બાળકી બાદ ગુજરાતના ૩ મહિનાના બાળકમાં સામે આવી SMA-1 બીમારી. પરિવારજનોએ મદદ માટે ગુહાર લગાવી. ગરીબ હોય કે અમીર કોઇપણ પરિવારમાં વ્હાલસોયાનું આગમન એક અનહદ ખુશીની અનુભૂતિ કરાવે છે. દીકરો હોય કે દીકરી પરિજનો તેના આગમનથી જ તેના ભવિષ્ય માટે સ્વપન જોઇ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે. પરંતુ ક્યારેક કુદરતી ઉભા થતા સંજોગો સ્વજનો માટે મુશ્કેલી લઇને આવે છે. આવી જ સ્થિતિ મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના જીવમાં બન્યું છે.

image soucre

રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 3 માસની છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા તે એકદમ તંદુસ્ત જણાઇ આવે છે. પરંતુ જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાએ તબીબને બતાવ્યું હતું. જેમાં ધૈર્ય રાજને SMA-1 નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બિમારીની સારવાર ભારતમાં શક્ય ન હોવાનું જાણી તેમના પર આભ તૂટી પડ્યું હતું.

image soucre

આ બાદ રાજદીપસિંહે એક એનજીઓનો સંપર્ક કરી ધૈર્યની સારવાર માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી છે…જેમાં હાલ સારા પ્રમાણમાં ફંડ જમા થઇ રહ્યું છે…બીજી તરફ આ માસૂમને બચાવવા માટે હવે એક જ વર્ષનો સમયગાળો બચ્યો છે.

image soucre

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બાળક ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, આ અંગે સતત અહેવાલ પ્રસારિથ કરવામાં આવી રહ્યો છે. ટીવી ના માધ્યમ ની ગુજરાત ના ખૂણે ખૂણે ધૈર્યરાજ ને બચાવા સમાચાર પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આનંદની વાતો આવી છે કે ધૈર્યરાજના ખાતામાં ૩ કરોડ જમા થઈ ગયા છે. ધૈર્યરાજ માટે લોકો એ દિલ ખોલીને દાન આપ્યું છે, અને મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ પરિવારમાં ૩ માસનું બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે.

આ અંગે દેશ અને ગુજરાત ના ખૂણે ખૂણે દાન સ્વરૂપે સારી રકમ મળી રહી છે લોકોને સોશિયલ મીડિયાથી જાણ થતા લોકો દાન આપવા તૈયાર થઈ ગયા છે હાલ બાળકના ખાતામાં ૩ કરોડ જેટલી રકમ ભેગી થઈ ગઈ છે. ગઈ કાલે મહીસાગર જિલ્લામાં યુવાનો દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે ધૈર્યરાજ નું બેનર અને દાન પેટી બનાવી જિલ્લાના ૬ તાલુકામાં આવેલા મહાદેવના મંદિરમાં દાન ઉગ્રાવવામાં આવી રહ્યું હતું. ધૈર્યરાજને સારી મદદ મરી રહી છે અને ઝડપથી રોગ મુક્ત થાય તે માટે યુવાનો પ્રાર્થના કરી રહ્યા છે બીજી તરફ ધૈર્યરાજના માટે લુણાવાડાના ધારાસભ્ય એ જીગ્નેશભાઈ સેવકે પણ મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરી છે.

અમેરિકાથી ઇન્જેક્શન મંગાવાયું

image soucre

SMA Type 1ની બીમારીથી પીડાતી 5 મહિનાની તીરા નામની દીકરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેની સારવાર અમેરિકાથી આવનારા Zolgensma ઇન્જેક્શનથી જ શક્ય છે. આ અંદાજિત 16 કરોડ રૂપિયા છે. જેના પર અંદાજિત 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવાનો હોય છે. ત્યારે આની કિંમત 22 કરોડ રૂપિયા થઇ જાય છે. પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 6 કરોડનો ટેક્સ માફ કરી દીધો હતો. જો આ બાળકીને ઇન્જેક્શન ન લગાવવામાં આવે તો તે 13 મહિના સુધી જીવિત રહી શકત. જોકે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન ખરીદવું સામાન્ય માણસ માટે શક્ય નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવવામાં આવ્યું અને તેના પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરી દેવાયું. જ્યાં સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયા એકઠા થઇ ચૂક્યા છે. હવે આશા છે કે ઇન્જેક્શન ખરીદી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/dhairajbimari/

Post a comment

0 Comments