Subscribe Us

Header Ads

કોરોના વાયરસે ગુજરાતમાં વિકરાળરૂપ કર્યુ ધારણ, નોંધાયા અધધધ..કેસ, લેટેસ્ટ અપડેટ જાણીને ફાટી જશે આંખો

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઉછાળો આવવા લાગ્યો છે. શરુઆતમાં જેમ દિવસેને દિવસે નવા નોંધાતા કેસમાં વધારો થવા લાગ્યો હતો તેમ હવે ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ્યમાં કોરોનાના કેસ કાબુમાં આવવા લાગ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે ફરી એકવાર કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે અને સાથે જ વધી રહી છે લોકો અને આરોગ્ય વિભાગની ચિંતા.

image source

રાજ્યમાં ઘણા દિવસની રાહત બાદ કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જો કે છેલ્લા 24 કલાક રાજ્ય માટે ચિંતાજનક રહ્યા છે કારણ કે ફરી એકવાર નવા નોંધાયેલા કેસની સંખ્યા ડિસ્ચાર્જ થયેલા દર્દી કરતા વધી ચુકી છે.

image source

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 575 કેસ નોંધાયા હતા જ્યારે 459 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આરોગ્ય વિભાગની આંકડાકીય માહિતી અનુસાર રાજ્યમાં બે જિલ્લા એવા છે જ્યાંથી એક પણ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં બોટાદ અને ડાંગનો સમાવેશ થાય છે જ્યાં એક પણ કોરોનાનો કેસ નથી. રાજ્યમાં રિકવરી રેટ 98.24 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં સારવાર અને સરકારના સઘન પ્રયાસોના કારણે કોરોનાગ્રસ્ત થયેલા 2, 65, 731 દર્દીઓ સ્વસ્થ થયા છે.

iameg soucre

રાજ્યમાં હાલના દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 3140 છે જેમાંથી 3094 દર્દી સ્ટેબલ હાલતમાં છે જ્યારે 46 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 2, 65, 831 દર્દી સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યના 4415 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે 1 દર્દીનું મોત નીપજ્યું હતું. આ દર્દી અમદાવાદ કોર્પોરેશનમાંથી નોંધાયા હતા.

image source

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાંથી નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 127 કેસ નોંધાયા છે જ્યારે 111 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 125 નવા કેસ નોંધાયા છે જ્યારે 80 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જો કે વડોદરા કોર્પોરેશનમાં 70 દર્દી નોંધાયા હતા.

image source

રાજ્યમાં અમદાવાદમાં હાલ કોરોનાના કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. અહીં ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવી છે અને સાથે જ અહીં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો કરવામાં આવ્યા છે.

image source

રસીકરણ પણ રાજ્યમાં શરુ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14,09,244 વ્યક્તિઓને રસીના પ્રથમ ડોઝ અપાઈ ચુક્યા છે જ્યારે 3,41,437 દર્દીઓને રસીના બીજા ડોઝ પણ અપાઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુની ઉંમરના અને ગંભીર બીમારી ધરાવતાં કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/coronaingujart/

Post a comment

0 Comments