Subscribe Us

Header Ads

ગુજરાતમાં કોરોનાના ધડાધડ કેસ વધતા શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ, વાલીઓએ કરી આ મોટી માંગ

દેશભરની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે ગુજરાતમાં કુલ 915 નવા કેસ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કર્ફ્યૂ પણ 12થી 6 વાગ્યાના બદલે 10થી 6 સુધી કાયમ રાખવાની આજથી જાહેરાત કરાઈ છે. આ કર્ફ્યૂ 31 માર્ચ સુધી રાતના સમયે કાયમ રહેશે. આ સાથે જ અનેક શાળાઓમાં પરીક્ષાઓનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

image soucre

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વર્ષે જે રીતે શિક્ષણ ઓનલાઈન થયું છે તે રીતે વાલીઓની માંગ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવામાં આવે. ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવે.

image soucre

એક તરફ કોરોનાના કેસની સ્થિતિ વણસી છે ત્યારે વાલીઓ પણ બાળકોના શિક્ષણ અને તેમની સેફ્ટીને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલમાં પરીક્ષાઓ શરૂ થતાં મોટાભાગના વાલીઓએ બાળકોને ઘરેથી ઓનલાઈન પરીક્ષાઓ અપાવવાનો નિર્ણય કર્યો છે.

image soucre

રાજ્યની અનેક શાળાઓમાં સંક્રાંત પરીક્ષાઓ શરૂ થઈ છે અને ધો. 6થી 8ના ફક્ત 13 વિદ્યાર્થીઓ એક શાળામાં પરીક્ષા આપવાની હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ ઓનલાઈન પરીક્ષા આપવાની માંગ થઈ રહી છે. કોરોનાના કેસ વધતા જો બાળકોને કોઈ સંક્રમણ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક પ્રશ્ન છે.

image soucre

રાજ્ય સરકારે બાળકોની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન રાખવાની કોઈ એસઓપી નક્કી કરી નથી. આ સાથે જ કોલેજમાં પણ 18 માર્ચથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈનને લઈને સરકારે કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી. હાલમાં તો દરેક કોલેજને લઈને સરકારે કહ્યું છે કે જો કોલેજમાં કેસ આવે તો આખી કોલેજ નહીં પરંતુ તે જ ક્લાસ બંધ કરાશે.

image soucre

આ સૂચના પર રાજ્યની તમામ યુનિવર્સિટી કામ કરી રહી છે. પરંતુ જે રીતે કેસ વધી રહ્યા તે માટે સરકાર કોઈ કડક પગલાં જલ્દી લે તે પણ જરૂરી બન્યું છે.

image soucre

એક્સપર્ટ્સની માનવા મુજબ વેક્સીનેશન અભિયાન જે રીતે ચાલી રહ્યું છે તેમાં ઝડપ લાવવાની જરૂર છે. સંસદીય સમિતિએ પણ કહ્યું છે કે દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા ધીમી છે. આ રીતે વેક્સીન આપવામાં અનેક વર્ષનો સમય લાગી શકે છે. જો વેક્સીનેશનને ઝડપી બનાવવામાં આવે તો શક્ય છે કે રાજ્યમાં કોરોના પર ઝડપથી કાબૂ મેળવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/coronaandschool/

Post a comment

0 Comments