Subscribe Us

Header Ads

બાપ રેે બાપ..સુરતમાં તો કોરોનાના વધતા કેસ વચ્ચે જોવા મળ્યું કંઇક નવું જ, જાણો અને ચેતો તમે પણ નહિં તો..અમારી અપીલ છે માસ્ક પહેરીને જ ઘરની બહાર નિકળો

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ રોજેરોજ 500 કરતાં વધારે નોંધાવા લાગ્યા છે. તેમાં પણ સુરતથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકોને રાહત હતી કે રસીકરણ શરુ થઈ ચુક્યું છે તેવામાં રસી લીધા બાદ તેઓ સુરક્ષિત થઈ જશે. પરંતુ રાજ્યમાં કેટલાક કેસ એવા નોંધાયા છે જેના કારણે રસીની અસરકારકતા પર પણ પ્રશ્ન ઊભો થયો છે.

image soucre

સુરતમાં રસીના 2 ડોઝ લઈ લીધા બાદ પણ ઈજનેરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઈજનેરને રસીનો એક ડોઝ લીધા પછી કોરોના થયો છે. આ ઘટનાથી ભારે હોબાળો સુરતમાં બોલી ગયો છે. આ કારણે લોકોમાં રસીને લઈને પણ ચિંતા પ્રવર્તી છે.

રસીની આડઅસર, તેની અસર થવાને લઈને નિષ્ણાંતોએ જણાવ્યાનુસાર રસી લીધા બાદ શરીરમાં એન્ટીબોડીઝ બનતા 15 દિવસ જેટલો સમય થઈ જાય છે. આ સમય દરમિયાન લોકોએ સતર્ક રહેવું જરૂરી હોય છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનું સ્થાનિક પ્રશાસન આ ઘટના ઉપરાંત અન્ય એક બાબતે પણ ચિંતામાં છે. કોરોનાએ આપેલા લાંબા વેકેશન બાદ રાજ્યમાં તબક્કાવાળા શાળાઓ શરુ કરવામાં આવી છે. જો કે શાળાઓ શરુ થયા બાદ અહીં શાળાઓમાં બાળકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુરતમાં શાળાઓમાં મનપા દ્વારા ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ 2 હજાર જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટ થાય છે જેમાંથી 2થી 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોય છે. આ કારણે પણ શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ છે.

image source

ચૂંટણી સમયે બેફામ બનેલા નેતાઓ અને કાર્યકરોને તંત્ર રોકી શક્યું નહીં અને હવે અંગ દઝાડતી ગરમીમાં શાળા સંચાલકોને બારી બારણા ખુલ્લા રાખવા આદેશ કર્યો છે. સુરત મનપાના મનઘડંત આદેશોથી લોકોમાં પણ રોષ જોવા મળે છે. સુરતમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા 500 જેટલા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

image source

જો કે હાલ તો તંત્રની ચિંતા એ વાતથી વધી છે કે કોરોનાની રસીના બે ડોઝ લીધા બાદ પણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આ મામલે પણ તપાસ અને જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોંધાય છે. જ્યારે 482 દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 3212 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું. આ સાથે જ કુલ મૃત્યું 4416 થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત ગ્રામ્ય અને શહેરમાં એમ કુલ મળી 100 કેસ નવા નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/baaprebaap/

Post a comment

0 Comments