Subscribe Us

Header Ads

રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પોલીસે ટોયલેટમાંથી એવી વસ્તુ ઝડપી પાડી કે…

ક્રાઈમના કિસ્સા અવાર નવાર સામે આવતા રહે છે. કેટકેટલી ફોર્સ અને કડક નિયમો કરવા છતાં લફંગાઓ સુધરવાનું નામ નથી લેતા. ત્યારે હાલમાં હલકી માનસિકતા ધરાવતા લોકોનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વાત મહિલાઓ અને રેલવે સાથે જોડાયેલ છે. માટે હવે કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં સફર કરો છો તો સતર્ક થઈ જજો! કારણ કે એક એવા આરોપીની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કે જેની માનસિકતા સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. તો આવો જોઈએ કે આ ઓરપીએ શું કાંડ કર્યા છે.

ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો
image soucre

વાત કંઈક એમ છે કે મુંબઇથી ઉપડતી બાંદ્રા ભગત કોઠી ટ્રેનમાં ગત 16 માર્ચના રોજ ટોયલેટમાંથી એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો. જે કેમેરો રેલવેના કર્મચારીએ જ મુક્યો હોવાનો ખુલાસો થતાં તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં આ વાતની મહિલાઓમાં હાહાકાર મચી ગયો છે. લોકો આ ઘટના વાયરલ થયાં પછી કહી રહ્યા છે કે રેલવેમાં મુસાફરી મહિલાઓ માટે હવે સુરક્ષિત નથી રહી. કિંમતી માલ-સામાનની ચોરીની ઘટનાઓ તો અવાર નવાર સામે આવતી જ રહે છે પણ હવે તો આવી ઘટનાઓ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

image soucre

આ ઘટનામાં મળતી વિગત પ્રમાણે રેલવેના ટોયલેટમાંથી એક સ્પાય કેમેરો મળી આવ્યો છે. જે અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી જહીરુદ્દીન સરવર હુશેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોમ્પ્યૂટરનો જાણકાર હોવાનું સામે આવ્યું છે. અને આરોપી સાયન્સનો અભ્યાસ પણ કર્યો છે. અને તેણે પાવર બેન્કની સાથે સ્પાય કેમેરો સેટ કર્યો હતો. જે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ એક કેમેરામાં 3-4 કલાકનુ રેકોર્ડીંગ કરતો હતો. તે રેકોર્ડિંગ ક્યા ઉપયોગમા લેવાતુ હતુ કે પછી અન્ય કોઈ સાઈટ પર અપલોડ કરવામાં આવતુ હતુ. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ કોઈ મોટું ષડયંત્ર તો નથી ને, કે પછી આ વીડિયો ક્યાંય વેચાતા તો નથી ને.

image soucre

આ સિવાય થોયા સમય પહેલાં વલસાડની એક ઘટના સામે આવી હતી. રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ રેલવેમાં થતી દારુની હેરફેરના પૈસા ઉપર સુધી પહોંચતા હોય છે. વલસાડ રેલવે પીએસઆઇનું પણ તેમાં કંઇ ચાલતું નથી. રેલવેના હપ્તાનું આખુ તંત્ર ઉચ્ચ અધિકારીઓ જ ચલાવતા હોવાની ચર્ચા છે. ઉઘરાણી માટે તેઓ જ કોન્સ્ટેબલની નિમણૂંક કરતા હોય છે. જેઓ વલસાડમાં પીએસઆઇની ઉપરવટ જઇને હપ્તાની ઉઘરાણી કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/railwaytoilet/

Post a comment

0 Comments