Subscribe Us

Header Ads

શું તમે નવું બાઇક લેવાનું વિચારી રહ્યા છો? તો એક વાર કરી લો આ દમદાર બાઇક પર નજર, જે લઇને નિકળશો તો વટ પડી જશે

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કારણે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધવા લાગ્યું છે. પેટ્રોલ ડીઝલ પર નિર્ભરતા ન રહે તે માટે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં કાર્યરત છે. ત્યારે વાહન નિર્માતા કંપની પોતાના સેંગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનો લાવી રહી છે. જેમાં અનેક સ્ટાર્ટઅપ કંપની શામેલ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતની ટોપ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક બાઈક વિશે જણાવવાના છીએ જે લુકસ, ફીચર્સ અને કિંમતની દ્રષ્ટિએ શાનદાર છે.

Joy Monster

image soucre

જોય મોન્સ્ટરને ગુજરાતની એક સ્ટાર્ટઅપ કંપની Joy ઇ-બાઈક્સએ બનાવ્યું છે. આ બાઇકમાં કંપનીએ 72V, 39 AH ની લીથીયમ બેટરી પેક અને 250 W ની ક્ષમતાના BLDC ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. કંપનીના કહેવા મુજબ આ બાઇકને ચલાવવા માટે બહુ મામુલી ખર્ચ આવે છે અને આ બાઈક સિંગલ ચાર્જમાં 100 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 25 કિલોમીટર છે અને તેને ફૂલ ચાર્જ કરવામાં 5-5.30 કલાકનો સમય લાગે છે. આ બાઇકની કિંમત 98,999 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

Kabira KM 300

image source

Kabira મોબિલિટી ગોવા બેઝડ એક સ્ટાર્ટઅપ કંપની છે જેણે બજારમાં પોતાના બે બાઈક મોડલ ઉતાર્યા છે. કંપનીના કહેવા મુજબ આ બાઈક ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક બાઈક છે. Kabira ની બાઇકમાં 6 kWh ની ક્ષમતા ધરાવતી BLDC ઇલેક્ટ્રિક મોટર અને 4 kWh ની ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે. કંપનીના દાવા મુજબ આ બાઈક સપોર્ટ મોડમાં 60 કિલોમીટર અને ઇકો મોડમાં 120 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. બાઈકને ફૂલ ચાર્જ થતા 6-6.30 કલાક લાગે છે. આ બાઈક માત્ર 3.3 સેકન્ડમાં 40 કિલોમીટર પ્રતિકલાકની ગતિ પકડી લે છે. આ બાઇકની કિંમત 1,26,990 રૂપિયા (એક્સ શોરૂમ ગોવા) છે. હાલ આ બાઈક દેશના અમુક શહેરોમાં જ વેંચાવા મુકાઈ છે.

Kabira KM400

image soucre

Kabira ની આ બાઇકમાં 8kW ની ઇલેક્ટ્રિક મોટર અને 4.4 kWh ની ક્ષમતા ધરાવતું બેટરી પેક આપવામાં આવ્યું છે. આ બાઈક સ્પોર્ટ મોડમાં 90 કિલોમીટર અન ઇકો મોડમાં 150 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. બાઇકની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિકલાકની છે. આ બાઈકની કિંમત 1,36,990 રૂપિયા (એક્સ શોરૂમ ગોવા) છે. Kabira ની આ બાઈક પણ હાલ દેશના અમુક શહેરોમાં જ વેંચાણ માટે ઉપલબ્ધ છે.

Revolt RV 400

image source

Revolt મોટર્સએ આ બાઇકને 2019 માં લોન્ચ કરી હતી. આ બાઇકમાં કંપની 3.24 kWh સ્વાઇપેબલ બેટરી પેક અને 5 kW ની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરાયો છે. આ બાઇકને ફૂલ ચાર્જ થતા 4.5 – 5 કલાક લાગે છે અને તે 156 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. કંપની આ બાઈકમાં 8 વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટરની વોરંટી પણ આપે છે. બાઈકની કિંમત 1.19 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.

Ultraviolette F77

image soucre

બેંગલુરું બેઝડ સ્ટાર્ટઅપ કંપની Ultraviolette એ ગત વર્ષે નવેમ્બરમાં પોતાની પહેલી બાઈક બજારમાં લોન્ચ કરી હતી. આ બાઈક લાઇટિંગ, શેડો અને લેઝર જેવા ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ બાઇકમાં 4.2 kWh ની ક્ષમતાનું બેટરી પેક અને 25 kW ની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટર આપી છે. આ બાઇકની ડ્રાઇવિંગ રેન્જ 130 – 150 કિલોમીટર છે. કંપની તેમસ 3 રિમુવેબલ બેટરી પેક્સ પણ આપે છે. આ બાઈકના બન્ને ટાયરમાં ડિસ્ક બ્રેક છે અને તેમાં અપસાઈઝ ડાઉન ફોર્ક સસ્પેનશન પણ આપવામાં આવ્યું છે. આ બાઈક ફક્ત 2.9 સેકન્ડમાં 60 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. બાઇકની કિંમત 3.0 લાખ રૂપિયા થી 3.2 લાખ રૂપિયા (ઓન રોડ) છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/bikelevanu/

Post a comment

0 Comments