Subscribe Us

Header Ads

જાણો ગુજરાતના આ મંદિર વિશે, જ્યાં આ ખાસ દિવસે પ્રગટાવવામાં આવે છે દેશની સૌથી મોટી જ્યોત, જાણો કેટલા કિલો ઘીનો થાય છે ઉપયોગ

મહાશિવરાત્રીનો પર્વ એટલે ભગવાન શંકરને સમર્પિત થઈ જવાનો અને ભક્તિ કરવાનો દિવસ. આમ તો દર મહિનાની વદ ચૌદસને શિવરાત્રિ કહેવામાં આવે છે. પરંતુ જન સમુદાય જે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરે છે તે દિવસ મહા વદ ચૌદસનું પર્વ છે. મહાશિવરાત્રિના દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે. વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિના દિવસે જ પ્રગટ થયું હતું.

image source

મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક કથા પણ જોડાયેલી છે. આ જગપ્રસિધ્ધ કથામાં પણ મહાશિવરાત્રીના પર્વનું વર્ણન છે. આ કથામાં હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવા મળે છે.

image source

મહાશિવરાત્રીના પર્વને લઈ શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. આવી જ ઉજવણી રાજ્યભરમાં થઈ હતી. જો કે તેમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણાધામની શિવરાત્રી.

image source

અહીં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દેશની સૌથી મોટી જ્યોત જલાવવામાં આવી હતી. આ જ્યોત જલાવવામાં 400 કિલો ઘી, 25 કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ કરવાનું કારણ પણ ઉમદા હતું. આ જ્યોત કોરોના મહામારીને દૂર કરવાની પ્રાર્થના સાથે પ્રગટાવવામાં આવી હતી.

image source

આ સ્થળે દર વર્ષે મોટા પાયે મહાશિવરાત્રીનું આયોજન થાય છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં આસપાસના રાજ્યોના ભક્તો પણ પહોંચે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અહીં મેળા સહિતનું આયોજન કરાયું ન હતું. મહત્વપૂર્ણ છે કે અહીં છેલ્લા 20 વર્ષથી અહીં જ્યોત પ્રગટાવવામાં આવે છે. જેમાં 25 કિલો કપાસ અને 20 મણ ઘીનો ઉપયોગ થાય છે. આ જ્યોત વિશ્વ શાંતિ માટે પ્રજ્વલિત થાય છે. પરંતુ આ વર્ષે વિશ્વને કોરોનાથી શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી.

દર વર્ષે બેરણા ધામમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી પણ ભક્તો આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ભક્તો અહીં પહોંચી શક્યા ન હતા. જણાવી દઈએ કે બેરણા ધામમાં 1008 શિવલિંગ સ્થાપિત છે અને સાથે જ મહાદેવની 51 ફૂટ ઊંચી પ્રતિમા પણ છે. અહીં દૂર દૂરથી ભક્તો આવે છે અને મહા જ્યોતમાં ઘી અર્પણ કરે છે.

image source

આ ધામ ખાતે માત્ર મહાશિવરાત્રી પર જ નહીં પરંતુ વર્ષ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે અહીં ભક્તોની હાજરી પાંખી જોવા મળી હતી. આ કોરોના મહામારી દૂર થાય તે માટે અહીં આ જ્યોત પ્રજ્વલિત કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

Let's block ads! (Why?)source https://www.jentilal.com/jano-tame-pan-aana/

Post a comment

0 Comments