Subscribe Us

Header Ads

ફક્ત ચા નાં બગીચાઓ માટે જ નહીં પણ આ બાબતોને કારણે પણ પ્રસિદ્ધ છે અસમ, જાણો રોચક તથ્યો

શું તમે જાણો છો કે મુગલોએ અસમ પર આક્રમણ કર્યું હતું પણ તેઓ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. એવું કહેવાય છે કે લગભગ 17 વખત અહોમ શાસકોએ મુગલોને હરાવ્યા હતા. ઔરંગઝેબની સેનાએ પણ અસમ પર હુમલો કર્યો હતો પરંતુ તેને પણ નિષ્ફળતા મળી હતી.

અસમની કુલ વસ્તી અનુક્રમે હિન્દૂ, મુસ્લિમ, ઈસાઈ અને અન્ય ધર્મ (જૈન, બૌદ્ધ વગેરે) બહુમતી ધરાવે છે. આઝાદી બાદ અસમ એક મોટું રાજય હતું અને અસમની રાજધાની શીલોંન્ગ હતી. પરંતુ અલગ રાજ્યોની માંગને કારણે 1968 માં નાગાલેન્ડ, 1972 માં મેઘાલય અને મિઝોરમ અસમથી અલગ થઈ ગયા કારણ કે શીલોન્ગ મેઘાલયના ભાગમાં ચાલ્યું ગયું હતું.

image source

જેથી અસમની રાજધાની દીસપુર થઈ. અસમમાં બ્રહ્મપુત્ર નદી બહુ પ્રખ્યાત છે. આ નદી રાજ્ય મધ્યેથી પસાર થઈને વહે છે. જે અંદાજે 100 કિલોમીટર પહોળી અને 1000 કિલોમીટર લાંબી છે. બ્રહ્મપુત્ર નદીના કારણે અહીં માજુલી નામક એક દ્વીપ પણ બન્યો છે જે વિશ્વમાં નદી દ્વારા બનેલો સૌથી મોટો દ્વીપ મનાય છે.

image source

એવું કહેવાય છે કે અસમ શન્ડ સંસ્કૃત શબ્દ એસોમા થી બનેલો છે જેનો અર્થ અનુપમ કે અદ્વિતીય થાય છે. જ્યારે ઘણા ખરા લોકોનું એમ પણ કહેવું છે કે અસમ શબ્દ અહોમથી બન્યો છે. અસમની ધરતી પર લગભગ 600 વર્ષો સુધી અહોમ શાસકોનું રાજ રહ્યું હતું એટલે કે બ્રિટિશ શાસન પહેલાનો સમય.

image soucre

આ રાજ્યમાં ઘણી જાતિઓ પહાડ અને ઘાટીઓમાંથી આવીને વસી હતી. જેમાં આસટ્રિક, મંગોલીયન, દ્રવિડ અને આર્ય જેવી જાતિઓનો સમાવેશ થાય છે. સાથે જ અલગ અલગ પરંપરાઓ અને રહન સહનથી અસમની સંસ્કૃતિ બની. આ જ કારણ છે કે અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને સમૃદ્ધ માનવામાં આવે છે.

image source

પ્રાચીન સમયમાં આ રાજ્યનું નામ કામરૂપ હતું. કામરૂપનો ઉલ્લેખ ઇલાહાબાદના સમુદ્રગુપ્તના શિલાલેખમાં પણ જોવા મળે છે જ્યાં ગુપ્ત.સામ્રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધનો ઉલ્લેખ કરાયો છે.

image source

કામરૂપ રાજ્યમાં રાજા કુમાર ભાસ્કરવર્ધન તરફથી આપવામાં આવેલા નિમંત્રણ બાદ ચીનના વિદ્વાન યાત્રી હવેન્સાંગ લગભગ 743 ઇસવીમાં કામરૂપ આવ્યા હતા. અને આ રીતે અસમ 12 મી શતાબ્દી સુધી પૂર્વી સીમાંત પ્રાગજ્યોતિષ અને કામરૂપ તરીકે ઓળખાયું. અહીંના રાજા પોતાને પ્રાગજ્યોતિષ નરેશ કહેતા હતા.

image source

અસમના ઇતિહાસની વાત કરીએ તો સન 1228 માં પૂર્વી પહાડીઓ પરથી એક નવો બદલાવ (અહોમ શાસન) જોવા મળ્યો હતો કે જે લગભગ 600 વર્ષ સુધી રહ્યો. પરંતુ રાજદાબરના લડાઈ ઝઘડામાં અહોમ શાસકોનું રાજ વિખરવા લાગ્યું અને ત્યારબાદ અહીં બર્મી લોકો આવીને વસ્યા.

image source

પણ એક સંધીના કારણે આ રાજ પણ 1826 માં બ્રિટિશ શાસનને સોંપી દેવામાં આવ્યું. આ રાજ્ય આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે પણ જોડાયેલું છે. અસમ રાજ્યની ઉત્તર દિશામાં ભૂટાન અને અરુણાચલ પ્રદેશ જ્યારે પૂર્વમાં મણિપુર તથા નાગાલેન્ડ અને દક્ષિણમાં મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા આવેલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/chhabagichaa/

Post a comment

0 Comments