Subscribe Us

Header Ads

વૂડન શેલ્ફથી તમારા ઘરને આ રીતે સજાવશો તો લોકો જોતા રહી જશે, જાણો આ યુનિક આઇડિયા વિશે..

મિત્રો, પહેલાના સમયમા દરેક વ્યક્તિ પોતાના ઘરના રૂમમા એક વિશેષ અભેરાઈ બનાવડાવતો હતો અને તેની ઉપર ઘરના બધા જ સુંદર તાંબા અને પિત્તળ તથા ચાંદીના પાત્રો ગોઠવીને શણગારવામા આવતુ હતુ. આજે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમા જૂના ઘરમા ઓસરીવાળા રૂમમા અભેરાઈ અને તેની પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા વાસણ જોવા મળશે જ તમને.

image soucre

હાલ, સમય આધિનિક બનતો ગયો છે તેમ-તેમ રૂમની અને ઘરની સજાવટમા ઘણુ બધું પરિવર્તન આવી ગયુ છે અને તેમા પણ વળી આ તો આધુનિક જમાનો તો સજાવટ પણ ખુબ જ આધુનિક હોવાની. આ સજાવટ પણ પોતાના રંગ બદલીને લોકોને આકર્ષવા માટે આવી જાય છે. લોકો ગૂગલમા જુદી-જુદી અનેકવિધ સુંદર ડિઝાઈન શોધીને ત્યારપછી તેના પરથી પ્રેરણા મેળવીને પોતાના ઘરમા સુંદર શણગાર કરાવતા હોય છે.

image soucre

હાલ, પહેલાના સમયમા જે અભેરાઈ પર આપણે વાસણોની સજાવટ કરતા અને ગોઠવતા તેની ડિઝાઈન સંપૂર્ણપણે બદલાઈ ચુકી છે. અત્યારના સમયમા અભેરાઈની જગ્યાએ વોર્ડરોબ આવી ગયા છે. તે દેખાવે તો ખુબ જ સુંદર હોય છે અને સાથે-સાથે તે આપણા માટે ઉપયોગી પણ ઘણા બધા છે.

image soucre

જો તમને આખો શો-કેસ બનાવવાની ઈચ્છા ના હોય તો તમે ઘરના કે રૂમના અમુક ખૂણાઓને પસંદ કરીને ત્યારબાદ તેની દીવાલ ઉપર વોલશેલ્ફ બનાવી શકો છો. આ શેલ્ફ ફક્ત ચોરસ આકારમા જ હોય એવુ જરાપણ જરૂરી નથી. આ શેલ્ફમા પણ હવે જુદી-જુદી ડિઝાઈન ઉપલબ્ધ છે જેમકે, ગોળાકાર શેલ્ફની ચેઈન બનાવી શકાય છે.

image soucre

શંકુ આકાર શેલ્ફને તમે આડાઅવળા એકબીજા સાથે ફિટ કરીને તમારી દીવાલ પર લગાવી શકો. આ શંકુ આકાર શેલ્ફને ઝીગ્ઝેગ આકારે પણ લગાવી શકો છો. આમ, આ શેલ્ફને ચોક્કસ ઢાંચામાં ઢાળીને જ લગાવવા આવશ્યક નથી. તમે તમારી મનગમતી ડિઝાઈન મુજબ પણ શેલ્ફ બનાવી શકો છો.

image soucre

આ શેલ્ફમા તમે તમારા મન મુજબની વસ્તુઓ રાખીને તમારા ઘરને શણગારી શકો છો જેમકે, જો તમે ઈચ્છો તો મિની લાઈબ્રેરી પણ આ શેલ્ફમા બનાવી શકો છો. આ સિવાય ફ્લેટની બાલ્કનીમા પણ તમે વોલ શેલ્ફ બનાવીને ત્યા તેની અંદર સુંદર એવા નાના વૃક્ષો પણ વાવી શકો છો. આ સિવાય લિવિંગ રૂમમા આ શેલ્ફ લગાવીને તેને ફોટો શેલ્ફ બનાવી શકો છો,

image soucre

આ સિવાય જો તમે ઈચ્છો તો આ શેલ્ફમા શો પીસ પણ મૂકી શકો છો. આ એક વોલ શેલ્ફને તમે જુદી-જુદી અનેક રીતે વાપરી શકો છો. શક્ય બને ત્યા સુધી વૂડન વોલ શેલ્ફ બનાવવાને પ્રાધાન્ય આપવુ કારણકે, વૂડન શેલ્ફ દેખાવે ખૂબ જ સુંદર લાગતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/woodenself/

Post a comment

0 Comments