Subscribe Us

Header Ads

ફેસબુક ફક્ત ટાઇમ પાસ માટે જ નહિં, જેમાંથી આ રીતે કમાઇ શકો છે પૈસા, જાણી લો જલદી અને કરો કમાણી

આજકાલ આપણે જ્યાં રહીએ છીએ તે શેરી, સોસાયટી કે વિસ્તારમાં નજર ફેરવીએ તો જોવા મળશે કે મોટાભાગના લોકો પોતાની માલિકીના સ્માર્ટફોન ધરાવે છે. એટલું જ નહીં પણ જો તમે બારીકાઈથી અવલોકન કરશો તો જાણશો કે આપણા વિસ્તારમાં જ નહીં પણ આપણા ખુદના ઘરમાં અને આડોશ પડોશમાં રહેતા પરિવારોમાં પણ જેટલા ઘરના સભ્યો હશે તેટલા સ્માર્ટફોન પણ હશે. અને આ પરિસ્તીથી આપના ગામ, શહેર, રાજ્ય કે દેશ પૂરતી સીમિત નથી પણ વૈશ્વિક છે.

image source

વળી, આપણી આસપાસ જેટલા સ્માર્ટફોન ધારકો રહે છે તે પૈકી મોટાભાગના લોકો તેમના ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ધરાવે છે અને તેનો ઉપયોગ પણ કરે છે.

image source

અહીં એ બાબત પણ ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેટ વાપરતા યુઝરો પૈકી ઘણા ખરા લોકો કોઈને કોઈ સોશ્યલ મીડિયા એપમાં પોતાનું અકાઉન્ટ ધરાવે છે. તમે તમારા ફોનમાં સેવ કરેલા કોન્ટેકટ લિસ્ટમાં નજર દોડાવશો તો ઓછામાં ઓછા 40 થી 50 કોન્ટેકટ સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા હશે.

image soucre

તેમાંય મોટાભાગના સોશ્યલ મીડિયા યુઝર્સ ફક્ત ટાઇમ પાસ માટે જ સોશ્યલ મીડિયામાં હોય છે. જો તમે પણ આ રીતે જ એટલે કે સોશ્યલ મીડિયાને ટાઇમ પાસ માટે જ વાપરો છો તો હવે તમે તેના દ્વારા પૈસા પણ મળી શકે છે.

image soucre

તમને કદાચ નવાઈ લાગી હશે પણ આ હકીકત છે. વૈશ્વિક સ્તરે ટોચની સોશ્યલ મીડિયા સાઇટ અને એપ્લિકેશન એવી ફેસબુક હવે તેના યુઝર્સને ફેસબુક દ્વારા પૈસા કમાઈ શકે તેવી સુવિધા આપી રહ્યું છે. જો કે આ માટેના અમુક નિયમો પણ જેને ફોલો કરીને કોઈપણ ફેસબુક યુઝર્સ અન્ય ફેસબુક યુઝર્સને કન્ટેન્ટ દેખાડવા બદલ પૈસા કમાઈ શકશે.

image source

અસલમાં ફેસબુક ઇન્ક દ્વારા તેના કન્ટેન્ટ ક્રિએટર યુઝરને વિડીયો બનાવી તેને અપલોડ કરવા અને અન્ય ફેસબુક યુઝર્સ દ્વારા એ વિડીયો કન્ટેન્ટને જેટલી વધુ વખત જોવાય તેના હિસાબે પૈસા આપશે. જે તે કન્ટેન્ટ ક્રિએટરના વીડિયોમાં નિશ્ચિત ફેસબુક દ્વારા એડવર્ટાઇઝ બતાવાશે.

આ એડવર્ટાઇઝ દ્વારા ફેસબુક જે તે એડવર્ટાઇઝ આપનાર પાસેથી પૈસા લેશે અને તે પૈસાનો અમુક ભાગ તે કન્ટેન્ટ ક્રિએટરને પણ ચૂકવશે.

image source

નોંધનીય છે કે આ જ રીતે ગુગલ પણ ઈન્ટરનેટ યુઝર્સને તેના યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા પૈસા ચૂકવે છે. અને ભારત સહિત વિશ્વભરમાં અનેક લોકો યુટ્યુબ દ્વારા પૈસા કમાઈ છે.

image soucre

જો કે ફેસબુક ઇન્ક દ્વારા ઉપરોક્ત વિડીયો કન્ટેન્ટને ક્રિએટ કરી અપલોડ કરવા અને તેના વ્યુ અનુસાર પૈસા આપવા માટે અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જે મુજબ કન્ટેન્ટ ક્રિએટરે તેના વીડિયોની લંબાઈ 1 થી 3 મિનિટની રાખવી જરૂરી છે. એ સિવાય જે ફેસબુક પેજ પર વીડિયો કન્ટેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોય તે પેજ પર છેલ્લા બે મહીના દરમિયાન ઓછામાં ઓછા 6 લાખ વ્યુ હોવા ફરજીયાત છે. લાઈવ વીડિયોને પણ 60,000 મિનિટ સુધી જોવાયો હોવો જોઈએ. આ નિયમો પૂર્ણ થયા બાદ જ જે તે ફેસબુક પેજ પર મોનેટાઇઝેશન ઓન થવાના ચાન્સ રહે છે. ફેસબુક દ્વારા એક વખત જે તે પેજના મોનેટાઇઝેશનને ઓન કર્યા બાદ યુઝર્સને વિડીયો પર મળેલા વ્યુ મુજબ પૈસા મળવાનું શરૂ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/facebookandmoney/

Post a comment

0 Comments