Subscribe Us

Header Ads

રેખા જીવે છે જલસાની જીંદગી, ફિલ્મોથી દૂર રહીને કંઇક આવું કરીને કમાય છે કરોડો રૂપિયા, સંપત્તિ જાણીને આંખો થઇ જશે પહોળી

જો અમે તમને કહીએ કે શું તમે કોઈ ભાનુરેખા ગણેશનને ઓળખો છો? કે તમે આવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે? તો કદાચ તમારો જવાબ ના હશે પણ અમે કહીએ કે તમે બોલીવુડની અભિનેત્રી રેખાને ઓળખો છો? તો તમેં તરત કહેશો હા. પણ તમને જણાવી દઈએ કે રેખાનું આખું નામ ભાનુરેખા ભાનુરેખા ગણેશન છે. દુનિયાની ટોપની અભિનેત્રીઓમાં પોતાની જગ્યા બનાવનારી રેખાએ પોતાની મહેનતના જોરે એક જગ્યા બનાવી છે અને આજે એ એક લકઝરી લાઈફ જીવે છે. એમની પાસે કોઈ વસ્તુની કમી નથી અને એમની કમાણી પણ કરોડોમાં છે. તો ચાલો જાણી લઈએ એમની લાઇફસ્ટાઇલ વિશે

image soucre

રેખાએ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગના દમ પર લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આમ તો એમને ઘણા અભિનેતાઓ સાથે કામ કર્યું છે પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે એમની જોડીને પડદા પર ઘણી જ પસંદ કરવામાં આવી. આ બંનેની વચ્ચે અફેરની ખબરો પણ ખૂબ જ ચર્ચામાં રહી અને એ પછી વર્ષ 1973માં બિગ બીએ જયા ભાદુરી સાથે લગ્ન કરી લીધા અને અમિતાભ અને રેખાના રસ્તાઓ અલગ થઈ ગયા.

image soucre

રેખાએ લગભગ 180 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં સિલસિલા, આસ્થા, ખુબસુરત, ખૂન ભરી માંગ, દો અનજાને, મુકદદર કા સિકંદર, મિસ્ટર નટવરલાલ, કોઈ મિલ ગયા, ફૂલ બને અંગારે, સુહાગ, બીવી હો તો એસી, બુલંદી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ એમને ઘણા એવોર્ડ પણ જીત્યા.

image soucre

રેખા રોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવે છે જેનાથી એમાં ચહેરા પર ગ્લો આવે છે. એક ઇન્ટરવ્યૂમાં રેખાએ જણાવ્યું હતું કર એ પોતાના ભોજનમાં મોટાભાગે શાકભાજી, દહીં અને સલાડ લે છે. તો એ ચોખાની જગ્યા રોટલી ખાવાનું પસંદ કરે છે. સાથે જ એમની ડાયટમાં બ્રોકલી,એવકાડો, લીલા શાકભાજી હોય છે.

image soucre

રેખાને અખરોટ, પિસ્તા અને દાડમ ખાવાનું પણ ગમે છે. તો એ જંક ફૂડ, વધુ ફેટ અને તેલવાળી વસ્તુઓ નથી ખાતી. એ આજે પણ રાતનું જમવાનું સાંજે સાડા સાત પહેલા જમી લે છે. તો એ રોજ યોગ અને વર્કઆઉટ જરૂર કરે છે.

image soucre

વાત રેખાની કારની કરીએ તો એમની પાસે ઘણી બધી લકઝરી તેમજ મોંઘી ગાડીઓ છે. એમની પાસે ઓડી એ3 કાર છે જેની કિંમત 33 થી 36 લાખ રૂપિયાથી વધુ છે. તો એમની પાસે હોન્ડા સીટી કાર પણ છે જેની કિંમત 8.77 લાખથી લઈને 13.93 રૂપિયા સુધી છે. એ સિવાય રેખા પાસે બીએમડબલ્યુથી લઈને એક્સ્યુવી જેવી લકઝરી કાર છે. આજે પણ રેખા મોંઘી સાડીઓ અને જવલેરી પહેરે છે.

image soucre

વાત રેખાના બંગલાની કરીએ તો એ મુંબઈના બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ એરિયામાં રહે છે. અહીંયા એમનો કરોડોની કિંમતનો શાનદાર બંગલો છે અને શાહરૂખ ખાન અને ફરહાન અખ્તર એમના પડોશી છે. એ સિવાય રેખાના નામ ઓર મુંબઈ અને દક્ષિણ ભારતમાં ઘણી પ્રોપર્ટી છે જે એમને ભાડે આપી દીધી છે.

image soucre

લાંબા સમયથી ફિલ્મોથી દૂર જતી રહેલી રેખા મોટાભાગે કમાણી બ્રાન્ડ એમ્બેસેડર, ઇવેન્ટ્સના શુભારંભ અને સ્ટોર ઓપનિંગમાં જઈને કરે છે. અહીંયાંથી એ સારી કમાણી કરે છે. એક ઇન્ટરવ્યૂમાં એમને જનવ્યય હતું કે એ પૈસા સમજી વિચારીને ખર્ચ કરે છે અને વધુ પૈસા બચાવે છે. રેખાની નેટ વર્થ પણ અરબોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમની નેટ વર્થ 40 મિલિયન ડોલર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/rekhanejalasa/

Post a comment

0 Comments