Subscribe Us

Header Ads

સોમનાથમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, દર્શન કરવા ભાવિકોની લાગી લાંબી લાઇન, જાણી લો ભક્તો માટે મંદિરનાં દ્વાર કેટલા કલાક રહેશે ખુલ્લા

આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ.

image soucre

આજે મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સોમનાથમાં મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તે માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે તેમજ સેનિટાઈઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઈન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે એ પ્રમાણે જ લાઈનમાં ચાલવાનું રહેશે. બહારથી જે ફૂલો, પ્રસાદી, સામગ્રી સાથે લઈને આવે એ મંદિરની નક્કી કરેલી જગ્યાએ જ પધરાવવાનાં રહેશે. દર્શનની લાઈનમાં સતત ચાલતા રહવું, જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઈ ગયાં બાદ ક્યાંય પણ ઊભા ન રહીને સીધા બહારની તરફ નીકળવાનું રહેશે.

શિવરાત્રિએ ભાવિકો માટે સોમનાથ મંદિરનાં દ્વાર સળંગ 42 કલાક ખુલ્‍લાં રહેશે

image soucre

આજે શિવરાત્રિના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર-દૂરથી લોકો આવ્યા હતા. હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.

આજે દિવસ પર્યંત વૈદિક પૂજા થશે

image soucre

ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી, રુદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે. જ્યોતિર્લિંગ સોમનાથમાં બુધવાર મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું, ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું હોય છે. આજે દિવસ પર્યંત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરુદ્ર, રુદ્રી, બીલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઈ રહ્યાં છે. ભક્તો બીલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળાં લઈને મહાદેવને અર્પણ કરી રહ્યા છે. ​​​​​

ધતૂરાનું ફૂલ, ભગવાન શિવને અર્પણ કરશે

image soucre

શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે, જેમાં રાત્રે 9ના પ્રથમ પ્રહરની, રાત્રે 12ના બીજા પ્રહરની, રાત્રે 2ના ત્રીજા પ્રહરની અને પરોઢે 4ના ચોથા પ્રહરની આરતી થશે અનેક ભક્તો શિવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે, જેના કારણે શક્કરિયા, સૂરણ, બટાટાં તેમજ ફ્રૂટ્સના ભાવમાં રવિવારથી જ અમદાવાદમાં હજારો કિલોગ્રામ ભાંગનું વેચાણ થશે. અવધૂત એવા શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભાવિકો નિજાનંદમાં લીન થઇને શિવજીની આરાધના કરવા માટે ભાંગનું સેવન કરે છે. અભિષેક વખતે પણ શિવજીને ભાંગ ધરાવવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં ભાવિકોએ માસ્‍ક પહેર્યું હશે તો જ પ્રવેશ મળશે

image soucre

અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિદેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે મહાશિવરાત્રિની ઉજવણી કરવા અંતર્ગત ચાલી રહેલી તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજા જેટલું પુણ્ય માત્ર શિવરાત્રિના દિવસે શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાથી એને ઘ્યાને લઇ તત્કાલ શિવપૂજન, ઘ્વજાપૂજન મર્યાદિત સંખ્‍યામાં ભાવિકો કરી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્‍યે પાલખીયાત્રા નીકળશે, જે ફક્ત પરિસરમાં જ ફરશે. શિવરાત્રિને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ સુગંધિત જુદાં-જુદાં પુષ્પોથી અને રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત કરી ઝળહળતાં કરાશે. મંદિરે દર્શાનાર્થે આવતા અશક્ત, દિવ્યાંગો, વૃદ્ધો માટે પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે રિક્ષાની વ્યવસથા તથા પરિસરમાં ઇ-રિક્ષા, વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. આ માટે ખાસ મેડિકલ ટીમને પણ તહેનાત રખાશે.

ભંડારા પરિસરના બદલે ચોપાટીના ગ્રાઉન્‍ડ ખાતે ધમધમશે

image soucre

વઘુમાં, અધિકારી દિલીપ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાને લઇ શિવરાત્રિના દિને મંદિરે આવતા ભાવિકોએ માસ્‍ક પહેર્યું હશે તો જ પ્રવેશ મળશે. જ્યારે પ્રવેશ બાદ મંદિરમાં ચાલતાં ચાલતાં દર્શન કરી બહાર નીકળવાનું રહેશે. પરિસરમાં લાંબા સમય સુધી કોઇ ભાવિક બેસી શકશે નહીં. આરતીના સમયે પણ આવી જ રીતે ચાલતાં ચાલતાં દર્શન કરવાનાં રહેશે. જયારે દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે ભંડારાઓનું સ્‍થળ બદલીને ચોપાટીના ગ્રાઉન્‍ડ ખાતે ભંડારા યોજવાનું આયોજન કરાયું છે, જ્યારે સાંસ્‍કૃતિક કાર્યક્રમો શ્રી રામ મંદિરના ઓડિટોરિયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને એેનું ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે.

શિવરાત્રિએ થયો હતો દ્વાપર યુગનો પ્રારંભ

image soucre

મહા મહિનાની અંધારી ચૌદશ ભગવાન શંકરને અતિ પ્રિય છે, તેથી આજના પાવન પર્વને મહાશિવરાત્રિ કહેવાય છે. આ દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ હતી. આજના જ દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આજના દિવસે ભગવાન શિવનું નામ લેવાથી અને દર્શન કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. માન્યતા છે કે આજના દિવસે શિવાલયમાં જઈને દર્શન કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. જેના કારણે આજના દિવસે ભક્તો મંદિરમાં જાય છે. ઉપવાસ કરે છે. અને ભાંગનો પ્રસાદ લે છે. આજના દિવસે રાજ્યમાં અનેક સ્થળે મેળો પણ ભરાયો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/somanathtemple/

Post a comment

0 Comments