Subscribe Us

Header Ads

તારક મહેતા..ની અંજલીએ કર્યો આ મોટો ધડાકો, અને સેટ પર જ બધાની વચ્ચે જેઠાલાલને પૂછી લીધું કંઇક એવું કે…

નેહા મહેતાના સ્થાને આવેલા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મામાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહેલી સુનૈના ફોજદારે તેના શૂટ એક્સપિરિયન્સ, શોના કલાકારો સાથે બોડિંગ અને દાશા એટલે કે દયાભાભીના કમબેક અંગે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાના વિચારો શેર કર્યા હતા.

સુનૈના ફોજદારને દયાબેનની યાદ આવી

image soucre

દયાબેનનાં કમબેક અને તેની સાથે કામ કરવા વિશે વાત કરતાં સુનૈનાએ કહ્યું હતું કે, હું દયાબેનને ખૂબ જ મિસ કરું છું, જોકે મેં તેની સાથે હજી સુધી એક પણ સિન શૂટ કર્યો નથી, કારણ કે હું જ્યારથી આવી છું ત્યારથી જ તે શોમાંથી બહાર છે. જો કે હું જેઠાલાલને પણ પુછતી રહુ છું કે દયાબેન ક્યાં સુધી આવશે.

image source

સારું આપણને નહીં પણ જેઠાભાઈને તો ખબર જ હશે કે દયાબેન ક્યારે આવશે, મે જ્યારથી શો જોઈન કર્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી મે ઓલ મોસ્ટ બધા સાથે શૂટિંગ કર્યું છે અને જેની સાથે હું શૂટિંગ કરી શકી નથી તેમને મળી ચુકી છું પરંતુ દિશાજીને મળી શકી નથી. પરંતુ હું ઈચ્છુ છું કે હુ તેમને મળું અને તેની સાથે શૂટિંગ કરવા માંગું છું. કારણ કે તે હજી પણ આ શોનો એક ભાગ છે, અને હું ઈચ્છું છું કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળે.

શોના કલાકારો સાથે શેર કર્યો બોન્ડ

શૂટિંગ અને કલાકારો સાથેના બોડિંગ અંગે સુનૈનાએ કહ્યું, શૂટિંગ સારું ચાલી રહ્યું છે, બસ એટલુ જ છે કે અમે બધા સાથે શૂટિંગ નથી કરી શકતા. રોગચાળાને કારણે ્મારે અલગ અલગ શૂટિંગ કરવું પડી રહ્યું છે, પરંતુ કોઈ વાંધો નહિં સેફ્ટી જરૂરી છે અને મે શોના 100 એપિસોડ્સ પૂર્ણ કરી લીધા છે અને મને ખૂબ જ આનંદ છે કે લોકોએ મને અંજલિ તરીકે સ્વીકારી લીધી છે કારણ કે 13 વર્ષોથી જે અંજલિ બની હતી અને લોકોના હૃદયમાં જે સ્થાન બનાવ્યું હતું, તેમનું સ્થાન લેવુ સહેલુ નથી પરંતુ મેં મારું 100% પર્ફોમન્સ આપ્યું અને લોકોએ મને અંજલિ તરીકે પણ અપનાવી લીધી છે.

અંજલિ મહેતા કોમલ ભાભીની ખૂબ નજીક છે

તેમણે આગળ કહ્યું કે, બોન્ડિંગ વિશે વાત કરૂ તો, મારી બોડિંગ કોમલ ભાભી જે અંબિકા છે, તેમની સાથે ખૂબ જ સારી છે. ટપ્પુ સેનામાંથી પલક (સોનુ) સાથેની મારી બોન્ડિંગ ખૂબ સારી છે. આ સિવાય, બધા સાથે હસી મજાક ચાલુ જ રહે છે., બાકી, હું ખૂબ જ વાચાળ છું તો હું સેટ પર ઘણી વાતો કરું છું અને તારક એટલે કે શૈલેષ જી સાથે બોન્ડિંગ પણ સારું છે, મસ્તિ મજાકમાં શૂટિંગ થઈ જાય છે.સાથે સાથે અમે સેટ પર ઘણી મસ્તી કરીએ છીએ.

image soucre

સુનૈનાએ વધુમાં કહ્યું કે, શોમાં હંમેશાં ડ્રામા અને કોમેડી તો થતી રહે છે અને શોમાં હજી પણ નવી સારી સારી સિક્વલ આવવાની છે, મારે એટલું જ કહેવાનું છે કે રોગચાળાના આ સમયમાં અમારે લોકોને ખુશ રાખવાના છે અને લોકોને ખૂબ હસાવવાના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/anjalitarakmaheta/

Post a comment

0 Comments