Subscribe Us

Header Ads

મળો દેશની પ્રથમ મહિલા બાઉન્સરને કે જેને અરવિંદ કેજરીવાલે પણ વખાણી, લખાઈ રહ્યું છે જીવન પર પુસ્તક

સામાન્ય રીતે જ્યારે બાઉન્સર, બોડીગાર્ડ જેવા મોટા શબ્દ બોલીએ તો નજર સમક્ષ કોઈ પુરુષનું ભારેભરખમ ચિત્ર સર્જાઈ આવતું હોય છે. પરંતુ આજના જમાનામાં મહિલાઓ કોઈ પણ દિશામાં પાછળ રહી નથી તે પણ હકીકત છે. અહીં પણ આવી જ એક એવી મહિલા વિશે વાત કરવામાં આવી રહી છે. આ મહિલા જે પ્રખ્યાત સ્ત્રી બાઉન્સર છે.

આ મહિલા વિશે મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ મેહરુનિસા શૌકત અલી છે અને તે 34 વર્ષની છે. તે નાઈટક્લબમાં થતી મારપીટ અને ઝઘડાઓને કાબૂમાં લેવાનું કામ તેમજ ત્યાંની મહિલા ગ્રાહકો પર નજર રાખવાનું કામ કરે છે. મેહરુનિસા શૌકત અલી ત્યાં આવતા ગ્રાહકો અને ત્યાંના સ્ટાફ સાથે જે રીતે વાત કરો છે તેના પરથી અંદાજ લગાડવો પણ અઘરો છે કે તે એક મજબૂત બાઉન્સર પણ છે. તેમની વાત કરવાની રીત અને નરમ સ્વભાવને લીધે આવું લોકો કહી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે 34 વર્ષીય મેહરુનિસા યુપીના સહારનપુર જિલ્લાની છે. તે 2004થી આ લાઇનમાં જોડાયા અને પોતે 10મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ એક બાઉન્સર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે શરૂઆતમાં તેને બાઉન્સરને બદલે સિક્યુરિટી ગાર્ડ તરીકે ઓળખ મળી હતી. જેનો તેણે વિરોધ પણ કર્યો હતો.

મેહરુનિસાએ વાત કરતાં જણાવ્યું હતું કે હું દેશની પ્રથમ મહિલા બાઉન્સર છું, આ દરજ્જો મેળવવા માટે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મને ગાર્ડ કહેવામાં આવે ત્યારે મને ખૂબ ગુસ્સે આવતો હતો. પરંતુ આ વિચારને બદલી આગળ વધવા માટે મે સખત સંઘર્ષ કરવાનું નક્કી કર્યું હતું. જો કે પછીના સમયમા મને દેશની પ્રથમ મહિલા બાઉન્સર તરીકેનો દરજ્જો મળ્યો.

આ નામનાં મળ્યા બાદ સૌ કહી રહ્યાં છે કે, જો તમે દિકરી હોય તો મેહરુનિસા શૌકત અલી જેવી. પોતાની સફર વિશે વાત કરતાં મેહરુનિસા કહે છે કે તેમના પિતા આ કામથી નાખુશ હતા. સ્થાનિક લોકોની તેમના વિશેની વાતો સાંભળીને તેમના પિતા તેમને નોકરી છોડી દેવા માટે કાયમ કહેતા હતાં. પણ પછી સમય એ રીતે વળાંક લીધો કે હવે લોકોને એવું કહેતા સાંભળવા મળે છે કે તેમની દીકરી પણ મેહરુનિસા જેવી બને.

મેહરુનિસાના પરિવાર વિશે મળતી માહિતી મુજબ, તેમનાં કુલ 3 ભાઈઓ અને તેમનાં સિવાયની 4 બહેનો છે. હવે મેહરુનિસા ઉપરાંત તેની અન્ય એક બહેન પણ તેમનાં પગલે જ આગળ વધી રહી છે. હાલમાં મળતી માહિતી મુજબ આ સમયે મેહરુનિસા પાસે કોઈ કામ નથી. કોરોના યુગમાં ક્લબ બંધ થયા ગયા પછી તેની નોકરી છૂટી ગઈ છે. આ સાથે ખાનગી ઇવેન્ટ્સ પણ આવવાનું બંધ થઈ ગઈ છે જેના કારણે તે હવે બેરોજગાર છે.

પોતાના સપનાઓ વિશે જણાવતાં મેહરુનિસા કહે છે કે તેને પોલીસની નોકરી કરવાની ખુબ ઈચ્છા હતી. મેહરુનિસાએ વધુમાં કહ્યું કે, શરૂઆતમાં ઘણી તકલીફ રહી હતી. તે સમયે ન પરિવાર સાથ આપતો હતો અને ન તો સમય સાથ આપતો હતો. તે સમયે મારું વજન પણ વધારે હતું તે પછી હું એન.સી.સી.માં જોડાઈ ગઈ હતી કારણ કે મારે સેના કે પોલીસની નોકરી કરવી હતી પણ મારા પિતાને તે ગમ્યું નહીં. મેં એક પરીક્ષા પણ આપી હતી, જેમાં મેં તે પાસ કરી હતી. તે સમયે જો મારા પિતાએ હા પાડી હોત, તો મને સબ-ઇન્સ્પેક્ટરની નોકરી આજે મળી પણ ગઈ હોત.

તે કહે છે કે ઘણું મેળવવાં છતાં તે આજે ખુશ નથી. તેમના કહેવા મુજબ, તેઓ જે રીતે સંઘર્ષ કરે છે, તેઓ તે ઓળખ મેળવી શક્યા નથી અને હવે સ્થિતિ એ બની ગઈ છે કે આ ક્ષણે તેમની પાસે નોકરી પણ નથી. જાણવા મળી રહ્યું છે કે તેમના પર એક પુસ્તક લખવામાં આવી રહ્યું છે. તેણે આગળ કહ્યું કે મારા જીવનમાં આ રીતે ખૂબ સંઘર્ષમાં પસાર થયું કે આ વચ્ચે હું લગ્ન પણ ન કરી શકી

. તેમની મુશ્કેલી વિશે વધારે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, એક માર્ગ અકસ્માત પછી મારી બહેનનાં પતિએ તેને છોડી દીધી છે, જેના પછી તેમના બાળકોની જવાબદારી મારી પાસે આવી. મારા લગ્ન માટે સબંધો આવી રહ્યાં છે પરંતુ બાળકોની જવાબદારી લેવા કોઇ જ તૈયાર નથી.

મેહરુનિસાને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમને 8 માર્ચે મહિલા દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમના પર એક પુસ્તક પણ લખવામાં આવી રહ્યું છે.

Let's block ads! (Why?)source https://www.jentilal.com/mahilabouncer/

Post a comment

0 Comments