Subscribe Us

Header Ads

કોરોનાનો નવો સ્ટ્રેન, લક્ષણો બદલાતા હાહાકાર…જો તમને પણ શરીરમાં કંઇક આવું થાય તો જલદી જ કરાવજો કોરોનાનો રિપોર્ટ, નહિં તો…

સુરત શહેરમાં કોરોનાનો (Surat Corona) નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. ત્યારે સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો હતા પરંતુ નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. સુરત શહેરમાં બ્રિટન અને આફ્રિકન સ્ટ્રેનના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં મનપા કમિશનર બંછાનીધિ પાની દ્વારા વારંવાર આ અંગે ચેતવણી અને અપીલ કરવામાં આવી રહી છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા. પરંતુ આ નવા વિદેશ સ્ટ્રેનનું શહેરમાં સંક્રમણ ફેલાયા બાદ લક્ષણો પણ બદલાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા અલગ અલગ ફરિયાદો કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કેટલાક લક્ષણો નવા સામે આવી રહ્યા છે.

image soucre

શું છે નવા સ્ટ્રેનના લક્ષણો?

 • હાથની આંગળીઓ ફીક્કી પડવી
 • પગનાં ટેરવા ફીક્કા પડી જવા
 • ખંજવાળ આવવી
 • શરીરમાં કળતર
 • શરીરમાં દુ:ખાવો
  image socure
 • આંખ આવવી
 • આંખ લાલ
 • ગળામાં દુ:ખાવો થવો
  image soucre
 • ડાયેરિયા થવો
 • પેટ દુઃખવુ
 • માથામાં દુ:ખાવો

શાકભાજી વિક્રેતા, રીક્ષાચાલક અને વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

image soucre

સુરતમાં કોરોનાની રફ્તાર રોકવા તંત્ર મથામણ કરી રહ્યું છે. અલગ અલગ વ્યવસાયના લોકોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. ગઇકાલે ટેક્સટાઇલ માર્કેટમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 19 વિદ્યાર્થીઓ અને 35 શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ નોંધાય ચૂક્યા છે. જ્યારે 35 રીક્ષાચાલકો, હોટલ રેસ્ટોરન્ટના 35 લોકો સંક્રમિત થયા છે.

સુરતમાં વધુ 2 રેડ ઝોન

image soucre

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ વધુ બે ઝોનને રેડ ઝોનમાં મુક્યા છે. સુરતના રાંદેર અને લીંબાયત ઝોનને રેડ ઝોન જાહેર કરાયા છે. જ્યારે અઠવા ઝોન પહેલાથી જ રેડ ઝોનમાં છે.

ગઇકાલે સુરત શહેરમાં 476 કેસ નોંધાયા

image socure

ચૂંટણી બાદ સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત્ છે. તંત્ર દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ કરીને સંક્રમિતોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 476 કેસ અને ગ્રામ્યમાં 101 નવા કેસ નોંધાયા છે. સુરતમાં દેખાતાં કોરોનાના નવા કેસોમાં મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે. પરંતુ જો ઉપર મુજબના નવાં લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાને જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/coronanewstrain/

Post a comment

0 Comments