Subscribe Us

Header Ads

ઓ બાપ રે…આ રાજ્યોમાં કોરોના બોમ્બ ફાટ્યો, જતા પહેલા વિચારી લેજો સો વાર, નહિં તો મુકાશો મોટી મુશ્કેલીમાં…

ભારતમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની નવી લહેરના કારણે ઘણા રાજ્યોમાં પરિષતીતી બેકાબૂ થઈ રહી છે અને ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે 19મી માર્ચે કોરોના વાયરસના નવા કેસના ભયંકર આંકડા સામે આવ્યા છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક વાર ફરી દેશની સ્થિતિ ગત વર્ષના સપ્ટેમ્બર મહિના જેવી થઈ છે.

દેશના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ

image source

દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ 24 કલાકમાં 25833 નવા કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર બાદ રેકોર્ડ નોંધાયો. ત્યારે 58 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના નવા મામલા બાદે દેશના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં વાયરસના 39, 726 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 159 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 83 હજાર 679 છે. જ્યારે એક્ટીવ કેસ 2 લાખ 71 હજાર 282 છે. ગત 24 કલાકમાં થયેલા મોત બાદ કુલ મૃત્યુઆંક 1 લાખ 59 હજાર 370 થઈ ગઈ છે. આઈસીએમઆર મુજબ 24 કલાકની અંદર 10,57, 383 કોરોના ટેસ્ટ થયા છે.

નવા કેસની સંખ્યા લગભગ 40 હજાર સુધી પહોંચી ગઈ છે

image source

મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ 24 કલાકમાં 25 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર બાદ રેકોર્ડ નોંધાયો. ત્યારે 58 લોકોના મોત થયા છે. આની સાથે દેશભરમાં કોરોનાના નવા કેસની સંખ્યા લગભગ 40 હજાર સુધી પહોંચી ગઈ છે. પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો છે. પહેલા રાતે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે તે વધારીને 9 વાગ્યથી કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં બેદરકારી ચરમ સીમાએ

image source

મહારાષ્ટ્રમાં કોરોનાના 25,833 નવા કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર બાદ આ સૌથી મોટો આંકડો છે. કોરોનાને કારણે 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષે 11 સપ્ટેમ્બરે રાજ્યમાં 24, 886 કેસ મળ્યા હતા. મુંબઈમાં ગુરુવારે 2877 કેસ મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં બેદરકારી ચરમ સીમાએ છે. મુંબઈમાં બ્રીચ કૈંન્ડી હોસ્પિટલની પાસે એક રેસ્ટોરન્ટ પર બીએમસીએ રેડ પાડી તો 245 લોકો માસ્ક વગર મળ્યા. તેમના પર દંડ ફટકારવામાં આવ્યો. રેસ્ટોરન્ટ માલિકની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

ગુજરાતમાં કોરોનાના રિટર્ન

image source

ગુજરાતમાં ગત 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માર્કેટ, મોલ બંધ રહેશે. અવરજવર પર પ્રતિબંધ લાગી રહ્યો છે. ત્યારે પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો છે. પહેલા રાતે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે તે વધારીને 9 વાગ્યથી કરવામાં આવ્યું છે. આ એ જિલ્લાઓ છે જ્યાં રોજના 100થી વધુ કોરોના કેસ મળી રહ્યા છે.

ગુજરાત સરકારની બેવડી નીતિ

image soucre

ગુજરાત સરકારે બેદરકારી સામે કડક પગલા ભરવાની તૈયારી કરી છે. માસ્ક નહીં પહેરનારા લોકોને 1 હાજરનો દંડ ફટકારી રહી છે, પરંતુ માસ્ક ન લગાવનારા નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓને 500 રુપિયાનો દંડ લાગશે. રાજ્ય સરકારની બેવડી નીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

કેજરીવાલ સરકાર એલર્ટ પર

image source

દિલ્હીમાં કોરોના વાયરસને લઈ એલર્ટ પર આવી ગઈ છે સરકાર. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક બેઠક બોલાવી છે. આ દરમિયાન કેજરીવાલ સરકારે લોકોને ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી છે. દિલ્હીમાં 24 કલાકમાં 607 નવા મામલા આવ્યા છે .જે 6 જાન્યુઆરી બાદ સૌથી વધારે છે.

એમપીમાં સ્થિતિ ગંભીર

image source

મધ્ય પ્રદેશમાં સ્થિતિ ગંભીર છે . એમપી સરકારે મહારાષ્ટ્રથી આવનારી તમામ પ્રવાસી બસોના આવનજાવન પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે ભોપાલ- ઈન્દોર ઉપરાંત રાજ્યના અન્ય 10 જિલ્લામાં રાતના 10વાગ્યથી સવારના 6 વાગ્યા સુદી વ્યાવસાયિક પ્રતિષ્ઠાન અને બજારોને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે. એમપીમાં ગઈ કાલે 917 કેસ આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/obaperebaapcorona/

Post a comment

0 Comments